માર્શલ ટાપુઓનો રાષ્ટ્રધ્વજ

પ્રશાંત મહાસાગરમાં સ્થિત માર્શલ ટાપુઓનો રાષ્ટ્રધ્વજ મે ૧, ૧૯૭૯ના રોજ સ્વતંત્રતા મળ્યા બાદ સ્વીકૃતિ પામ્યો. તેને એમલૈન કાબુઆએ ચિત્રિત કર્યો હતો અને તેઓ તે સમયે રાષ્ટ્રના પ્રથમ મહિલા હતા.[૧]

માર્શલ ટાપુઓ
પ્રમાણમાપ૧૦:૧૯
અપનાવ્યોમે ૧, ૧૯૭૯
રચનાભૂરા પશ્ચાદભૂમાં ધ્વજદંડ તરફના નીચેના ખૂણાથી ઉદભવતા કેસરી અને સફેદ રંગની ત્રાંસી પટ્ટીઓ અને ઉપરના ભાગમાં ધ્વજદંડ તરફ સફેદ રંગનો ૨૪ ખૂણાવાળો સૂર્ય

ઈતિહાસ ફેરફાર કરો

માર્શલ ટાપુઓનો વહીવટ અમેરિકન સરકારના હાથમાં હતો. તેમાં માર્શલ ટાપુઓ, પલાઉ અને માઈક્રોનેશિયાના રાષ્ટ્રો છુટા પડ્યા. આ જ વિસ્તારના અન્ય દેશોની જેમ તેનો ધ્વજ પણ દેશનું મહાસાગરમાં સ્થાનને પ્રતિનિધિત્વ આપે છે. ધ્વજમાં ત્રાંસા પટ્ટા વિષુવવૃત્તનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપર રહેલ સિતારો ઉત્તર ગોળાર્ધમાં રહેલ ટાપુનું સૂચક છે. સફેદ અને કેસરી રંગ સૂર્યોદય અને સૂર્યાસ્તના સૂચક છે. તે શાંતિ અને વીરતાના પણ સૂચક ગણાય છે. સૂર્યના ૨૪ ખૂણા ૨૪ ચૂંટણી માટેની બેઠકો સૂચવે છે. ચાર લંબાયેલ શિરોબિંદુઓ મુખ્ય સાંસ્કૃતિક સ્થળોના સૂચક છે.

ગેલેરી ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "RMI Flag". Office of the President of the Marshall Islands. મૂળ માંથી August 5, 2013 પર સંગ્રહિત. મેળવેલ September 16, 2015.

બાહ્ય કડીઓ ફેરફાર કરો