મઢે ઘાટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં રાયગઢ જિલ્લાની સરહદે પુણેથી ૬૨ કિમી દક્ષિણ-પશ્ચિમમાં આવેલ છે અને તોરણા કિલ્લો, રાજગઢ, રાયગઢ કિલ્લો અને ભાટઘર બંધના સરોવરની વચ્ચે આવેલ છે. અહીંના ધોધનું નામ લક્ષ્મી ધોધ છે. તે સમુદ્ર સપાટીથી લગભગ ૮૫૦ મીટર જેટલી ઊંચાઈ પર સ્થિત છે અને તોરણા કિલ્લાની પાછળ ગાઢ જંગલોમાં આવેલું છે. આ સ્થાન ખાતેથી રાયગઢ કિલ્લો, લિંગાણા, વરંધા ઘાટ અને શિવથર ઘાટ જેવા વિશાળ વિસ્તારનો નજારો જોઈ શકાય છે.

Madhe ghat waterfall
મઢે ઘાટ ધોધ
કેલાડ ગામથી મઢે ઘાટ જવાનો રસ્તો
ઊંડી ખીણમાં પડતો મઢે ઘાટ પરનો ધોધ

ઇતિહાસમાં, જ્યારે તાનાજી માલુસરે નામના મરાઠા યોદ્ધા સિંહગઢની લડાઇ વખતે મૃત્યુ પામ્યા હતા, ત્યારે તેમના મૃતદેહને પોલાદપુર નજીક આવેલા તેમના વતન ઉમરાથે ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. તાનાજી માલુસરેની અંતિમયાત્રા આ મઢે ઘાટ માર્ગથી તેમના વતન લઈ જવામાં આવી હતી.

મઢે ઘાટથી બીરવાડી જવા માટે પગપાળા માર્ગ છે. આ ઉપરાંત મઢે ઘાટની તળેટીમાં ભગવાન શિવનું નાનકડું મંદિર છે, જેમાં પાણીની નાની ટાંકી છે, જેને "દેવ ટેક" કહેવામાં આવે છે. અહીંથી જમણી બાજુની ટેકરીની મધ્યમાં એક વધુ પાણીનો ધોધ અને ઐતિહાસિક માર્ગ જોઈ શકાય છે. આ માર્ગને "બોરત્યાચી નળ" કહેવામાં આવે છે, જેનો ઉપયોગ છત્રપતિ શિવાજીની સેના દ્વારા કોકણ વિસ્તાર તરફ જવા માટે કરવામાં આવતો હતો. આ વિસ્તાર ટ્રેકિંગ માટે પ્રખ્યાત સ્થળ બની ગયો છે.[૧] [૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. Khan, Ashwin (જૂન ૧૪, ૨૦૧૯). "Madhe ghat - A walk in the ghats". પૂને મીરર. મૂળ માંથી 2020-01-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦.
  2. (Writer), Shruti. "Crave Adventure? Embark On A Thrilling Trek To The Madhe Ghat Waterfall". લિટલ બ્લેક બુક (પબ્લિશર). મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦.