મંગળની યાત્રાએ ગયેલા યાન વાઇકીંગ ૧ એ લીધેલ ૧૦૧ છબીઓને જોડીને તૈયાર કરેલું મંગળનું કૉમ્પોઝીટ ચિત્ર

મંગળ સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં આ ગ્રહનું નિર્જીવ પર્યાવરણ પૃથ્વીને સૌથી વધુ મળતું આવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઉપર સંશોધન કરતા રહ્યા છે. હવે મંગળ પર કોઇ પણ પ્રકારનું જીવન હોવાની સંભાવના નહિવત છે તેવું મનાય છે.