મેહુલી ઘોષ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મેહુલી ઘોષ એક ભારતીય શૂટર છે. 16 વર્ષની ઉંમરે તેઓએ 2016ની રાષ્ટ્રીય શૂટિંગ ચૅમ્પિયનશિપમાં નવ મેડલ જીત્યા હતા.તેમણે જાપાનમાં 2017માં એશિયન એરગન ચૅમ્પિયનશિપમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો.(1)
મેહુલીનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળમાં થયો હતો. ઘોષ ભારતીય શૂટિંગ ટીમના સૌથી યુવા સભ્યોમાંનાં એક છે.
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોલોકપ્રિય ટીવી સિરિયલ સીઆઈડી અને વિવિધ એક્શન મૂવીઝ જોતા ઘોષ બંદૂકો અને ગોળીઓ તરફ આકર્ષાયાં. 2008ના ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાને જોયા પછી તેમણે વ્યાવસાયિક રૂપે આગળ વધવાનું નક્કી કર્યું. જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારે પ્રેક્ટિસ કરવા માટે કોઈ રેન્જ કે ઇલેક્ટ્રૉનિક ટાર્ગેટ નહોતો. આથી તેઓએ પોતાના લક્ષ્યને સાધવા માટે હૅન્ડ પુલીનો ઉપયોગ શરૂ કર્યો.
મેહુલી ઘોષ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા રોજિંદું કામ કરતા અને તેમનાં માતા ગૃહિણી હતાં. શરૂઆતમાં તેમના કુટુંબને તેમની તાલીમ માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આખરે તેઓ તેમને મદદ કરવા સક્ષમ થયા હતા.(2)
2014માં ઘોષ દ્વારા ચલાવાયેલી ગોળીથી આકસ્મિક રીતે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. તેના કારણે ઘોષને આઘાત લાગ્યો અને તેઓ ડિપ્રેશનમાં આવી ગયાં. ત્યારબાદ તેમનાં માતાપિતા તેમને અર્જુન ઍવૉર્ડ વિજેતા જયદીપ કર્માકરની એકૅડેમીમાં લઈ ગયા.
હવે તેમને બીજો પડાવ પાર કરવાનો હતો અને તેઓ ટ્રેનિંગ પૂરીને કરીને મોડી રાતે ઘરે આવતાં હતાં. તેમની સફળતા માટે તેઓએ તેમનાં માતાપિતા અને કોચનો આભાર માન્યો હતો. (3)
વ્યાવસાયિક સિદ્ધિઓ
ફેરફાર કરો2016ની રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ ઘોષ માટે એક સીમાચિહ્ન ટુર્નામેન્ટ હતી. તેઓએ નવ ચંદ્રકો જીત્યા અને જુનિયર ભારતની ટીમ માટે પસંદગી પામ્યાં.
2017માં તેમણે જાપાનમાં એશિયન ઍરગન ચૅમ્પિયનશિપમાં પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ જીત્યો.
2018માં તેમણે બ્યુનૉસ આઇર્સમાં યૂથ ઑલિમ્પિકમાં ભાગ લીધો અને સિલ્વર મેડલ જીત્યો.
તે જ વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને વર્લ્ડ કપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. (5)
સિનિયર વર્લ્ડ કપમાં ઘોષનો પ્રથમ પ્રવેશ હતો અને તેમણે મહિલાની 10 મીટર ઍર રાઇફલ ઇવૅન્ટમાં વર્લ્ડ જુનિયર રેકૉર્ડ સ્કોર બનાવ્યો હતો.
2019માં તેમણે નેપાળમાં સાઉથ એશિયન ગેમ્સમાં સારા સ્કોર સાથે ગોલ્ડ જીત્યો, જે વર્તમાન વર્લ્ડ રેકૉર્ડ કરતા વધુ પ્રદર્શન હતું. (6) ઘોષને 2020માં સ્પૉર્ટ્સ્ટાર એસિસ ઍવૉર્ડ્સમાં "વુમન યંગ ઍથ્લીટ ઑફ ધ યર" ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. (7)
સંદર્ભ :
ફેરફાર કરો- https://www.issf-sports.org/athletes/athlete.ashx?personissfid=SHINDW2011200001 (1)
- https://www.bbc.com/gujarati/india-55859007
- https://timesofindia.indiatimes.com/sports/commonwealth-games/2018-commonwealth-games-know-your-cwg-athlete-mehuli-ghosh/articleshow/63534542.cms (3)[હંમેશ માટે મૃત કડી]
- https://sportstar.thehindu.com/shooting/shooting-gun-air-rifle-tokyo-2020-commonwealth-games-mehuli-ghosh-joydeep-sports-news/article30694421.ece (4)[હંમેશ માટે મૃત કડી]
- https://www.firstpost.com/sports/commonwealth-games-2018-mehuli-ghosh-wins-silver-in-10-air-rifle-apurvi-chandela-bags-bronze-4423983.html#:~:text=PRO365%20Offer-,Commonwealth%20Games%202018%3A%20Mehuli%20Ghosh%20wins%20silver%20in%2010,rifle%2C%20Apurvi%20Chandela%20bags%20bronze&text=Gold%20Coast%3A%20Young%20Mehuli%20Ghosh,the%20Commonwealth%20Games%20on%20Monday. (5)
- https://www.firstpost.com/sports/south-asian-games-2019-mehuli-ghosh-wins-gold-in-10m-air-rifle-with-world-record-score-of-253-3-effort-to-not-be-recognised-by-issf-7734661.html#:~:text=Sports-,South%20Asian%20Games%202019%3A%20Mehuli%20Ghosh%20wins%20gold%20in%2010m,not%20be%20recognised%20by%20ISSF (6)
- https://sportstar.thehindu.com/aces-awards/mehuli-ghosh-wins-sportstar-aces-2020-female-young-athlete-of-the-year-shooting/article30556119.ece (7)[હંમેશ માટે મૃત કડી]