માનસી પારેખ ગોહિલ એક ભારતીય અભિનેત્રી, ગાયિકા, નિર્માતા અને સામગ્રી સર્જક છે. તેણે ઘણી ભારતીય ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલોમાંની એક સિરિયલ સુમિત સંભાલ લેગા, જેમાં તેણીના પાત્રનું નામ માયા હતું, જે બાદ તેણી ઘણી ફેમસ થઈ ગઈ છે. આ સિરિયલમાં તેના અભિનય માટે, તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની ભૂમિકા મળી. તેણીએ ઝી ટીવીનો રિયાલિટી શો સ્ટાર યા રોકસ્ટાર ગાયક તરીકે પણ જીત્યો છે. આ સાથે, તેણે સૌલ સૂત્ર નામનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે, જેમાં તેણી ડિજિટલ કન્ટેન્ટ બનાવે છે.

માનસી પારેખ ગોહિલ
જન્મની વિગત (1986-07-10) 10 July 1986 (ઉંમર 37)[૧]
અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી, મોડલ, ગાયિકા
સક્રિય વર્ષો2008 થી હાલ સુધી
પ્રખ્યાત કાર્યગુલાલ, સુમિત સંભાલ લેગા, ડિયર ફાધર
જીવનસાથી
પાર્થિવ ગોહિલ (લ. 2008)
સંતાનો1
સંબંધીઓમહેશ પારેખ (પિતા), મનીષા પારેખ (મા)

અંગત જીવન ફેરફાર કરો

માનસીનો જન્મ ગુજરાતમાં થયો હતો, અને મુંબઈમાં જ તેણી મોટી થઈ હતી. જો કે, શરૂઆતથી મુંબઈમાં રહેતા હોવા છતાં, તેણી મોટાભાગે ગુજરાત સાથે સંકળાયેલી છે અને ઘણી વખત તેણીએ ગુજરાતની મુસાફરી કરી છે. તેણીને સંગીતનો પણ ખૂબ શોખ છે અને તેણી પુરષોત્તમ ઉપાધ્યાયની ચાહક છે.[૨] તેણે 2008માં પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ થોડા વર્ષો પછી સંતાન પ્રાપ્તિ માટે તેમની કારકિર્દી પર ધ્યાન આપવાનું નક્કી કર્યું અને બાદમાં તેમને નિરવી નામની પુત્રી જન્મી. [૩]

અભિનય ફેરફાર કરો

માનસીએ ટીવી સિરિયલોમાં અભિનયની શરૂઆત 2004માં કિતની મસ્ત હૈ ઝિંદગીથી કરી હતી, પરંતુ 2005માં સ્ટાર વનની સિરિયલ ઈન્ડિયા કૉલિંગથી તેણી પ્રસિદ્ધિ પામી હતી. તેણીએ ગીત રિયાલિટી શોમાં ઝી ટીવી રિયાલિટી શો સ્ટાર યા રોકસ્ટાર જીત્યો અને પછી સ્ટાર પ્લસ સિરિયલ ગુલાલમાં અભિનય કર્યો. આ પછી, તે 9X ચેનલની સીરિયલ રિમોટ કંટ્રોલમાં પણ જોવા મળી હતી અને તે પછી તતેણી સ્ટાર વનની લાફ્ટર કે ફટકેમાં પણ જોવા મળી હતી.

આ પછી, તેણીએ એક પ્રેમકથા પર આધારિત તમિલ ફિલ્મ લીલાઈમાં અભિનેતા શિવ પંડિત સાથે અભિનય કર્યો, આ ફિલ્મ એપ્રિલ 2012માં રિલીઝ થઈ હતી. આ પછી, માનસીએ પણ યે કૈસી લાઈફ સાથે હિન્દીમાં પ્રવેશ કર્યો, જે ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. [૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Thanks for birthday wishes". Instagram. 11 July 2018.
  2. Jambhekar, Shruti (April 10, 2014). "Manasi Parekh Gohil's love for Gujarati culture". The Times of India. મૂળ માંથી 23 अगस्त 2018 પર સંગ્રહિત. મેળવેલ 17 मार्च 2019. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "Manasi Parekh Gohil: With Nirvi's birth, many things became insignificant for me". टाइम्स ऑफ इंडिया. 12 मई 2018. મેળવેલ 17 मार्च 2019. Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "Hindi actors learn Tamil for good performance in 'Leelai'". મૂળ માંથી 23 जुलाई 2011 પર સંગ્રહિત. મેળવેલ 17 मार्च 2019. Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો