ભારતીય વિદ્યા ભવન ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીજીના સહયોગથી ૯ નવેમ્બર ૧૯૩૮ના કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી.[] જે ભારતનું ઐતિહાસિક શૈક્ષણિક ટ્રસ્ટ છે. સરદાર વલ્લભભાઇ પટેલ તથા રાજગોપાલાચારીના સક્રિય યોગદાનથી વિદ્યા ભવન ગાંધીજીના આદર્શો પર ચાલીને આગળ વધ્યું. સંસ્થા દ્વારા ભારતીય સ્ંસ્કૃતિનો બહારના દેશોમાં પ્રસાર-પ્રચાર કરવા માટે પણ નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા છે.

ભારતીય વિદ્યા ભવન
રચના૭ નવેમ્બર ૧૯૩૮
પ્રકારશૈક્ષણિક ટ્રસ્ટ
સ્થાન
પુરસ્કારોગાંધી શાંતી પુરસ્કાર
વેબસાઇટwww.bhavans.info

આ સંસ્થાના ભારતમાં ૧૧૯ કેન્દ્રો છે અને ૭ કેન્દ્રો વિદેશોમાં છે. તેના દ્વારા પેટા સંસ્થા તરીકે ૩૬૭ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે.[]

ભારત સરકાર દ્વારા સન ૨૦૦૦માં ભારતીય વિદ્યા ભવનને ગાંધી શાંતી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

  1. "President Abdul Kalam to confer Gandhi Peace Prize on Bharatiya Vidya Bhavan".
  2. "bhavans.info". www.bhavans.info.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો