મીનું દોરાબ એડનવાળા (૨૧ ઓક્ટોબર, ૧૯૨૭) ગુજરાતી નિબંધકાર અને પ્રાધ્યાપક છે.

તેમનો જન્મ પુણેમાં થયો હતો. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી તેઓએ મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી (બોમ્બે યુનિવર્સિટી) અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમ.એસ. તથા ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તેઓ હાલમાં વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક (નિવૃત્ત) છે.[]

અમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજ્યપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકનોનો પરિચય કરાવતી પુસ્તિકા અમેરિકા આવું છે (૧૯૬૯) એમણે લખેલી છે.

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો