યુક્લિડ (/ˈjuːklɪd/; અંગ્રેજી : Euclid, ગ્રીક : Εὐκλείδης Eukleidēs; fl. ૩૦૦ ઈ.પૂ.), Euclid of Alexandria તરીકે પણ જાણીતા હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેને ‘ભૂમિતિના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ટોલેમિના શાસનકાળ (૩૨૩-૨૮૩ ઈ.પૂ.) દરમિયાન એલેક્ઝાન્ડ્રિયામાં સક્રિય હતા. તેનું યુક્લિડીયન તત્ત્વો ગણિતના ઇતિહાસનું ખુબ જ પ્રભાવશાળીમાંનું એક યોગદાન છે, જેણે તેના પ્રકાશનકાળથી લઈને છેક ૧૯મી સદીના અંતકાળ અને ૨૦મી સદીના ઉદયકાળ સુધી ગણિત, ખાસ કરીને ભૂમિતિ શિખવા માટેના મુખ્ય પુસ્તક તરીકે સેવા આપી છે.[૧][૨][૩]

યુક્લિડ (Euclid)
યુક્લિડ, વચ્ચે ટાલવાળા, પાટી પર કંપાસથી આકૃત્તિ બનાવતા. (રાફેલ્સની ‘સ્કૂલ ઓફ એથેન્સ’નું ચિત્ર)
જન્મની વિગતઅજ્ઞાત ઈ.પૂ.૪થી સદીની મધ્યમાં
મૃત્યુઅજ્ઞાત ઈ.પૂ.૩જી સદીની મધ્યમાં
પ્રખ્યાત કાર્યયુક્લિડીયન ભૂમિતિ
યુક્લિડીયન તત્ત્વો

યુક્લિડ એ ગ્રીક નામ Εὐκλείδηςની અંગ્રેજી આવૃત્તિ છે, જેનો અર્થ "સુવિજય" ("Good Glory") થાય છે.[૪]

સંદર્ભો અને નોંધો ફેરફાર કરો

  1. Ball, pp. 50–62.
  2. Boyer, pp. 100–19.
  3. Macardle, et al. (2008). Scientists: Extraordinary People Who Altered the Course of History. New York: Metro Books. g. 12.
  4. etymonline.com Retrieved 2011-12-04

બાહ્ય કડીઓ ફેરફાર કરો