મેન્ડેલિવીયમ
મેન્ડેલિવીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Md (પહેલાં Mv) અને અણુ ક્રમાંક ૧૦૧ છે. આ એક કિરણોત્સારી ટ્રાંસ-યુરેનિક એક્ટિનાઈડ શ્રેણીનું ધાતુ તત્વ છે. આને પ્રાયઃ આઈન્સ્ટેનીયમ તત્વ પર આલ્ફા કણોનો મારો કરીને મેળવવામાં આવે છે.આનું નામકરણ મીત્રી ઈવાનોવીચ મેન્ડેલીફ નામના રસાયણ શાસ્ત્રી પરથી કરવામાં આવ્યું છે. આ તત્વનું નામ "મેન્ડેલિવીયમ" ને શુદ્ધ અને ઉપયોગિ રસાયણ શાસ્તની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા માન્ય કરાયેલ છે.પણ આની સંજ્ઞા "Mv" ન માનતા "Md" આપવામાં આવી.