મંગોલિયા (મંગોલિયન: Монгол улс,) પૂર્વ અને મધ્ય એશિયા માં એક લેંડલૉક દેશ છે. આની સીમા ઉત્તર માં રૂસ, દક્ષિણ, પૂર્વી અને પશ્ચિમ માં ચીન ને અડે છે. જોકે, મંગોલિયા ની સીમા કજ઼ાખ઼િસ્તાન ને નથી મળતી, પણ આનો સૌથી પશ્ચિમી છેડો કઝાકિસ્તાન ના પૂર્વી છેડાથી કેવળ ૨૪ માઈલ (૩૮ કિમી) દૂર છે. દેશ ની રાજધાની અને સૌથી મોટું શહેર ઉલાન બાટોર છે, અહીં દેશ ની લગભગ ૩૮% જનસંખ્યા નિવાસ કરે છે. મંગોલિયા માં સંસદીય ગણતંત્ર છે.


Монгол улс
Mongol uls

મંગોલિયા
Mongoliaનો ધ્વજ
ધ્વજ
Mongolia નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: "Монгол улсын төрийн дуулал"
મંગોલિયા નું રાષ્ટ્રગાન
Location of Mongolia
રાજધાની
and largest city
ઉલાન બટોર
અધિકૃત ભાષાઓમંગોલિયન
લોકોની ઓળખમંગોલિયાન
સરકારસંસદીય ગણતન્ત્ર
ગઠન
• જળ (%)
૦.૪૩
વસ્તી
• જુલાઈ ૨૦૦૭ અંદાજીત
૨,૯૫૧,૭૮૬ (૧૩૯મો)
• ૨૦૦૦ વસ્તી ગણતરી
૨,૪૦૭,૫૦૦
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૯૩૯૯૦૦૦૦૦૦ (-)
• Per capita
$૩,૫૪૧ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૭૦૦
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૧૪મો
ચલણતોગોર્ગ (MNT)
સમય વિસ્તારUTC+૭ થી +૮
તારીખ બંધારણyyyy.mm.dd (CE)
ટેલિફોન કોડ૯૭૬
ISO 3166 કોડMN
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mn

આજે જેને મંગોલિયા કહે છે, તે ક્યારેક વિભિન્ન ઘુમંતૂ સામ્રાજ્યોં દ્વારા શાસિત હતો, આ સામ્રાજ્યોમાં શિંઓગ્નુ, શિયાનબેઈ, રોઊરન, ગોતુર્ક અને અન્ય શામિલ છે. સન્ ૧૨૦૬ માં ચંગેઝ ખાન દ્વારા મંગોલ સામ્રાજ્ય ની સ્થાપના કરવામાં આવી. પણ યુઆન રાજવંશ ના પતન બાદ મંગોલ પોતાના જૂના રહેન-સહેન પર પાછા ફર્યાં. ૧૬મી અને ૧૭ મી શતાબ્દીમાં મંગોલિયા તિબેટી બૌદ્ધ ધર્મ ના પ્રભાવ માં આવ્યો. ૧૭ મી સદી ની અંતમાં મંગોલિયા ના અધિકાંશ ક્ષેત્ર માં ક્વિંગ રાજવંશ ના શાસનાધિન થઈ ગયો. ૧૯૧૧ માં કિંગ રાજવંશ ના પતન દરમ્યાન મંગોલિયા એ સ્વતંત્રતા ની ઘોષણા કરી, પણ ૧૯૨૧ સુધી સ્વતંત્રતા થયો અને ૧૯૪૫ સુધી અંતરરાષ્ટ્રીય માન્યતા હાસિલ કરવા માટે તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો. આને પરિણામે દેશ મજબૂત રૂસ અને સોવિયત પ્રભાવ માં આવ્યો, ૧૯૨૪ માં મંગોલિયાઈ જનવાદી ગણરાજ્ય ની ઘોષણા કરાઈ અને રાજનીતિક રૂપે મંગોલિયા તે સમય ની સોવિયત રાજનીતિ નું અનુપાલન કરવા લાગ્યો. ૧૯૮૯ માં પૂર્વી યુરોપ માં કમ્યુનિસ્ટ શાસનો ના તૂટ્યા પછી, મંગોલિયામાં ૧૯૯૦માં લોકતાંત્રિક ક્રાંતિ જોવા મળી, જેને લીધે બહુ-દળ વ્યવસ્થા સ્થાપિત થઈ, ૧૯૯૨માં નવું સંવિધાન બન્યું અને દેશ બજાર અર્થવ્યવસ્થા તરફ અગ્રસર થયો.