ભારતીય સંગીત પ્રાચીનકાળથી  ભારત માં ઉદ્દભવેલું અને વિકસીત થયેલું એક સંગીત છે. આ સંગીતના મૂળ સ્ત્રોત વેદોને માનવામાં આવે છે. સામવેદ એ સંગીતને લગતો વેદ છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાનમાં આપ્યું હતું.

ભારતીય સંગીતસભાનું દૂર્લભ ચિત્ર
સંગીતનો રસાસ્વાદ કરતી એક સ્ત્રી (પંજાબ ૧૭૫૦)

વૈદિકકાળમાં સામવેદના મંત્રોનો ઉચ્ચાર તે સમયના વૈદિક સપ્તક અથવા સામગાન મુજબ સાતેય સ્વરોના પ્રયોગ સાથે થતો હતો. ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર શિષ્યોને ગુરુ પાસેથી વેદોનું જ્ઞાન મૌખિક રીતે જ પ્રાપ્ત થતું હતું તેમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન એવેધ ગણાતું. આ રીતે પ્રાચીન સમયમાં વેદો અને સંગીતનું કોઇ લેખિત સ્વરુપ ન હોવાના કારણે તેનું મૂળસ્વરુપ લુપ્ત થઈ ગયું.

ભારતીય સંગીતના સાત સ્વર

ફેરફાર કરો

ભારતીય સંગીતમાં સાત શુદ્ધ સ્વર છે.

  • ષડ્જ (સા)
  • ૠષભ (રે)
  • ગંધાર (ગ)
  • મધ્યમ (મ)
  • પંચમ (પ)
  • ધૈવત (ધ)
  • નિષાદ (ની)

શુદ્ધ સ્વરની ઉપર અને નીચે વિકૃત સ્વર આવે છે. સા અને પ ના કોઇ વિકૃત સ્વરો નથી હોતા. રે, ગ, ધ અને ની ના વિકૃત સ્વરો નીચે હોય છે અને તેને કોમલ કહેવામાં આવે છે. મ નો વિકૃત સ્વર ઉપર હોય છે અને તેને તીવ્ર કહેવામાં આવે છે. સમકાલીન ભારતીય સંગીતમાં મુખ્યત્વે આ સ્વરોનો ઉપયોગ થતો હતો. પુરાતનકાળથી જ ભારતીય સ્વર સપ્તક સંવાદ સિદ્ધ છે. મહર્ષિ ભરતે તેના આધાર પર જ ૨૨ શ્રુતીયોનું પ્રતિપાદન કરાયું હતું જે ભારતીય સંગીતની ખાસ વિશેષતા છે.

ભારતીય સંગીતના પ્રકારો

ફેરફાર કરો

ભારતીય સંગીતને સામાન્ય રીતે ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે:

  • શાસ્ત્રીય સંગીત - તેને 'માર્ગ' પણ કહે છે.
  • ઉપશાસાત્રીય સંગીત
  • સુગમ સંગીત અને લોક સંગીત

ભારતીય શાસ્ત્રીય સંગીતની બે મુખ્ય પદ્ધતિઓ છે -

હિંદુસ્તાની સંગીત -  જે ઉત્તર ભારતમાં પ્રચલિત થયું
કર્ણાટક સંગીત - જે દક્ષિણ ભારતમાં પ્રચલિત થયું. 

હિંદુસ્તાની સંગીત મુગલ બાદશાહોની છત્રછાયા તળે વિકસીત થયું અને કર્ણાટક સંગીતનો વિકાસ મંદિરોના કારણે થયો. આ કારણે જ દક્ષિણ ભારતની કૃતિઓમાં ભક્તિરસ વધુ હોય છે જ્યારે હિંદુસ્તાની સંગિતમાં શ્રૃંગાર રસ વધુ હોય છે.

ઉપશાસ્ત્રીય સંગીત માં ઠુમરી, ટપ્પા, હોરી, કજરી વગેરે હોય છે.

સુગમ સંગીત જનસાધારણમાં પ્રચલિત છે જેમ કે -

  • ભજન
  • ભારતીય ફિલ્મ સંગીત
  • ગઝલ
  • ભારતીય પૉપ (Pop) સંગીત
  • લોક સંગીત

બાહ્ય કડીઓ

ફેરફાર કરો