મંડા, જમ્મુ

જમ્મુ નજીક આવેલું ગામ અને સિંધુ સંસ્કૃતિનું સ્થળ

મંડા ભારતમાં જમ્મુ નજીક આવેલું એક ગામ છે. આ સ્થળ સિંધ સંસ્કૃતિના સૌથી ઉત્તરી સ્થળ તરીકે ગણવામાં આવે છે. ૧૯૭૬-૭૭ દરમિયાન અહીં ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા જે. પી. જોષી વડે અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું.[]

મંડા
મંડા, જમ્મુ is located in ભારત
મંડા, જમ્મુ
Shown within ભારત
સ્થાનમંડા, જમ્મુ અને કાશ્મીર, ભારત
અક્ષાંસ-રેખાંશ32°56′00″N 74°48′00″E / 32.93333°N 74.80000°E / 32.93333; 74.80000
પ્રકારરહેણાંક
ઇતિહાસ
સંસ્કૃતિઓસિંધુ ખીણની સંસ્કૃતિ

મંડામાં થયુેલું ખોદકામ ૯.૨૦ મીનું સ્તર ત્રિસ્તરીય ક્રમ સાથે પ્રથમ સમયગાળાના બે પેટા સમયનું સૂચન કરે છે. દ્વિતિય સમય ગાળામાં ઉત્તર ભારતના બીજા પ્રદેશોની જેવા માટીના વાસણો અને તૃત્રિય સમયગાળો કુશાન અવશેષો અને ૩ મીટર પહોળી શેરી દર્શાવે છે.[] કુશાન સમય પછી આ સ્થળ ઉજ્જડ બની ગયું હતું એવું લાગે છે.[]

ઐતિહાસિક મહત્વ

ફેરફાર કરો

મંડા ચિનાબ નદીના જમણા કાંઠા પર પીર પંજાલ પર્વતમાળાની તળેટીમાં જમ્મુથી ૨૮ કિમી દૂર ઇશાન દિશામાં આવેલું છે અને તેને સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી ઉત્તરનું સ્થળ ગણવામાં આવે છે.[]

એવું મનાય છે કે આ સ્થળની સ્થાપના હિમાલયની ટેકરીઓના પ્રદેશોમાંથી લાકડા મેળવવા અને તેમને સિંધુ સંસ્કૃતિના અન્ય સ્થળોએ મોકલવા માટે કરવામાં આવી હતી.[] આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું હોવાથી તે સિંધુ સંસ્કૃતિના સૌથી ઉત્તરી સ્થળ તરીકેનું મહત્વ મેળવે છે.

પ્રાપ્ત વસ્તુઓ

ફેરફાર કરો

પૂર્વ હડપ્પીય લાલ માટીના વાસણો (૧૫%-૨૫%), હડપ્પીય લાલ વાસણોમાં બરણીઓ, થાળીઓ, થાળીઓ મૂકવાનું માળખું, ખૂલ્લી બરણીઓ વગેરેનો સમાવેશ થાય છે. તાંબાની વસ્તુઓમાં સર્પાકાર બંગડીઓ (પશ્ચિમ એશિયા સાથે સંકળાયેલ), અસ્થિથી બનેલું તીર, પકવેલી માટીની મૂર્તિ, બંગડીઓ, ચપ્પાઓ વગેરેનો સમાવેશ થાય છે.[]

નોંધપાત્ર શોધોમાં હડપ્પીય લિપિ ધરાવતો ઘડો અને એક અપૂર્ણ સીલનો સમાવેશ થાય છે.[]

વધુ અવકાશ

ફેરફાર કરો

મર્યાદિત રીતે ખોદકામ કરવામાં આવ્યું હોવાથી, અહીં કોઇ ચોક્કસ બાંધકામ મળ્યું નથી. માત્ર એક તૂટેલી દિવાલ જેવું બાંધકામ મળ્યું છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Indian Archaeology 1976-77, A Review. Archeologival Survey of India, New Delhi.1980. Page 19-21. ASI સંગ્રહિત ૨૦૧૨-૦૫-૦૮ ના રોજ વેબેક મશિન
  2. ૨.૦ ૨.૧ "Archaeological Survey of India". મૂળ માંથી 2015-04-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-15.
  3. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો