મોરની હિલ્સ

ભારતનું ગામ

Coordinates: 30°42′N 77°05′E / 30.700°N 77.083°E / 30.700; 77.083

મોરની હિલ્સ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા અંબાલા વિભાગના પંચકુલા જિલ્લામાં આવેલ એક જોવાલાયક સ્થળ છે. આ સ્થળ રાજ્યના મુખ્ય મથક ચંડીગઢથી આશરે ૪૫ કિલોમીટર તેમ જ જિલ્લા મથક પંચકુલાથી ૩૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે[૧]

આ સ્થળનું નામ પુરાતન કાળના કોઈ શાસકની પત્ની (રાણી)ના નામ પરથી પડ્યું છે, એમ કહેવાય છે. અહીં ચીડનાં વૃક્ષો તેમ જ નાના મોટા તળાવો અને ટેકરાઓની સુંદરતા માણવા દર વર્ષે ઘણા પર્યટકો આવે છે. આ થળ સમુદ્રની સપાટીથી ચાર હજાર ફૂટ જેટલી ઊંચાઈએ આવેલું છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણી અભયારણ્ય પણ આવેલું છે. અહીં વન વિભાગ દ્વારા આયુર્વેદિક વનસ્પતિ ઉદ્યાન (હર્બલ ગાર્ડન) પણ બનાવવામાં આવેલ છે.

ગેલરી ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Morni hills" સંગ્રહિત ૨૦૧૩-૦૬-૨૭ ના રોજ વેબેક મશિન. Haryana Tourism. 2008. Retrieved 26 July 2013.

બાહ્ય કડીઓ ફેરફાર કરો