મેદુવડાં
દક્ષિણ ભારતની અડદની દાળમાંથી બનતી વાનગી
મેદુવડાં એક દક્ષિણ ભારતની વાનગી છે. હવે તે સમગ્ર ભારતમાં પ્રચલિત છે. આ વાનગી અડદની દાળમાંથી બને છે અને તે તળેલી વાનગી છે, તેથી તે પચવામાં ભારે છે. આ વડા ગોળ હોય છે અને તેમાં વચ્ચે કાણું હોય છે, વચ્ચે કાણું હોવાથી વડાની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. આને લીધે વડાં મોટા હોવા છતાં અંદર સુધી બરાબર સીજી જાય છે, સ્વાદિષ્ટ એવા કરકરા ભાગમાં પણ વધારો થાય છે અને વડાંનો દેખાવ પણ સુંદર થાય છે.
કૃતિ
ફેરફાર કરો- અડદની દાળને ચાર-પાંચ કલાક પલાળી રાખો.
- તેને ઝીણી વાટી લો. (મિક્સી ન વાપરતા વેટ ગ્રાઈંડર વાપરતા વડાં હલકાં બને છે.)
- તેમાં પ્રમાણ સર મીઠું, હિંગ, કોપરાના નાના ટુકડા, આદુ અને મરચાના ટુકડાં નાખો.
- આ ખીરાને ખૂબ ફીણો.
- તેમાં થોડું મોણ નાખો.
- એક ગોળો હાથમાં લઈ અંગૂઠાથી ખાનું પાડી તેલમાં નાખો.
- તેમ ન ફાવે તો પાટલા પણ ભીનો રુમાલ પાથરી તેના પર ગોળો મૂકી, કાણું પાડી, હાથને ભીનો કરી, પાટલાને ત હાથ પર ઉંધો વાળી તેલમાં નાખો.
- વડાં બદામી લાલ રંગના થાય ત્યાં સુધી તળો.
નોંધ
ફેરફાર કરો- મગની ચોળાની ચણાની દાળ ના પણ વડાં બનાવી શકાય.
- આ વડાંને કોપરાની ચટણી કે સાંબાર (સાંભાર) સાથે ખવાય છે.
વિકિમીડિયા કોમન્સ પર મેદુવડાં સંબંધિત માધ્યમો છે.