મનાલી વન્યજીવ અભયારણ્ય
મનાલી અભયારણ્ય એ એક વન્યજીવન અભયારણ્ય છે, જે ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલ છે. આ અભયારણ્ય મનાલી શહેરથી લગભગ ૨ કિ. મી.ના અંતરે આવેલ મનાલ્સુ ખાડીના સ્ત્રાવ વિસ્તારમાંથી શરૂ થાય છે. તેનો માર્ગ મનાલી લોગ હટ અને ધુંગરી મંદિર પાસેથી દેવદાર, કેલ, બદામી નાની અખરોટ, અખરોટ અને મેપલના ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. કસ્તુરી હરણ, મોનલ અને ભૂરા રીંછ, ચિત્તો અને બરફના ચિત્તા જેવાં કેટલાક સામાન્ય પ્રાણીઓ અહીં જોવા મળે છે. જંગલી પહાડી બકરીઓનાં ટોળાંઓ પણ જોવા મળે છે, કે જે ઉનાળાની ઋતુમાં ગ્લેસિયર ઝોનમાં સ્થળાંતર કરે છે. આ અભયારણ્ય ૩૧.૮ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ વિસ્તારને ૨૬ ફેબ્રુઆરી ૧૯૫૪ના રોજ પંજાબ પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ પ્રોટેક્શન એક્ટ ૧૯૩૩ હેઠળ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- હિમાચલ પ્રવાસન સંગ્રહિત ૨૦૦૭-૦૧-૧૫ ના રોજ વેબેક મશિન
- હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર સંગ્રહિત ૨૦૧૯-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન