મોલિબ્ડેનમ , એ ૬ઠ્ઠા આવર્તનનું એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Mo અને અણુ ક્રમાંક ૪૨ છે. આ નામ નીઓ-લેટિન શબ્દ મોલિબ્ડેનિયમ, અને પ્રાચીન ગ્રીક અર્થ સીસું કેમકે તેનું ખનિજ સીસાના ખનિક સમાન હતું. શુદ્ધ સ્વરૂપે આ ધાતુ, એક સફેદ ચળકતી ધાતુ છે, અને આ ધાતુ છઠ્ઠું સૌથી ઊચું ઉત્કલન બિંદુ ધરાવે છે. આ ધાતુ સરળતાથી સ્થિર કાર્બાઈડ બનાવે છે, તેના અ ગુણ ધર્મને કારણે પ્રાયઃ તેનો ઉપયોગ ઉચ્ચ ક્ષમતા ધરાવતા પોલાદ બનાવવા માટે છે. પ્રકૃતિમાં આ ધાતુ શુદ્ધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી નથી, પરંતુ તે ઓક્સાઈડ સ્વરૂપે ખનિજોમાં મળી આવે છે. ઔદ્યોગિક રીતે મોલિબ્ડેનમના સંયોજનો ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ સહી શકે તેવા રંગ દ્રવ્ય અને ઉદ્દીપકો બનાવવા માટે થાય છે.

મોલિબ્ડેનમ ના ખનિજોની જાણતો ઘણા વર્ષોથી હતી પરંતુ આ ધાતુ એક સ્વતંત્ર તત્વ તરીકે ૧૭૭૮માં કાર્લ વિલ્હેમ શીલૅ દ્વારા શોધાઈ હતી. અને ૧૭૮૧માં પીટર જેકબ હ્જેલ્મ દ્વારા અને સફળતા પૂર્વક છૂટી પડાઈ હતી.

મોટા ભાગના મોલિબ્ડેનમના સંયોજનો પણીમાં અલ્પ દ્રાવ્યતા ધરાવ છે, પરંતિ મોલિબ્ડેનમ આયન MoO42− એ એ દ્રાવ્ય છે અને મોલિબ્ડેનમ ના ઓક્સિજન અને પાણીના સંપર્કમાં આવતા તે બને છે.

અમુક જીવાણુઓ મોલિબ્ડેનમ ધરાવતા અમુક ઉત્પ્રેરકોને ઉદ્દીપક તરીકે વાપરીને વાતાવરણિય આણ્વિક નાયટ્રોજનનો રાસાયણિક બંધ તોડીને જૈવિક નાઈટ્રોજન સ્થિરીકરણ કરે છે. અત્યારે પ્રાણી અને વનસ્પતિમાં કમસે કમ ૫૦ મોલિબ્ડેનમ ધરાવતા ઉત્પ્રેરકોના અસ્તિત્વની જાણ છે. જોકે નાઈટ્રોજન સ્થિરિકરણ માત્ર જીવાણુ અને સાયનો જીવાણુ ઉત્પ્રેરકો જ કરે છે. બાકીના મોલિબ્ડેનમ ધરાવતા ઉત્પ્રેરકો વિવિધ કાર્યો કરે છે અને મોલોબ્ડેનમ ઉચ્ચસ્તરના સજીવોમાં એક જરૂરી તત્વ છે જોકે દરેક પ્રકારના જીવાણુઓ માટે તે જરૂરી નથી.


સંદર્ભો

ફેરફાર કરો