માર્કો પોલો
માર્કો પોલો (English pronunciation: /ˈmɑrkoʊ ˈpoʊloʊ/ (listen); ઢાંચો:IPA-it) (c . 1254 – જાન્યુઆરી 8, 1324) વેનેશિઅન પ્રજાસત્તાકનો એક વેપારી હતો જેણે ધ મિલિયન લખ્યું હતું, આ પુસ્તકે મધ્ય એશિયા અને ચીનમાં યુરોપીયનોનો પરિચય કરાવ્યો હતો. તે તેમના પિતા અને કાકા, નિકોલો અને માફેઓના વખતે વેપાર કરતાં શીખ્યા, એશિયાનો પ્રવાસ કર્યો અને કુબ્લાઇ ખાનને મળ્યા. માર્કોના પિતા તેમને પ્રથમ વખત મળવા માટે 1269માં વેનિસ પરત આવ્યા. આ લોકોમાંથી ત્રણ વ્યક્તિએ એશિયાનો વીરરસભર્યો પ્રવાસ કરીને 24 વર્ષ પછી પરત ફર્યા બાદ જોયું કે વેનિસ જીનોઆ સાથે યુદ્ધે ચડ્યું છે; માર્કોને જેલમાં પૂરી દેવાતાં, તેણે તેની પ્રવાસની વાતો જેલના સાથીને લખાવી હતી. તેમને 1299માં છોડી દેવામાં આવ્યા. બાદમાં તે શ્રીમંત વેપારી બન્યા, લગ્ન કર્યા અને ત્રણ સંતાનોના પિતા પણ બન્યા. 1324માં તેમનું મૃત્યુ થયા બાદ તેમને સાન લોરેન્ઝોમાં દફનાવવામાં આવ્યા હતા.
માર્કો પોલો | |
---|---|
માર્કો પોલોનું છબિ ચિત્ર[Note ૧] | |
જન્મની વિગત | અંદાજે ૧૨૫૪ વેનેટિક રિપબ્લિક |
મૃત્યુ | January 8, 1324 વેનિસ, વેનેટિક રિપબ્લિક | (ઉંમર 69)
વ્યવસાય | વેપારિ, અન્વેષક |
સંતાનો | ફેન્ટિના, બેલ્લેલા અને મોરેટા |
ધ મિલિયન નો બાદમાં અનુવાદ કરી, મઠારી અને હાથથી લખીને નવા સ્વરૂપે સ્વીકાર થયો, તેની કોઇ સત્તાવાર આવૃતિ ઉપલબ્ધ નથી. આ પુસ્તકમાં તેમના પિતાના કુબ્લાઇ ખાનને મળવા સુધીના પ્રવાસનું દસ્તાવેજીકરણ છે. કુબ્લાઇ ખાને તેમના પિતાને દૂત બની પોપ સાથે સંવાદ સાધવા માટે કહ્યું હતું. આ ઘટનાથી માર્કોની ખોજ એકરથી લઇને ચીનમાં અને મોંગોલ દરબાર સુધી પહોંચી ગઇ. માર્કોએ તેમના એશિયાના વ્યાપક પ્રવાસની વાતો, તેના પછીની તેમની અંતિમ વાપસીઢાંચો:Mi to km અને 24 વર્ષના સાહસોની વાતો ખાન વતી લખી.
તેમના પ્રવાસે કોલંબસ[૧] અને અન્યને પ્રવાસ કરી નવો ચીલો પાડવાની પ્રેરણા આપી હતી. માર્કો પોલોના અન્ય વારસામાં વેનિસ માર્કો પોલો એરપોર્ટ, માર્કો પોલો ઘેટું તેમજ કેટલાક પુસ્તક અને ફિલ્મોનો સમાવેશ થાય છે. યુરોપીયન નકશા દોરવાની વિદ્યા પર પણ તેમની અસર હતી જે ફ્રા મૌરો મેપને દાખલ કરવા તરફ દોરી ગઇ હતી.
જીવન
ફેરફાર કરોબાળપણથી જીનોઆની કેદ સુધી
ફેરફાર કરોમાર્કો પોલોના જન્મના સ્થળ અને સમય વિશે કોઇ જાણકારી નથી, તે વિશેની વર્તમાન થીયરીઓ મોટેભાગે અટકળ આધારિત જ છે. જોકે, સૌથી વધુ ચોક્કસ લખાતી તારીખ 1254ની આસપાસ છે,[Note ૨] અને એક વાત સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે કે તેમનો જન્મ તો વેનેશિઅન પ્રજાસત્તાકમાં થયો હતો.જ્યારે ચોક્કસ જન્મસ્થળ અજાણ્યું છે, મોટાભાગના ચરિત્રલેખકો માર્કો પોલોના વતન તરીકે વેનિસ તરફ જ ઇશારો કરે છે.[Note ૩][૨] તેમના પિતા નિકોલો વેપારી હતા જેઓ મધ્યપૂર્વના દેશો સાથે વેપાર કરી શ્રીમંત બન્યા અને ઘણી પ્રતિષ્ઠા પણ કમાયા.[૩][૪]
નિકોલો અને તેમના ભાઈ માફેઓ બંને માર્કોનો જન્મ પણ થયો નહોતો તે પહેલા વેપારી વહાણમાં નીકળી પડ્યા હતા.[૪] 1260માં, નિકોલો અને માફેઓ કોન્સ્ટેન્ટિનોપલમાં રહેતા હતા જ્યાં તેમને રાજકીય ઉથલપાથલની શક્યતા લાગતા, બધી મિલકતોને વેચીની ઝવેરાતના સ્વરૂપમાં લઇને નીકળી ગયા.[૩] ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો પ્રમાણે તેઓ મોટાભાગના એશિયામાંથી પસાર થયા હતા અને કુબ્લાઇ ખાનને મળ્યા હતાં.[૫] તે દરમિયાન માર્કો પોલોના માતાનું મૃત્યુ થતાં તેમના કાકા અને કાકીએ તેમને ઉછેર્યા હતા.[૪] પોલો સુશિક્ષિત હતા, તેમજ વિદેશી ચલણ, વસ્તુનું મૂલ્યાંકન અને માલવાહક વહાણનું સંચાલન જેવા વેપારને લગતા વિષયો તે ભણ્યા હતા,[૪] જોકે તેઓ લેટિન ભાષા થોડી શીખ્યા હતા અથવા શીખ્યા જ નહોતા.[૩]
1269માં, નિકોલો અને માફેઓ વેનિસ પરત ફર્યા અને માર્કો પોલોને પ્રથમ વાર મળ્યા. 1271માં, માર્કો પોલો (સાત વર્ષની ઉંમરે), તેમના પિતા અને કાકા શ્રેણીબદ્ધ સાહસો માટે એશિયાના પ્રવાસે નીકળી પડ્યા હતાં જેના વિશે બાદમાં માર્કોના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું. 24 વર્ષ બાદ 1295માં તેઓ પુષ્કળ ખજાના અને સંપત્તિ સાથે વેનિસ પરત ફર્યા. તેમણે લગભગ સમગ્ર પ્રવાસ કર્યો હતો15,000 miles (24,140 km).[૪]
તેમની વાપસી વખતે વેનિસ જીનોઆ સાથે યુદ્ધે ચડ્યું હતું, અને માર્કોને કેદી તરીકે પકડી લેવામાં આવ્યો હતો. તેમણે કેદના અમુક મહિના પોતાના જેલના સાથી રુસ્ટિશેલો દા પિસાને પ્રવાસના વિસ્તૃત વર્ણન લખાવવામાં પસાર કર્યા,[૪] રુસ્ટિશેલોએ તેમાં પોતાની વાર્તાઓ તેમજ ચીનમાંથી ભેગા કરેલા પ્રસંગકથાઓ અને વર્તમાન પ્રવાહોને પણ વણી લીધા. આ પુસ્તક ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો તરીકે જાણીતું બન્યું અને તે પોલોના એશિયાભરના પ્રવાસને વર્ણવે છે. આ પુસ્તકે યુરોપને ચીન, ભારત, જાપાન સહિતના દૂરના પૂર્વના દેશોની આંતરિક કામગીરી દર્શાવતું પ્રથમ વ્યાપક વર્ણન આપ્યું હતું.[૬] માર્કો પોલોને આખરે 1299ના ઓગસ્ટ મહિનામાં મુક્ત કરવામાં આવ્યા,[૪] અને તે તેમના વતન વેનિસ પરત ફર્યા, જ્યાં તેમના પિતા અને કાકાએ મધ્ય વિસ્તારમાં કોન્ટ્રાદા સાન જીઓવાન્ની ક્રિસોસ્ટોમો નામે વિશાળ મકાન ખરીદી રાખ્યું હતું. કંપનીએ તેનું કામ ચાલુ રાખ્યું અને ટૂંક સમયમાં જ માર્કો શ્રીમંત વેપારી બની ગયા. પોલોએ અન્ય ઘણા અભિયાનોને આર્થિક મદદ કરી પરંતુ વેનિસ ક્યારેય છોડ્યું નહીં. 1300ની સાલમાં તેમણે વેપારી વાઇટાલે બાદોઅરની પુત્રી ડોનાટા બાદોઅર સાથે લગ્ન કર્યા.[૭] તેમને ફેન્ટિના, બેલ્લેલા અને મોરેટા નામની ત્રણ દિકરીઓ હતી.[૮]
મૃત્યુ
ફેરફાર કરો1323ની સાલમાં, પોલો બીમાર થતાં પથારીવશ થઇ ગયા. 1324માં 8 જાન્યુઆરીએ ચિકિત્સકોના તેમને સાજા કરવાના પ્રયત્નો છતાં પોલો મરણપથારીએ પડ્યા હતાં. તેમની વસિયત લખવા અને પ્રમાણિત કરવા માટે તેમના કુટુંબે સાન પ્રોકોલોના જીઓવાન્ની ગિયુસ્તિઆનિ નામના પાદરીને વિનંતી કરી. જેને પગલે તેમના પત્ની ડોનાટા અને ત્રણ દિકરીઓને સંયુક્ત વારસ તરીકે નીમવામાં આવ્યા. કાયદા પ્રમાણે ચર્ચને તેમની મિલકતમાંથી અમુક હિસ્સો મેળવવાનો અધિકાર હતો; તેમણે તેને મંજૂરી આપી અને વધારાની રકમ તેઓ જ્યાં અંતિમવિધિ ઇચ્છતા હતાં તે સાન લોરેન્ઝોના મઠને આપવા માટેનો આદેશ આપ્યો.[૯] તેમણે "તાર્તાર ગુલામ"ને પણ મુક્ત કર્યો જેને કદાચ તેમને એશિયાથી સાથ આપ્યો હતો.[૧૦]
તેમણે તેમની કેટલીક માલિકીની વસ્તુઓ સહિતની બાકીની મિલકતોને વ્યક્તિઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ તેઓ જોડાયેલા હોય તેવા દરેક વેપારી સંસ્થા અને મહાજનો વચ્ચે વહેંચી દીધી.
તેમણે તેમના સાળી(કે ભાભી)ના 300 લિરા સહિત ઘણા લોકોના દેવાં પણ માફ કરી દીધા, અને અન્ય દેવાં સાન જીઓવાન્ની, સાન પાઉલો ઓફ ધ ઓર્ડર ઓફ પ્રીચર્સ અને ફ્રાઅર બેન્વેન્યુટો નામધારી પાદરી માટે માફ કર્યા. તેમણે જીઓવાન્ની ગિયુસ્તિઆનિને તેમના નોટરી તરીકેના કાર્ય અને પ્રાર્થના માટે 220 સોલ્ડી ચૂકવાનો આદેશ આપ્યો હતો.[૯] વસિયતમાં પોલોએ સહી કરી નહોતી, પરંતુ તે સમયે પ્રચલિત "સિગ્નમ મેનસ" કાયદા પ્રમાણે તેને પ્રમાણિત કરવામાં આવી હતી. તે કાયદા પ્રમાણે વસિયતકર્તાએ દસ્તાવેજને કાયદા પ્રમાણે બંધનકર્તા બનાવવા માટે માત્ર તેનો સ્પર્શ જ કરવાનો હતો,[૧૧] આ વસિયત 9 જાન્યુઆરી, 1324ની તારીખની હતી. વેનેશિઅન કાયદો દિવસને સૂર્યાસ્ત સમયે પૂરો થયેલો ગણતો હોવાથી, માર્કો પોલોની ચોક્કસ મૃત્યુનિથિ નક્કી કરી શકાતી નથી, પણ તે 8 અને 9 જાન્યુઆરી, 1324ના સૂર્યાસ્ત વચ્ચેની હતી.[૯]
ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો
ફેરફાર કરોમાર્કો પોલોના પુસ્તકની સત્તાવાર આવૃતિ અસ્તિત્વમાં નથી તેમજ અગાઉની હસ્તપ્રતોથી ઘણી અલગ પડે છે. તેમના પુસ્તકની પ્રકાશિત આવૃતિઓ કાં તો એક જ પ્રતને આભારી છે, કેટલીક આવૃતિઓનું ભેગુ કે નોંધો ઉમેરીને કરાયેલું મિશ્રણ છે. ઉદાહરણ તરીકે હેનરી યુલ દ્વારા કરવામાં આવેલો અંગ્રેજી અનુવાદ. 1938માં પ્રકાશિત થયેલા એ.સી.મૌલ અને પોલ પેલિઓટ દ્વારા કરાવામાં આવેલો અન્ય અંગ્રેજી અનુવાદ લેટિન હસ્તપ્રસ્ત પર આધારિત છે અને તે કેથેડ્રલ ઓફ ટોલેડોની લાઇબ્રેરીમાંથી 1932માં મળી આવ્યો હતો. આ અનુવાદ અન્ય આવૃતિઓ કરતા 50 ટકા લાંબો હતો.[૧૨] તેના વિવિધ ભાષાના આશરે 150 જેટલા સ્વરૂપો અસ્તિત્વમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને પ્રિન્ટિંગ પ્રેસ ઉપલબ્ધ ન હોવાને કારણે તેની નકલ અને અનુવાદ કરવામાં ઘણી ભૂલો થઇ હતી. જે બાદમાં વિવાદોમાં પરિણમી હતી.[૧૩]
વાર્તાઓ
ફેરફાર કરોપુસ્તકની શરૂઆત તેમના પિતા અને કાકા, બેર્કે ખાન રાજાના પ્રદેશ બોલઘરના પ્રવાસે જાય છે તેની પ્રસ્તાવનાથી થાય છે. એક વર્ષ બાદ તેઓ ઉકેક ગયા અને બુખારામાં જ રહ્યા હતા.[૧૪] ત્યાં, લેવન્ટ દૂતે તેમને કુબ્લાઇ ખાનને મળવા માટે આમંત્રણ આપ્યું, જે ક્યારેય યુરોપીયનોને મળ્યા નહોતા[૧૫]. 1266માં તેઓ દાદુમાં કુબ્લાઇ ખાનના દરબારમાં પહોંચ્યા, જે હાલમાં ચીનના બેઇજિંગમાં છે. ખાને આ બંને ભાઈને સરભરા સાથે આવકાર્યા અને તેમને યુરોપીયન કાયદાકીય અને રાજકીય વ્યવસ્થા વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા[૧૬] તેમણે પોપ અને રોમના ચર્ચ વિશે પણ પૂછપરછ કરી.[૧૭] બંને ભાઈઓએ સવાલોના જવાબ આપ્યા બાદ તેમણે પોપને એક પત્ર પહોંચાડવાનું કામ સોંપ્યુ, આ પત્રમાં સાત કળાઓ(વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ભૂમિતિ, અંકગણિત, સંગીત અને ખગોળશાસ્ત્ર)ના જાણકાર 100 ખ્રિસ્તીઓને આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. કુબ્લાઇ ખાને વિનંતી કરી હતી કે વળતાં દૂત મને જેરૂસલેમના દીવામાંથી તેલ પણ લાવી આપે.[૧૮] 1268માં પોપ ક્લેમેન્ટ ચોથાના મૃત્યુ અને તેમના અનુગામીની ચૂંટણી વચ્ચે લાંબો સમય સીડે વેકેન્ટે (ખાલી સીટ) રહેવાથી બંને પોલો ખાનની વિનંતીને પરિપૂર્ણ કરાવી શક્યા નહી. તેઓ ઇજીપ્ત પ્રદેશના પોપના રાજદૂત થીઓબાલ્ડ વિસ્કોન્તીના સૂચનને અનુસરીને 1269 કે 1270માં નવા પોપના નામકરણની રાહ જોવા માટે વેનિસ પરત આવ્યા. જેને લીધે માર્કો તેના પિતાને પંદર કે સોળ વર્ષની ઉંમરે પ્રથમ વખત મળી શક્યા.[૧૯]
1271માં, નિકોલો, માફેઓ અને માર્કો પોલોએ ખાનની વિનંતીને પરિપૂર્ણ કરવા માટે પોતાનું દરિયાઇ અભિયાન છેડ્યું. તેઓ એકર સુધી દરિયાઇ માર્ગે જઇને બાદમાં ઊંટ પર સવારી કરીને પર્સિયન બંદર હોર્મુઝ સુધી પહોંચ્યા. તેઓ ચીન સુધી દરિયાઇ માર્ગે જવા ઇચ્છતા હતા, પરંતુ વહાણો દરિયામાં ચલાવવા લાયક ન હોવાથી, હાલના ઝાન્ગજિઆકોઉ પાસે આવેલો કુબ્લાઇ ખાનનો ઉનાળું મહેલ શાંગદુ ન આવ્યો ત્યાં સુધી તેમણે જમીનમાર્ગે જવાનું જ ચાલુ રાખ્યું. વેનિસ છોડ્યાના સાડા ત્રણ વર્ષ પછી જ્યારે માર્કો 21 વર્ષનો હતો, ત્યારે ખાને તમામ પોલોને તેમના મહેલમાં આવકાર આપ્યો.[૪] તેમના પહોંચવાની ચોક્કસ તારીખ જાણીતી નથી, પણ વિદ્વાનો તે 1271થી 1275 વચ્ચે હોવાનું અનુમાન કરે છે.[Note ૪] મોન્ગોલ દરબારમાં પહોંચ્યા પછી, તમામ પોલોએ જેરૂસલેમનું પવિત્ર તેલ અને પોપના પત્રો તેમના આશ્રયદાતાને ભેટ ધર્યા.[૩]
માર્કો પોલો ચાર ભાષાના જાણતા હતા, અને તેમના કુટુંબે જ્ઞાનનો ખજાનો એકત્રિત કર્યો હતો જે ખાન માટે ઉપયોગી હતો. તે શક્ય હતું કે તે સરકારી અધિકારી બન્યા હોત;[૪] તેમણે ચીનના દક્ષિણ અને પૂર્વ પ્રાંતો, દક્ષિણના દૂરના દેશો તેમજ બર્માની શાહી મુલાકાતો વિશે લખ્યું હતું.[૨૦]
કુબ્લાઇ ખાને ચીન છોડવાની પોલોની વિનંતીને ફગાવી દીધી હતી. તેઓ ઘરે સલામત પરત ફરવા બાબતે ચિંતીત બન્યા હતા, કારણ કે તેમની માન્યતા હતી કે ખાનના મરવાના કિસ્સામાં તેમની સાથેના નજીકના સબંધોને કારણે તેના દુશ્મન સામે આવી જશે. 1292માં, પર્સિયાના તે સમયના શાસક એવા ખાનના ભત્રીજાના દીકરાએ યોગ્ય પત્નીની શોધ કરવા માટે ચીન તેના પ્રતિનિધિઓને મોકલ્યા હતા, તે લોકોએ પોલો કુટુંબને તેમની સાથે જોડાવા કહ્યું જેથી કરીને તેમને જાન સાથે પર્સિયા પરત ફરવાની પરવાનગી મળે - આ જાન એ જ વર્ષે દક્ષિણ ચીનના ઝાઇતુનથી 14 સઢવાળા વહાણ લઇને નીકળી હતી. જાન સિંગાપોર બંદર સુધી દરિયાઇમાર્ગે પહોંચી, ઉત્તરમાં સુમાત્રા સુધી પ્રવાસ કર્યો અને ભારતની દક્ષિણ ટોચ ફરીને છેવટે અરબી સમુદ્ર પસાર કરીને હોર્મુઝ પહોંચી. બે વર્ષની આ યાત્રા વિનાશક રહી હતી - કાફલાના છસો લોકોમાંથી (ખલાસીઓ સિવાયના) માત્ર અઢાર જ જીવતા રહ્યા હતા (ત્રણેય પોલો સાથે).[૨૧] હોર્મુઝ પહોંચ્યા પછી પોલો કુટુંબે જાન છોડી દીધી અને કાળા સમુદ્ર પરના ટ્રેબિઝોન્ડ બંદર સુધી જમીનમાર્ગે પ્રવાસ કર્યો, જે હાલમાં ટ્રેબ્ઝોનથી જાણીતું છે.[૪]
વારસો
ફેરફાર કરોવધુ શોધખોળ
ફેરફાર કરોયુરોપના જીઓવાન્ની દા પિઆન ડેલ કાર્પાઇન જેવા અન્ય ઓછા જાણીતા શોધકર્તાઓએ પણ ચીનની સફર કરી હતી, પણ પોલોના પુસ્તકે સાબિત કરી દીધું હતું કે તેમનો પ્રવાસ વ્યાપક રીતે જાણીતો બન્યો હોય તેવો પ્રથમ પ્રવાસ હતો. ક્રિસ્ટોફર કોલંબસ પોલોના દૂરના પૂર્વના દેશોના વર્ણનોથી તે સ્થળોની જાતમુલાકાત લેવા સુધી પ્રેરાયા હતા; તેમના સામાનમાં હાથથી કરવામાં આવેલા ટીકાટિપ્પણવાળી તે પુસ્તકની નકલ રહેતી હતી.[૧] પૂર્વની ખ્રિસ્તી રાજાશાહી વિશેના પોલોના લખાણોથી પ્રેરાઇને બેન્ટો દ ગોઇસઢાંચો:Mi to km ત્રણ વર્ષમાં આખું મધ્ય એશિયા ફરી વળ્યા હતા. તેઓ ક્યારેય કોઇ સામ્રાજ્ય શોધી શક્યા નહોતા પરંતુ 1605માં તેમનો પ્રવાસ મશહૂર, ચીનની દીવાલ પર પૂરો થયો અને તેમણે સાબિત કર્યું કે માટેઓ રિક્કી જેને "ચીન" કહેતા તે કેથે હતું.[૨૨]
સ્મારકો
ફેરફાર કરોઓવિસ એરિસ ની પેટાજાતિ એવા માર્કો પોલો ઘેટાંનું નામ તેના શોધનાર પરથી પડ્યું છે,[૨૩] જેણે 1271માં પામિર(પ્રાચીન માઉન્ટ ઇમેઓન) પરથી પસાર થતી વખતે તેનું વર્ણન કર્યું હતું.[Note ૫] 1851માં, ત્રણ ધ્વજસ્તંભ ધરાવતું ક્લિપર સેન્ટ જોહ્નમાં બંધાયું, ન્યુ બ્રુનસ્વિકે પણ તેનું નામ લીધુ; ધ માર્કો પોલો વિશ્વની સફર 6 મહિનાની અંદર પૂરી કરનારું પ્રથમ વહાણ બન્યું.[૨૪] વેનિસમાં આવેલા એરપોર્ટનું નામ વેનિસ માર્કો પોલો એરપોર્ટ રાખવામાં આવ્યું છે,[૨૫] અને હોન્ગ કોન્ગની ફ્લેગ કેરિયર કેથે પેસિફિકનો ફ્રીક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ "ધ માર્કો પોલો ક્લબ" તરીકે ઓળખાય છે.[૨૬] ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલોને બ્રાયન ઓસ્વાલ્ડ ડોન્ન-બાયરનની મેસેર માર્કો પોલો અને ગેરી જેનિંગ્સની 1984ની નવલકથા ધ જર્નીયર માં કલ્પનાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ઇટાલો કેલ્વિનોની નવલકથા ઇનવિઝિબલ સિટીઝ માં પણ પોલો મહત્વના પાત્ર તરીકે જોવા મળે છે. ગિયુલિઆનો મોન્ટેલ્ડો નિર્દેશિત અને પોલોના પ્રવાસનું વર્ણન કરતી 1982ની ટેલિવિઝિન મિનિ સીરીઝ માર્કો પોલો એ બે એમ્મી એવોર્ડ જીત્યા હતા અને વધુ છ માટે નોમિનેટ થઇ હતી. [૨૭] 2008ની વ્યૂહરચનાની વીડિયો ગેમ સિવિલાઇઝેશન રીવોલ્યુશનમાં માર્કો પોલો ગ્રેટ એક્ષ્પ્લોરર તરીકે દ્રશ્યમાન થાય છે.[૨૮]
નકશા દોરવાની વિદ્યા
ફેરફાર કરોમાર્કો પોલોના પ્રવાસે યુરોપીયન નક્શા દોરવાની વિદ્યાના વિકાસ પર થોડી અસર કરી હોઇ શકે છે, આ વિદ્યા અંતે સદી બાદ યુરોપીયન શોધ સમુદ્રયાત્રાઓ તરફ દોરી ગઇ.[૨૯] જીઓવાન્ની બાતિસ્તા રામુઝિઓના કહ્યા મુજબ 1453નો ફ્રા મૌરો નક્શો આંશિક રીતે માર્કો પોલો દ્વારા કેથેથી લવાયેલા નક્શા પર આધારિત હતો:
- That fine illuminated world map on parchment, which can still be seen in a large cabinet alongside the choir of their monastery (the Camaldolese monastery of San Michele di Murano) was by one of the brothers of the monastery, who took great delight in the study of cosmography, diligently drawn and copied from a most beautiful and very old nautical map and a world map that had been brought from Cathay by the most honourable Messer Marco Polo and his father.|Giovanni Battista Ramusio[૨૯]
આ પણ જુઓ
ફેરફાર કરોઐતિહાસિક
ફેરફાર કરો- પ્રોજેક્ટ ગુટેનબર્ગ ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો - વોલ્યુમ 1 બાય માર્કો પોલો એન્ડ રુસ્ટિશેલો ઓફ પિસા[૩૦] એન્ડ વોલ્યુમ 2[૩૧]
- ધ સિલ્ક રોડ, જેના પર માર્કો પોલોએ પ્રવાસ કર્યો હતો.
- ક્રોનોલોજી ઓફ યુરોપીયન એક્ષ્પ્લોરેશન ઓફ એશિયા
- 1990ના દાયકાના શરૂઆતના વર્ષોમાં બે મિત્રોએ (દેનિસ બેલ્લિવ્યુ અને ફ્રાન્સિસ ઓ'ડોનેલ), માર્કો પોલોના વેનિસથી ચીન સુધીના માત્ર જમીનમાર્ગ અને દરિયાથી કરવામાં આવેલા પ્રવાસના રસ્તા દ્વારા જ પ્રવાસની યોજના ઘડી કાઢી.[૩૨]
ઐતિહાસિક કલ્પના
ફેરફાર કરો- 2007માં આવેલી ટેલિવિઝન મિનિ સીરીઝ માર્કો પોલો માં માર્કો પોલોને ચીનમાં એકલો છોડી દેવામાં આવે છે જ્યારે તેમના કાકા અને પિતા વેનિસમાં તેમની સાથેના પુનઃમિલન માટે વર્ષો પછી પરત ફરે છે. આ સીરીઝમાં બ્રાયન ડેન્નેહીને કુબ્લાઇ ખાનની અને ઇયાન સમર્હાલ્દરને માર્કોની ભૂમિકામાં બતાવવામાં આવ્યા હતા.[૩૩]
- 1982માં કેન માર્શલ અને રૂઓચેંગ યિંગને દર્શાવતી અને જેને બનાવવામાં એક વર્ષ લાગ્યું તે મિનિ સીરીઝ વધુ વિગતવાર અને ઐતિહાસિક રીતે ચોક્કસ હતી.[૩૪]
નોંધ
ફેરફાર કરો- ↑ The exact source is unknown, but the portrait originated from a 16th century painting in the Gallery of Monsignor Badia in Rome. Inscription: Marcus Polus venetus totius orbis et Indie peregrator primus. It appears in the Nordisk familjebok Berg 1915, p. 1261
- ↑ ઘણા સૂત્રો આ તારીખ દર્શાવે છે; Britannica 2002, p. 571એ દર્શાવે છે કે "1254માં કે તેની આસપાસ જન્મ્યા હતા. (આ તારીખ, તેમના જીવન સાથે સંદર્ભ ધરાવતી અન્ય તમામ મોટી ઘટનાઓની જેમ અનુમાન આધારિત અંદાજ છે.)"
- ↑ કેટલાક સૂત્રો (દા.ત.Burgan 2002, p. 7) સૂચવે છે કે પોલો હાલના ક્રોએશિયા અને તે વખતના ડાલ્મેશિયામાં આેલા ટાપુ કોર્કુલામાં જન્મ્યા હતાં. 0}Korcula info વેબસાઇટ દર્શાવે છે કે, "પોલો કોર્કુલામાં જન્મ્યા હોવાની માન્યતા છે, જોકે આ થીસિસને સમર્થન આપતા પુરાવા ખૂબ જ ઉપરછલ્લા છે." ટાપુ પર "Birthpace of Marco Polo" અસ્તિવત્વ ધરાવે છે(website).
- ↑ ડ્રોગોન ચોગ્યલ ફાંગ્પા નામના તિબેટના સાધુ અને કુબ્લાઇ ખાનના વિશ્વાસુએ તેમની ડાયરીમાં 1271માં કુબ્લાઇ ખાનના એક વિદેશી મિત્રની મુલાકાત વિશે લખ્યું હતું - શક્ય છે કે તે સૌથી મોટા પોલો કે માર્કો પોલો પોતે જ હોય. જોકે કોઇ નામ લખવામાં આવ્યું નથી. જો આમ ન હોય તો, તેમના પહોંચવાની વધુ સંભવિત તારીખ 1275માં છે (અથવા 1274 , જાપાનીઝ વિદ્વાન માત્સુઓ ઓટાગીના સંશોધન પ્રમાણે).(Britannica 2002, p. 571)
- ↑ Yule & Cordier 1923, ch.18દર્શાવે છે કે, "તે સમયે ગધેડા જેટલા મોટા ઘેટા હતા; અને તેમની પૂંછડી એટલી બધી લાંબી અને જાડી હતી કે એક પૂછડી 30 પાઉન્ડ વજનની તો હોવી જ જોઇએ. તેઓ સારી ચરબીના ઢોર છે."
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Landström 1967, p. 27
- ↑ Bergreen 2007, p. 25
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Britannica 2002, p. 571
- ↑ ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ Parker 2004, pp. 648–649
- ↑ Yule & Cordier 1923, ch.1–9
- ↑ Bram 1983
- ↑ Bergreen 2007, p. 532
- ↑ Power 2007, p. 87
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ Bergreen 2007, pp. 339–342
- ↑ Britannica 2002, p. 573
- ↑ બિબ્લિઓટેકા માર્સિઆના, સંસ્થા પોલોના વસિયતનામાનો અસલી દસ્તાવેજ ધરાવે છે. Venezia.sbn.it
- ↑ Bergreen 2007, pp. 367–368
- ↑ Edwards, p. 1
- ↑ Yule & Cordier 1923, ch. 2
- ↑ Yule & Cordier 1923, ch. 3
- ↑ Yule & Cordier 1923, ch. 5
- ↑ Yule & Cordier 1923, ch. 6
- ↑ Yule & Cordier 1923, ch. 7
- ↑ Yule & Cordier 1923, ch. 9
- ↑ W. Marsden (2004), Thomas Wright, ed. (PDF), The Travels pf Marco Polo, The Venetian (1298), archived from the original on 2009-02-19, https://web.archive.org/web/20090219141709/http://web.soas.ac.uk/burma/pdf/Polo.pdf, retrieved 2009-07-14
- ↑ બોયલ, જે.એ. (1971). માર્કો પોલો એન્ડ હિસ ડિસ્ક્રિપ્સન ઓફ ધ વર્લ્ડ. હિસ્ટરી ટુડે . વોલ્યુમ. 21 , નં.11 . Historyoftoday.com
- ↑ Winchester 2008, p. 264
- ↑ Bergreen 2007, p. 74
- ↑ Lubbock 2008, p. 86
- ↑ Brennan, D. (2009-02-01), Lost in Venice, WalesOnline, archived from the original on 2009-08-30, https://web.archive.org/web/20090830062732/http://www.walesonline.co.uk/travel/travel-news/2009/02/01/lost-in-venice-91466-22826493/, retrieved 2009-07-15
- ↑ Cathay Pacific Airways (2009), The Marco Polo Club, Cathay Pacific Airways Limited, archived from the original on 2012-08-18, https://www.webcitation.org/6A0UsK3Fl?url=http://www.cathayforbusiness.com/freqfly/marcopoloclub.asp, retrieved 2009-07-13
- ↑ Academy of Television Arts & Sciences, http://www.emmys.org/awards/awardsearch.php, retrieved 2009-07-06(સર્ચિંગ ફોર "માર્કો પોલો", એન્ડ યર 1982 )
- ↑ સિવિલાઇઝેશન રીવોલ્યુશન: ગ્રેટ પીપલ સંગ્રહિત ૨૦૧૧-૦૩-૧૭ ના રોજ વેબેક મશિન "સિવફેનેટિક્સ" રીટ્રીવ્ડ ઓન 4 સપ્ટેમ્બર 2009
- ↑ ૨૯.૦ ૨૯.૧ Falchetta 2006, p. 592
- ↑ Gutenberg.org, પ્રોજેક્ટ ગુટેનબર્ગ ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો - વોલ્યુમ 1 બાય માર્કો પોલો એન્ડ રુસ્ટિશેલો ઓફ પિસા
- ↑ Gutenberg.org "ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો" — વોલ્યુમ 2 બાય માર્કો પોલો એન્ડ રુસ્ટિશેલો ઓફ પિસા
- ↑ WLIW.org સંગ્રહિત ૨૦૧૦-૦૯-૦૨ ના રોજ વેબેક મશિન, "ઇન ધ ફૂટસ્ટેપ્સ ઓફ માર્કો પોલો", પીબીએસ 2009
- ↑ IMDb.com, માર્કો પોલો ટીવી મિનિ-સીરિઝ 2007
- ↑ IMDb.com, માર્કો પોલો ટીવી મિનિ-સીરિઝ 1982
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- Basil, Lubbock (2008), The Colonial Clippers, Read Books, ISBN 9781443771191
- Berg, R. G:son; Söderberg, V. (1915) (in Swedish), Nordisk familjebok (en. Nordic familybook) (Uggleupplagan ed.), Stockholm: Project Runeberg, http://runeberg.org/nfca/0687.html
- Bergreen, Laurence (2007), Marco Polo: From Venice to Xanadu, London: Quercus, ISBN 9781847243454
- Bram, Leon L.; Robert S., Phillips; Dickey, Norma H. (1983), Funk & Wagnalls New Encyclopedia, New York: Funk & Wagnalls, ISBN 9780834300514(આર્ટિકલ રીપબ્લિશડ ઇન ૨૦૦૬ વર્લ્ડ એલમેનક બુક્સ, History.com પરથી ઓનલાઇન ઉપલબ્ધ)
- Britannica Editors (2002), "Marco Polo", The New Encyclopædia Britannica Macropedia, 9 (15 ed.), Encyclopædia Britannica, Inc, ISBN 9780852297872
- Burgan, Michael (2002), Marco Polo: Marco Polo and the silk road to China, Mankato: Compass Point Books, ISBN 9780756501808, http://books.google.com/?id=3aPF0rgdslUC&dq=Marco+Polo:+Marco+Polo+and+the+silk+road+to+China&printsec=frontcover&q=Korcula
- Edwards, Mike (2005), Marco Polo, Part 1, Washington, D.C.: National Geographic Society, http://ngm.nationalgeographic.com/ngm/0105/feature1/index.html
- Falchetta, Piero (2006), Fra Mauro's World Map, Turnhout: Brepols, ISBN 2503517269
- Landström, Björn (1967), Columbus: the story of Don Cristóbal Colón, Admiral of the Ocean, New York City: Macmillan
- McKay, John; Bennet Hill and John Buckler (2006), A History of Western Society (Eighth ed.), Houghton Mifflin Company, p. 506, ISBN 0618522662
- Parker, John (2004), "Marco Polo", The World Book Encyclopedia, 15 (illustrated ed.), United States: World Book, Inc., ISBN 9780716601043
- Power, Eileen Edna (2007), Medieval People, BiblioBazaar, ISBN 9781426467776
- Winchester, Simon (2008-05-06), The Man Who Loved China: Joseph Needham and the Making of a Masterpiece, New York: HarperCollins, ISBN 9780060884598
- Wood, Frances (1998), Did Marco Polo Go To China?, Westview Press, ISBN 0813389992, http://books.google.com/?id=yMRVjwNIqW0C&printsec=frontcover&dq=Did+Marco+Polo+Go+to+China%3F&q=
- Yule, Henry; Cordier, Henri (1923), The Travels Of Marco Polo, Mineola: Dover Publications, ISBN 9780486275864, http://en.wikisource.org/wiki/The_Travels_of_Marco_Polo
વધું વાંચન
ફેરફાર કરો- Daftary, Farhad (1994), The Assassin legends: myths of the Ismaʻilis (2 ed.), I.B. Tauris, pp. 213, ISBN 9781850437055
- Hart, H. Henry (1948), Marco Polo, Venetian Adventurer, Kessinger Publishing
- Otfinoski, Steven (2003), Marco Polo: to China and back, New York: Benchmark Books, ISBN 0761414800