મઢ કિલ્લો

ઉત્તર મુંબઈના મઢ ટાપુ પર આવેલો નાનો કિલ્લો

મઢ કિલ્લો (જે વર્સોવા કિલ્લો પણ કહેવાય છે) એ ઉત્તર મુંબઈના મઢ ટાપુ પર આવેલો નાનો કિલ્લો છે. તે પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો[] અને ફેબ્રુઆરી ૧૭૩૯માં તેમણે તે મરાઠા સામ્રાજ્ય સામેના યુદ્ધમાં ગુમાવ્યો હતો. તે સુરક્ષિત અને મુશ્કેલીથી પહોંચી શકાય તેવો હતો. આ કિલ્લો મલાડથી ૧૫ કિમી આવેલો છે. બેસ્ટના બસ માર્ગ ક્રમાંક ૨૭૧ અથવા વર્સોવાથી હોડી સેવા દ્વારા ત્યાં પહોંચી શકાય છે.

મઢ કિલ્લો
વર્સોવા કિલ્લો
વર્સોવા તરફથી કિલ્લાનો દેખાવ
મઢ કિલ્લો is located in મુંબઈ
મઢ કિલ્લો
મુંબઈમાં સ્થાન
સામાન્ય માહિતી
પ્રકારકિલ્લો
સ્થાપત્ય શૈલીપોર્ટુગીઝ વસાહતી
સ્થાનમલાડ, મુંબઈ
અક્ષાંશ-રેખાંશ19°07′56″N 72°47′41″E / 19.132283°N 72.794785°E / 19.132283; 72.794785
માલિકભારતીય વાયુ સેના

આ કિલ્લો મઢ ગામની નજીક આવેલો છે. તે મઢ બસ સ્ટેન્ડથી લગભગ ૧ કિમીના અંતરે આવેલો છે. ૧૭મી સદીમાં આ કિલ્લો નિરિક્ષણ હેતુથી પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો. તે માર્વેની ખાડી અને કિનારાનો વ્યુહત્તામક દેખાવ આપે છે. તેનો બાહ્ય ભાગ ટકી રહ્યો છે પરંતુ આંતરિક ભાગ કાળગ્રસ્ત થઇ ચૂક્યો છે. હાલમાં તે ભારતીય વાયુસેનાની દેખરેખ નીચે છે, કારણ કે સૈન્યનું હવાઇમથક નજીકમાં આવેલું છે. કિલ્લાની અંદર જવા માટે વાયુસેનાની પરવાનગી લેવી પડે છે. કિલ્લાની આજુ-બાજુ માછીમાર સમુદાયની વસ્તી આવેલી છે.

લોકપ્રિયતા

ફેરફાર કરો

કેટલીક બોલીવુડની ફિલ્મો જેવી કે લવ કે લિયે કુછ ભી કરેગા અને મનમોહન દેસાઇની ૧૯૮૫ની ફિલ્મ મર્દ, ઝમાના દિવાના, ખલનાયક, શતરંજ, આપાતકાલ, અબ ઇન્સાફ હોગા, હમ દોંનો (૧૯૯૫) વગેરેનું શૂટિંગ અહીં થયું હતું. લોકપ્રિય ધારાવાહિક ચંદ્રકાંતા અને સી.આઇ.ડી. ના કેટલાંક હપ્તાઓનું શૂટિંગ અહીં થયું હતું.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Colonial Voyage - The website dedicated to the Colonial History". Colonial Voyage (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-01.