મિચ્છામિ દુક્કડં એ પ્રાચીન પ્રાકૃત ભાષાનો એક રૂઢિ પ્રયોગ છે, જેનો અર્થ - મારા સર્વ પાપ મિથ્યા થાવ - થાય છે.[૧]

પ્રતિક્રમણ (જૈન પ્રાર્થના, અર્થાત "મનોમંથન") પછી, જૈનો જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે.[૨] બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.[૩] આ માફી એકબીજાને મિચ્છામિ દુક્ક્ડં કહીને માંગવામાં આવે છે. તેનો અર્થ એ રીતે થાય છે,"જાણતાં કે અજાણતાં, વિચારમાં, શબ્દ દ્વારા કે કોઈ ક્રિયા દ્વારા જો મેં તમને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો હું તમારી ક્ષમા માંગુ છું".[૨] કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી.[૩]

વ્યુત્પત્તિ ફેરફાર કરો

મિચ્છા મે દુક્કડમપ્રાકૃત ભાષાનું વાક્ય છે જે સામાન્ય રીતે જૈન ગ્રંથોમાં ઉલ્લેખાયેલું જોવા મળે છે. તેનું સંસ્કૃત સંસ્કરણ છે 'मिथ्या मे दुष्कृतम्'-'મિથ્યા મે દુષ્કૃતમ'. તે જૈન સંતોની આચાર સંહિતાના એક વિભાગ સાથે સંબંધિત છે જેને આવશ્યક કહેવાય છે.[૪] તેનો શબ્દશઃ અર્થ થાય છે "મારાં બધાં અનિષ્ટ નિરર્થક થાય".[૫] વાક્યમાં મિથ્યાનો અર્થ નિરર્થક બનવું, મે એટલે મારું અને દુષ્કૃતમનો અર્થ ખરાબ કાર્યો છે. આમ આ વાક્ય ક્ષમાપના માટે કરવામાં આવે છે જેમાં બોલનાર વ્યક્તિ સામેવાળા પાસે પોતે કરેલા કોઈ દુર્વ્યવહાર કે ખોટા કર્મોને ક્ષમા કરવાની યાચના કરે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ચૅપલ સી. કે (૨૦૦૬) જૈનીસમ એન્ડ ઈકોલોજી: નોનવાયોલેન્સ ઈન ધ વેબ ઓફ લાઈફ દીલ્હી: મોતીલાલ બનારસીદાસ પબ્લીકેશન. ISBN 9788120820456 પૃ.૪૬
  2. ૨.૦ ૨.૧ પ્રીતી શ્રીવાસ્તવ (૨૦૦૮-૦૮-૩૧). "વિનંતિ માફી માટે". ઈંડિયન એક્સપ્રેસ. મૂળ માંથી 2012-10-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૧૧-૧૧.
  3. ૩.૦ ૩.૧ હેસ્ટીંગ્સ, જેમ્સ (૨૦૦૩), એનસાયક્લોપીડિયા એન્ડ રિલીજીયન એથીક્સ પાર્ટ ૧૦, કીસિંજર પબ્લીશિંગ ISBN 9780766136823 પૃ.૮૬૭
  4. Kristi L. Wiley (2009). The A to Z of Jainism. Scarecrow. પૃષ્ઠ 170. ISBN 978-0-8108-6337-8.
  5. Robert Williams (1991). Jaina yoga: a survey of the mediaeval śrāvakācāras. Motilal Banarsidass. પૃષ્ઠ 203–205. ISBN 81-208-0775-8.