પ્રાથમિક શાળાનાં અભ્યાસ પછીનું શિક્ષણ માધ્યમિક શાળાઓમાં થાય છે. માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ ૮ થી ૧૦ સુધીનું શિક્ષણ. આ માધ્યમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને માધ્યમિક શાળા કહેવાય છે. ગુજરાત રાજ્યના મોટાભાગનાં શહેરો અને ઘણાં ગામોમાં માધ્યમિક શાળા આવેલી છે.

ઘણાં મોટાં શહેરોમાં ગુજરાતી સિવાયની ભાષાઓના માધ્યમની શાળાઓ પણ આવેલી છે.