મણિલાલ ભગવાનજી દેસાઈ (જ. ૧૯ જુલાઈ ૧૯૩૯, અ. ૪થી મે ૧૯૬૬) ગુજરાતી કવિ હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ શહેર ખાતે લીધું હતું. તેમણે ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતક તેમ જ અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી. શિક્ષણ પુર્ણ થયા પછી તેઓ ઘાટકોપર(મુંબઈ) ખાતે ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક જોડાયા હતા. એમની રચનાઓનો જયંત પારેખ દ્વારા સંપાદન કરી મરણોત્તર અને એકમાત્ર કવિતા-સંગ્રહ ‘રાનેરી’ વર્ષ ૧૯૬૮માં પ્રગટ કરવામાં આવ્યો હતો.

મણિલાલ ભગવાનજી દેસાઈ
જન્મ૧૯ જુલાઈ ૧૯૩૯
ગોરગામ, વલસાડ, ગુજરાત
મૃત્યુ૪થી મે ૧૯૬૬
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયકવિ
ભાષાગુજરાતી
શિક્ષણએમ. એ.