મનુ ભાકર

ભારતીય નિશાનેબાજ

મનુ ભાકર (જન્મ ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૨) એક ભારતીય ઓલિમ્પિયન છે જે નિશાનેબાજી (શૂટિંગ)ની રમતની ખેલાડી છે. તેણે ૨૦૨૪માં પેરિસમાં યોજાયેલા ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ રમતમાં કાંસ્ય પદક જીત્યો હતો, જે ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતનો પ્રથમ મેડલ હતો અને તે કોઈ પણ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા નિશાનેબાજ બની હતી.[] આ જ આવૃત્તિમાં, તેણે મિશ્ર ૧૦ મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં સરબજોત સિંહ સાથે ભાગીદારી કરીને ભારતને બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તે એક જ ઓલિમ્પિક્સમાં ૨ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

મનુ ભાકર
વ્યક્તિગત માહિતી
જન્મ (2002-02-18) February 18, 2002 (ઉંમર 22)
ગોરિયા, ઝજ્જર જિલ્લો, હરિયાણા, ભારત
Height168 cm (5 ft 6 in)
વજન60 kg (132 lb)
Sport
રમતનિશાનેબાજી

અગાઉ તેણે ૨૦૧૮ની રાષ્ટ્રમંડલ રમતો (કોમનવેલ્થ ગેમ્સ)માં ૧૬ વર્ષની વયે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને આઇએસએસએફ વિશ્વ કપમાં સુવર્ણ ચંદ્રક જીતનારી સૌથી નાની ઉંમરની ભારતીય પણ બની હતી.[]

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

મનુ ભાકરનો જન્મ હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં થયો હતો.[] તેના પિતા રામ કિશન ભાકર મર્ચન્ટ ભારતીય નૌકાદળમાં મુખ્ય એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ૧૪ વર્ષની ઉંમર સુધી તેણે મણિપુરી માર્શલ આર્ટ હુયેન લેંગલોન તેમજ બોક્સિંગ, ટેનિસ અને સ્કેટિંગ જેવી અન્ય રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને આ રમતોમાં રાષ્ટ્રીય સ્તરે પદક જીત્યા હતા.[][]

કારકિર્દી

ફેરફાર કરો

તેના પિતા દ્વારા ₹૧,૫૦,૦૦૦ના રોકાણ સાથે,[] ભાકરે સ્પર્ધાત્મક શૂટિંગ હાથ ધરવાનું નક્કી કર્યું. તેણે ૨૦૧૭ની એશિયન જુનિયર ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો અને સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી. કેરળ ખાતે યોજાયેલી ૨૦૧૭ની રાષ્ટ્રીય રમતોમાં ભાકરે નવ સુવર્ણચંદ્રકો જીત્યા[] અને વર્લ્ડ કપ પદક વિજેતા હીના સિદ્ધુને હરાવીને ફાઇનલમાં ૨૪૨.૩ પોઇન્ટ મેળવીને સિદ્ધૂનો ૨૪૦.૮ પોઇન્ટનો રેકોર્ડ તોડ્યો હતો.[]

વર્ષ ૨૦૧૮માં મેક્સિકો ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં ભાકરે મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલમાં બે વખત ચેમ્પિયન બની ચૂકેલી મેક્સિકોની એલેજાન્દ્રા ઝાવલાને હરાવીને સુવર્ણ પદક જીત્યો.[] ભાકરે એલેજાન્દ્રા સામેની અંતિમ મેચમાં ૨૩૭.૫નો સ્કોર કર્યો હતો.[] ૧૬ વર્ષની ઉંમરે સુવર્ણ પદક જીતીને ભાકર વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી નાની ઉંમરની ભારતીય બની હતી.[][][૧૦]

ભાકરે વર્લ્ડ કપમાં ૧૦ મીટર એર પિસ્તોલની મિશ્ર ટુકડી ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીએ સાથી ઓમ પ્રકાશ મિથરવાલ સાથે જોડી બનાવી હતી. આ જોડીએ ૪૭૬.૧ અંક નોંધાવી તેમના નીકટતમ પ્રતિસ્પર્ધી સેન્ડ્રા રેઈટ્ઝ અને ક્રિશ્ચિયન રેઈટ્ઝને (૪૭૫.૨ અંક) હરાવ્યા હતા.[૧૧][૧૨][૧૩][૧૪]

ભાકરે ૨૦૧૮ની રાષ્ટ્રમંડલ રમતોમાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ૩૮૮/૪૪ અંક મેળવ્યા હતા અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટના અંતિમ રાઉન્ડમાં તેણે ૨૪૦.૯ અંકનો નવો કોમનવેલ્થ ગેમ્સ કિર્તિમાન સર્જતાં સુવર્ણ પદક જીત્યો હતો.[૧૫][૧૬][૧૭]

૨૦૧૮ એશિયન ગેમ્સમાં તેણે ૨૫ મીટર એર પિસ્તોલ ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૫૯૩ અંકનો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. પરંતુ તે ત્યાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. તે ફાઇનલમાં ૬ઠ્ઠા સ્થાને રહી હતી.

યુથ ઓલિમ્પિક ૨૦૧૮માં મનુએ ૨૩૬.૫ના અંક સાથે મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યુ હતું. યુથ ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભમાં તેણીનીએ ભારતીય ધ્વજવાહક તરીકે પણ બહુમાન મેળવ્યું હતું. ૧૬ વર્ષીય મનુ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારી ભારતની સૌપ્રથમ નિશાનેબાજ અને મહિલા એથ્લીટ બની હતી.

ફેબ્રુઆરી ૨૦૧૯માં તેણે દિલ્હીમાં ૨૦૧૯ના આઈએસએસએફ વર્લ્ડ કપમાં ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો હતો.[૧૮][૧૯]

મે ૨૦૧૯માં મ્યુનિક આઇએસએસએફ વર્લ્ડ કપમાં ચોથા સ્થાન પર રહેલી મનુએ ૧૦ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું હતું. ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં તેની પિસ્તોલ જામ થવાથી તેની બંદૂક ફાયરિંગ ન કરી શકવાને કારણે તેને રમતમાંથી ખસી જવાની ફરજ પડી હતી.

તેણે ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં એશા સિંઘ અને રિધમ સાંગવાન સાથે ભારત માટે સુવર્ણ પદક જીત્યો હતો.[૨૦]

તેણે ૨૦૨૪માં પેરિસમાં યોજાયેલા ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ રમતમાં કાંસ્ય પદક જીત્યો હતો, જે ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતનો પ્રથમ મેડલ હતો અને તે કોઈ પણ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા નિશાનેબાજ બની હતી. આ જ આવૃત્તિમાં, તેણે મિશ્ર ૧૦ મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં સરબજોત સિંહ સાથે ભાગીદારી કરીને ભારતને બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તે એક જ ઓલિમ્પિક્સમાં ૨ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

આંરરરાષ્ટ્રીય કારકિર્દી

ફેરફાર કરો

ઓલિમ્પિક રમતોત્સવ

ફેરફાર કરો
વર્ષ સ્પર્ધા સ્થળ રમત સ્થાન અંક
૨૦૨૦ ૨૦૨૦ ઓલિમ્પિક રમતોત્સવ ટોક્યો ૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ ૧૨મું ૫૭૫
૨૫ મીટર પિસ્તોલ મહિલાઓ ૧૫મું ૫૮૨
૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી ૭ મું તબક્કો ૧: ૫૮૨;
તબક્કો ૨: ૩૮૦
૨૦૨૪ ૨૦૨૪ ઓલિમ્પિક રમતોત્સવ પેરિસ ૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ   યોગ્યતા: ૫૮૦
અંતિમ : ૨૨૧.૭
૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી   યોગ્યતા: ૫૮૦
અંતિમ : ૧૬-૧૦
૨૫ મીટર પિસ્તોલ મહિલાઓ ૪થું યોગ્યતા: ૫૯૦
અંતિમ : ૨૮

વિશ્વ ચેમ્પિયનશિપ

ફેરફાર કરો
વર્ષ સ્પર્ધા સ્થળ રમત સ્થાન અંક
૨૦૧૮ ISSF ચેમ્પિયનશિપ ચાંગવોન ૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ ૧૩મું ૫૭૪
૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ ૧૨મું ૭૬૭
૨૫ મીટર પિસ્તોલ મહિલાઓ ૧૦મું ૫૮૪

યુવા ઓલિમ્પિક રમતોત્સવ

ફેરફાર કરો
વર્ષ સ્પર્ધા સ્થળ રમત સ્થાન અંક
૨૦૧૮ ૨૦૧૮ યુવા ઓલિમ્પિક રમતોત્સવ બ્યૂનસ આયર્સ ૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ   ૫૭૬; Final:૨૩૬.૫
[૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી   ૭૫૧; Final:૩

જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ

ફેરફાર કરો
વર્ષ સ્પર્ધા સ્થળ રમત સ્થાન અંક
૨૦૨૧ ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ લીમા ૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ   ૫૭૪; Final:૨૪૧.૩

જુનિયર વર્લ્ડ કપ

ફેરફાર કરો
વર્ષ સ્પર્ધા સ્થળ રમત સ્થાન અંક
૨૦૧૮ ૨૦૧૮ જુનિયર વર્લ્ડ કપ સીડની ૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ   ૫૭૦; Final:૨૩૫.૯
૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી   ૭૭૦; Final:૪૭૮.૯
૨૫ મીટર પિસ્તોલ મહિલાઓ ૪થું ૫૭૪; Final:૧૮
સુહલ ૧૦ મીટર એર પિસ્તોલ મહિલાઓ   ૫૭૩; Final:૨૪૨.૫
૨૫ મીટર પિસ્તોલ મહિલાઓ ૫મું ૫૭૯; Final:૧૯
૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી   ૭૬૬; Final:૪૭૪.૪
  1. "Manu Bhaker wins India's 1st medal of Paris Olympics 2024, a bronze in 10m air pistol". The Indian Express. 28 July 2024.
  2. ૨.૦ ૨.૧ Dutt, Tushar (6 March 2018). "Haryana shooter creates history, is youngest Indian to win World Cup gold". The Times of India. મેળવેલ 10 March 2018.
  3. "She aims to win | Manu Bhaker". India Today (અંગ્રેજીમાં). 10 July 2021. મેળવેલ 25 July 2024.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Manu Bhaker, jack of all trades but master of one, wins 10m pistol gold medal at World Cup". The Indian Express (અંગ્રેજીમાં). 6 March 2018. મેળવેલ 10 March 2018.
  5. "South Korea's Oh Ye Jin sets Olympic shooting record for gold". ESPN.
  6. PTI (24 December 2017). "Manu Bhaker picks up ninth gold at National Shooting Championship". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 22 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 30 March 2018.
  7. Selvaraj, Jonathan (8 April 2018). "Bindra: Manu's talented but it will get tougher for her". ESPN (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 8 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 April 2018.
  8. "Manu Bhaker, 16-year-old from Haryana, wins 2nd gold at ISSF shooting World Cup". Hindustan Times (અંગ્રેજીમાં). 6 March 2018. મૂળ સંગ્રહિત માંથી 11 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2018.
  9. "Who is Manu Bhaker? Meet 16-year-old Indian shooter who created history by winning second gold in World Cup". The Financial Express (અંગ્રેજીમાં). 6 March 2018. મૂળ સંગ્રહિત માંથી 17 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 16 March 2018.
  10. Scott, Chris (8 April 2018). "16-year-old breaks Commonwealth Games record to win shooting gold for India". CNN. મૂળ સંગ્રહિત માંથી 8 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 April 2018.
  11. "India's gold rush continues as Manu Bhaker, Om Prakash Mitharval finish first in 10m Air Pistol mixed team final". The Indian Express (અંગ્રેજીમાં). 6 March 2018. મૂળ સંગ્રહિત માંથી 11 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2018.
  12. "ISSF World Cup: 16-year-old Manu Bhaker wins gold in women's pistol event" (અંગ્રેજીમાં). 5 March 2018. મૂળ સંગ્રહિત માંથી 11 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2018.
  13. "Manu Bhaker shoots gold in Women's 10m Air Pistol". The Times of India. 5 March 2018. મૂળ સંગ્રહિત માંથી 6 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 6 March 2018.
  14. "Manu Bhaker wins second gold at Shooting World Cup". The Times of India. 7 March 2018. મૂળ સંગ્રહિત માંથી 6 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 6 March 2018.
  15. "CWG 2018: On debut, teenaged Manu Bhaker shoots gold, Heena Sindhu silver". The Times of India. 17 April 2018. મૂળ સંગ્રહિત માંથી 8 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 April 2018.
  16. Rajaraman, G (8 April 2018). "Commonwealth Games 2018: Superwomen Manu Bhaker, Punam Yadav, Manika Batra lead charge as India end Day 4 on a high". Firstpost. મૂળ સંગ્રહિત માંથી 9 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 April 2018.
  17. Rao, Santosh (8 April 2018). "Commonwealth Games 2018: Manu Bhaker, 16, Shatters Games Record To Clinch Gold, Heena Sidhu Bags Silver | Commonwealth Games News". NDTV (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 9 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 April 2018.
  18. Sharma, suposh (27 February 2019). "Bhaker, Chaudhry end World Cup on a high; win 3rd Gold for India". Sports Flashes (અંગ્રેજીમાં). મૂળ માંથી 28 February 2019 પર સંગ્રહિત. મેળવેલ 27 February 2019.
  19. NDTVSports.com. "ISSF World Cup 2019: Manu Bhaker, Saurabh Chaudhary Win Gold in 10m Air Pistol Mixed Team Event | Shooting News". NDTVSports.com (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 27 February 2019 પર સંગ્રહિત. મેળવેલ 27 February 2019.
  20. Singh, Philem Dipak (2023-09-27). "Asian Games: Indian trio bags gold in women's 25m pistol event". ThePrint (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 27 September 2023 પર સંગ્રહિત. મેળવેલ 2023-09-27.