યાન પો નાઝિયા
યાન પો નાઝિયા / લેડી પો નાઝિયા (વિયેતનામીઝ: 杨婆那加),[૧] દંતકથાઓ અનુસાર, વિયેતનામના ચામ લોકોના સ્થાપક હતા. દંતકથા અનુસાર, તેમનો જન્મ આકાશના વાદળો અને સમુદ્રના ફીણમાંથી થયો હતો. સમુદ્રના મોજા પર તરતા અગરવુડ લાકડાના ટુકડામાં તેમનું શારીરિક સ્વરૂપ પ્રગટ થયું હતું. તેમને ૯૭ પતિ અને ઓગણત્રીસ પુત્રીઓ હોવાનું પણ કહેવાય છે જેઓ તેમની માતાની જેમ જ દેવીઓ બની હતી. કથા અનુસાર પો નાઝિયા દેવીએ જ પૃથ્વી, અગરવુડ અને ચોખા બનાવ્યા છે. એવું કહેવાય છે કે તેમની આસપાસની હવામાં પણ ચોખાની સુગંધ આવે. ચામ લોકો તેમને છોડ અને વૃક્ષોની દેવી તરીકે પણ માને છે. તે પૃથ્વી માફક પોષણકર્તા દેવી હોવાનું અને તેના અનુયાયીઓને આશીર્વાદ આપતી હોવાનું પણ માનવામાં આવે છે.[૨][૩][૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "芽莊朝拜女神". orientaldaily.on.cc. મેળવેલ 5 Feb 2020.
- ↑ "芽莊"吳哥窟",供奉著越南的"媽祖",距今已有千年歷史". www.klook.com. મેળવેલ 21 July 2022.
- ↑ "旅行中的兔子". www.gushiciku.cn. મૂળ માંથી 21 જુલાઈ 2022 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2022. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "在越南,五天學會過馬路(下)—芽庄". packortravel.com. મેળવેલ 21 July 2022.