મહેબૂબ ખાન
મહેબૂબ ખાન (૭ સપ્ટેમ્બર ૧૯૦૭- ૨૮ મે ૧૯૬૪) આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક હતા.[૨]
મહેબૂબખાન | |
---|---|
ભારતીય ટપાલ ટિકિટ પર મહેબૂબ ખાન અને ફિલ્મ 'મધર ઇન્ડિયા'નું દૃશ્ય | |
જન્મની વિગત | મહેબૂબખાન રમઝાનખાન 9 September 1907 બીલીમોરા, બરોડા સ્ટેટ, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 28 May 1964 બોમ્બે, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 56)
અંતિમ સ્થાન | બડા કબ્રસ્તાન, મરાઈન લાઇન્સ, મુંબઈ |
વ્યવસાય | ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા |
સક્રિય વર્ષો | ૧૯૩૧–૧૯૬૨ |
જીવનસાથી | ફાતિમા (અલગ થઈ ગયેલ) સરદાર અખ્તર |
સંતાનો | ૪; એક દત્તક |
સન્માનો | પદ્મશ્રી (૧૯૬૩)[૧] |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ બીલીમોરા, વલસાડ જિલ્લા ખાતે થયો હતો. તેમનું મૂળ નામ રમતન ખાન હતું. તેઓએ પ્રાથમિક શિક્ષણ મદરેસામાંથી લીધું હતું.[૨]
કારકિર્દી
ફેરફાર કરોહિન્દી ફિલ્મોમાં શરૂઆત તેમણે નાના મોટા અભિનયથી કરેલી પરંતુ તેઓ ભારતીય સિનેજગતમાં ખ્યાતનામ ફિલ્મનિર્માતા તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. ઇ.સ. ૧૯૨૭માં ઇમ્પિરિયલ કંપની ચોરમાં અભિનય કર્યો. ત્યારબાદ તેઓ વાર્તાલેખન તરફ વળ્યાં. તેમની એક વાર્તા પરથી ઇ.સ.૧૯૩૪માં જજમેન્ટ ઓફ અલ્લાહ નામની એક ફિલ્મ પણ બનેલી. તેઓએ સાત ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. હતું. ઇ.સ. ૧૯૪૦માં તેમણે પર્લબકની નવલકથા મધર પરથી ઔરત કર્યું. આ ફિલ્મની સફળતાથી તેઓની ગણના પ્રથમ પંક્તિના દિગ્દર્શકોમાં થવા લાગી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે રોટી ફિલ્મનું સર્જન કર્યું. ઇ.સ. ૧૯૪૯માં અંદાજ અને ૧૯૫૨માં આન જેવી ફિલ્મોની રજૂઆત કરી તેઓ હિન્દી સિનેજગત પર પોતાનો જાદુ છોડવામાં સફળ રહ્યા. ઇ.સ. ૧૯૫૭માં તેમણે નિર્માણ કરેલ ફિલ્મ મધર ઇન્ડિયા આજે પણ હિન્દી ફિલ્મજગતમાં માઇલસ્ટોન ગણાય છે. ઇ.સ. ૧૯૨૮માં મહેબૂબ પ્રોડક્શન નામે કંપની શરૂ કરી. જેના નેજા હેઠળ નજમા, તકદીર, અંદાજ, અણમોલ ઘડી જેવી યાદગાર ફિલ્મો આપી. ઇ.સ. ૧૯૫૦માં તેમણે પોતાના સ્વતંત્ર સ્ટુડિયોની સ્થાપના કરી. તેમની ફિલ્મ કંપનીનો લોગો (પ્રતીક) દાતરડું અને હથોડી હતાં.[૨]
સન્માન
ફેરફાર કરો- ૧૯૫૮ – ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ નિર્દેશક પુરસ્કાર – મધર ઇન્ડિયા.
- ઇ.સ. ૧૯૬૩માં ભારત સરકાર દ્વારા હિન્દી ફિલ્મજગતમાં તેમના પ્રદાન બદલ તેમને પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
- ૩૦ માર્ચ, ૨૦૦૭માં ભારત સરકારના ટપાલ વિભાગે મહેબૂબ ખાનની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૩][૪]
ફિલ્મોગ્રાફ (નિર્દેશક)
ફેરફાર કરોવર્ષ | ફિલ્મ |
---|---|
૧૯૪૩ | નજમા |
૧૯૪૫ | હુમાયું |
૧૯૪૬ | અનમોલ ઘડી |
૧૯૪૯ | અંદાજ |
૧૯૫૨ | આન |
૧૯૫૪ | અમર |
૧૯૫૭ | મધર ઇન્ડિયા |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Padma Awards | Interactive Dashboard". મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-26.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધરો. ગાંધીનગર: માહિતિ કમિશ્નર, ગુજરાત રાજ્ય. November 2014. પૃષ્ઠ ૭૬.
- ↑ "Postal stamp on Mehboob Khan to be released today". Indian Express. 30 March 2007.
- ↑ "ફિલાઇન્ડિયા". ફિલાટેલિઆ. January 2008.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |