મંજુલ પ્રકાશન, ભોપાલ
મંજુલ પ્રકાશન એ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલી એક જાણીતી પ્રકાશન સંસ્થા છે, જે જગતભરમાં પ્રખ્યાત કાલ્પનિક પાત્ર હેરી પોટર વિશેનાં પુસ્તકોને ભારત દેશમાં પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. આ પ્રકાશન ભવન હેરી પોટર વાર્તા શ્રેણી (ઉપન્યાસો)ને ભારતીય ભાષામાં (હિન્દી ભાષામાં) પ્રકાશિત કરે છે. મંજુલ પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવેલું પ્રથમ હેરી પોટર પુસ્તક, હેરી પોટર ઔર પારસ પત્થર હતું, જેણે ભારત દેશમાં વેચાણનો એક વિક્રમ સ્થાપ્યો હતો. હેરી પોટર ઔર પારસ પત્થર પુસ્તકની પહેલા જ અઠવાડિયામાં ૧૬ હજ઼ાર પ્રતો વેચાઇ હતી. માર્ચ ૨૦૦૩માં યોજાયેલા લંડન બુક ફ઼ેર દરમિયાન જે. કે. રોલિંગ દ્વારા પોતાના સાહિત્યિક એજન્ટ 'ક્રિસ્ટોફર લિટલને પુસ્તકના અનુવાદોની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું અને આ કારણે લગભગ ૨૦ પ્રકાશકોને બોલાવવામાં આવ્યા હતા. મંજુલ પ્રકાશન દ્વારા કરવામાં આવેલા ઉત્તમ અનુવાદ કાર્યને કારણે એમને આ કાર્ય સોંપવામાં આવ્યું હતું. પહેલાં એવી અટકળો પણ લગાવવામાં આવી હતી કે અમિતાભ બચ્ચન હેરી પોટર ઔર પારસ પત્થર પુસ્તકનું વિમોચન કરશે, પરંતુ આ માત્ર એક અફવા સાબિત થઇ હતી.
મુખ્ય પ્રકાશિત પુસ્તકો તેમજ ઉપન્યાસ
ફેરફાર કરો- હેરી પોટર ઔર પારસ પત્થર (૨૦૦૨, નવેમ્બર)---અંગ્રેજ઼ી Harry Potter and the Sorcerer's Stone
- હેરી પોટર ઔર રહસ્યમયી તહખાના (૨૦૦૫, જુલાઈ)---અંગ્રેજ઼ી Harry Potter and the Chamber of Secrets
- હેરી પોટર ઔર અજ઼્કબાન કા ક઼ૈદી (૨૦૦૬, ફેબ્રુઆરી)---અંગ્રેજ઼ી Harry Potter and the Prisoner of Azkaban
- હેરી પોટર ઔર આગ કા પ્યાલા (૨૦૦૬, જુલાઈ)---અંગ્રેજ઼ી Harry Potter and the Goblet of Fire
- ડિક્શનરી ઓફ ફિલોસોફી
- ધ વિસડમ ઓફ ગાંધી
- ધ ઓડાઈસી ઓફ એનલાઈટમેંટ
- વર્લ્ડ-વાઈડ લાઓસ ઓફ લાઈફ
આવનારાં હેરી પોટરનાં પુસ્તકો
- હેરી પોટર ઔર ફીનિક્સ કા ક્ર્મ (શરૂઆતી ૨૦૦૭)
- શીર્ષકરહિત પુસ્તક નં. ૬ (ઓગસ્ટ-નવેમ્બર, ૨૦૦૭)
મંજુલ પ્રકાશન દ્વારા હેરી પોટર એંડ સોરસર્ર સ્ટોન (પારસ પત્થર) પુસ્તકને ગુજરાતી, બંગાળી, મરાઠી તથા મલાયાલમ ભાષાઓમાં પણ અનુવાદિત કરવામાં આવ્યું છે.