મૃદુકાય સમુદાય (અંગ્રેજી ભાષા:Mollusca) એ પ્રાણીસૃષ્ટિ પૈકીનો એક સમુદાય છે. પ્રાણીઓના મૃદુ એટલે કે કોમળ કે નરમ શરીરને આધારે વર્ગીકૃત કરી જીવવિજ્ઞાનીઓ દ્વારા આ સમુદાય બનાવવામાં આવેલો છે.

Molluscs
Temporal range: Ediacaran or Cambrian - Recent
Caribbean Reef Squid, Sepioteuthis sepioidea
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Mollusca
Linnaeus, 1758
સાયપ્રેઆ (Cypraea), કોડી (Cowrie). આશરે ૮૦ % ઓળખાયેલા મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓ ગેસ્ટ્રોપોડ્સ(gastropods) છે.

આ સમુદાયમાં આવતાં પ્રાણીઓનાં શરીર કોમળ, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્ચ કે અસમરચના ધરાવે છે. આ પ્રાણીઓ મીઠા પાણીમાં, સમુદ્રમાં કે ભીની જમીન પર મુક્તજીવી તરીકે વસવાટ કરે છે. તેમની શરીરરચના નાજુક અને ખંડવિહીન હોય છે. તેનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું, શ્વસનરંજક તરીકે હીમોસાયેનીનની હાજરીવાળું હોય છે. તેનાં ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ કોથળીઓ હોય છે. તે એક મૃદુપગ દ્વારા (કેટલાંક પ્રાણીઓમાં તે મુખહસ્તોમાં રૂપાંતરીત હોય છે) પ્રચલન કરે છે. તેનાં કંકાલ શરીર ફરતે એક ભાગમાં કે એકબીજા સાથે જોડાયેલા બે ભાગમાં, ચૂના (કેલ્શીયમ)ના, કોન્ચીન કે કોન્ચીઓલીન વડે બનેલાં કવચવાળાં હોય છે. તે એકલિંગી કે ઉભયલિંગી રૂપાંતરણ દ્વારા પ્રજનન કરે છે.

ઉદાહરણ : પાઈલા, કાઈટોન, ઑક્ટોપસ, ગોકળગાય, શંખ, કોડી, છીપલું વગેરે પ્રાણીઓ આ સમુદાયમાં આવે છે.