કઢી લીમડો એ એક બારેમાસ લીલુંછમ રહેતી એક વનસ્પતિ છે આ વનસ્પતિને હિંદી ભાષામાં कढ़ी पत्ते का पेड़, (મુરાયા કોએનિજી, (Murraya koenigii; ) સિન (syn) બર્ગેરા કોએનિજી, (Bergera koenigii), ચલ્કાસ કોએનિજી (Chalcas koenigii)) પણ કહેવાય છે. ઉષ્ણકટિબંધીય તથા સમ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળતા રુતાસેઈ (Rutaceae) પરિવારનું એક નાના કદનું ઝાડ છે, જે મૂળ રૂપે ભારત સાથે જોડાયેલું છે. ખાસ કરીને રસાદાર વ્યંજનોમાં વાપરવામાં આવતાં આ ઝાડનાં પાંદડાંને "કઢી લીમડાનાં પત્ત્તા" કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને "મીઠા લીમડાનાં પત્તાં" પણ કહે છે. તેના તમિલ નામનો અર્થ છે, એવાં પાંદડાં કે જેનો ઉપયોગ રસાદાર વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. કન્નડ ભાષામાં તેનો શબ્દાર્થ - "કાળો લીમડો" થાય છે, કેમ કે તેનાં પર્ણો દેખાવમાં કડવા લીમડાનાં પર્ણો જેવાં જ હોય છે. પરંતુ આ કઢી પત્તાના ઝાડનો લીમડાના ઝાડ સાથે કોઈ સંબંધ નથી. દરઅસલ મીઠા લીમડાનાં પત્તાં તમાલપત્ર અથવા તુલસીનાં પત્તાં, કે જે ભૂમધ્યસાગરના પ્રદેશમાં જોવા મળતાં સુગંધી પર્ણો કરતાં ખુબજ અલગ છે.

Curry Tree
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Rutaceae
Genus: 'Murraya'
Species: ''M. koenigii''
દ્વિનામી નામ
Murraya koenigii
(L.) Sprengel[]
નાનાં સફેદ રંગનાં સુગંધી ફૂલ.
પરિપક્વ અને અપરિપક્વ ફળ
પશ્ચિમ બંગાળ, ભારતના જલપાઈગુડ઼ી જિલ્લામાં બુક્સા ટાઇગર રિઝર્વ ખાતે જયંતી.

આ ઝાડ કદમાં નાનું હોય છે જેની ઉંચાઈ ૪- ૬ મીટર હોય છે અને જેના થડનો વ્યાસ ૪૦ સેં.મી. સુધીનો હોય છે. એનાં પાંદડાં અણીદાર હોય છે, દરેક ઉપડાળીમાં ૧૧ થી ૨૧ પર્ણોની લાઇન હાર હોય છે અને આવી ઉપડાળી ૨ થી ૪ સેં.મી. જેટલી લાંબી તથા ૧ થી ૨ સેં.મી. જેટલી પહોળી હોય છે. આ પાંદડાં અત્યંત ખ઼ુશબૂદાર હોય છે. એનાં ફૂલ કદમાં નાનાં, સફ઼ેદ રંગ ધરાવતાં અને ખ઼ુશબૂદાર હોય છે. એનાં નાનાં નાનાં, ચમકતા કાળા રંગનાં ફળ તો ખાય શકાય છે, પરંતુ એનાં બીજ ઝેરી હોય છે.

આ પ્રજાતિને વનસ્પતિ વિશેષજ્ઞ ચુનિલલ્નું નામ આપવામાં આવ્યું છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Murraya koenigii information from NPGS/GRIN". www.ars-grin.gov. મૂળ માંથી 2009-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-11.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો