મોલ્દોવાનો રાષ્ટ્રધ્વજ

મોલ્દોવાનો રાષ્ટ્રધ્વજ ભૂરા, પીળા અને લાલ રંગના ઉભા પટ્ટા ધરાવતો ત્રિરંગો છે. તેમા કેન્દ્રમાં મોલ્દોવાનું રાજચિહ્ન છે. રાજચિહ્નમાં ગરુડના પંજામાં ઢાલ છે. ધ્વજની પાછળની બાજુ આગળના ભાગની અરીસાની છબી જેવી હોય છે.[૧][૨]

મોલ્દોવા
Flag of Moldova.svg
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોએપ્રિલ ૨૭, ૧૯૯૦
રચનાભૂરો, પીળો અને લાલ રંગના ત્રણ ઉભા પટ્ટા અને કેન્દ્રમાં રાજચિહ્ન

આ ધ્વજ રોમાનિયાનો રાષ્ટ્રધ્વજ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. તે બંને દેશોની રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સામ્યતા દર્શાવે છે. ચૅડનો રાષ્ટ્રધ્વજ અને એન્ડોરાનો રાષ્ટ્રધ્વજ પણ ઘણી સામ્યતા આ બંને ધ્વજો સાથે ધરાવે છે. આ સિવાય પરાગ્વેનો રાષ્ટ્રધ્વજ આ ધ્વજની જેમ ધ્વજની બંને બાજુઓને અરીસાના બિંબની જેમ ધરાવે છે.

ધ્વજ દિવસફેરફાર કરો

એપ્રિલ ૨૦૧૦થી દર વર્ષે ૨૭ એપ્રિલને ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.[૩] ૧૯૯૦માં આ દિવસે સોવિયેત યુનિયન દ્વારા મોલ્દોવાના ધ્વજ તરીકે હાલના ધ્વજ ને સ્વીકૃતિ આપી હતી.

સંદર્ભફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો