ભુદરગઢ કિલ્લો
ભુદરગઢ કિલ્લો ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપૂર જિલ્લામાં આવેલ એક પર્વતીય કિલ્લો (પહાડી દુર્ગ) છે.
ભુદરગઢ કિલ્લો | |
---|---|
भुदरगड किल्ला | |
સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ | |
કોલ્હાપૂર જિલ્લો, મહારાષ્ટ્ર | |
અક્ષાંશ-રેખાંશ | 16°24′43″N 74°12′58″E / 16.41194°N 74.21611°E |
પ્રકાર | પહાડી કિલ્લો |
ઊંચાઈ | ૩૨૧૨ ફુટ |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત ભારત સરકાર |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થિતિ | વ્યવસ્થિત |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ સામગ્રી | પથ્થર |
૩૨૧૨ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો આ કિલ્લો જિલ્લામથક કોલ્હાપૂર ખાતેથી આશરે ૫૦-૫૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આઠસો મીટર લાંબો અને સાતસો મીટર પહોળો વિસ્તાર ધરાવતો આ કિલ્લો ભૈરવનાથના સ્થાનક માટે જાણીતો છે. કિલ્લા પાસે બે દરવાજા છે. ઘણાં સ્થળોએ દીવાલ તૂટી ગઈ હતી. પરંતુ વર્તમાન સમયમાં કિલ્લાનું સમારકામ કરી કિલ્લેબંધી સંપૂર્ણ કરવામાં આવેલ છે. અહીં દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની દસમના દિવસે મોટી જાત્રા ભરાય છે.
માર્ગ-દર્શન
ફેરફાર કરોકોલ્હાપુરથી ગારગોટી અને ગારગોટીથી કિલ્લાની તળેટી સુધી પહોંચવા માટે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસ ઉપલબ્ધ છે.