યદુવંશી સાત્યકિ (સંસ્કૃત: सत्यकि) એક મહાન યોદ્ધા હતો જેને યુયુધાન ના નામથી પણ ઓળખવામાં આવે છે.

Satyaki in Javanese Wayang

સાત્યકિ એ કૃષ્ણ ભક્ત અને અર્જુનનો મિત્ર છે જેણે અર્જુન સાથે જ દ્રોણ પાસે યુદ્ધ કૌશલ શીખ્યું હતું. તે વૃષ્ણી કુળમાં શીણીના પરિવારમં જન્મ્યો હતો. તે સત્યકનો પુત્ર હતો. તેણે કૌરવો વિરુદ્ધ ખૂજ સાતત્ય અને ઉત્સાહથી કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોનો સાથ આપ્યો હતો. યુદ્ધ પહેલાં શાંતિ સંદેશ લઈને કુરુ રાજધાની ગયેલા શ્રી કૃષ્ણ સાથે સાત્યકી પણ ગયો હતો. પણ આ સંદેશ દુર્યોધને નકારી કાઢ્યો હતો.

કુરુક્ષેત્રમાં સાત્યકિ અને કૃતવર્મા આ બંને યાદવ વીરોએ વિરુદ્ધ ખેમામાં ભાગ લીધો. સાત્યકિ પાંડવો તરફથી લડ્યા જ્યારે કૃતવર્મા કૌરવો સાથે જોડાયા. સાત્યકિ ખૂબજ બહાદુર વીર હતો અને એક વખત તો તેણે ૧૦૧ વખત દ્રોણના ધનુષ્ય તોડી પાડ્યાં હતાં. યુદ્ધના ૧૪મા દિવસે ભૂરિશ્રવા(જેની સાથે તેને પહેલેથી જ લાંબા સમયથી ચાલ્યો આવતો કૌટુંબિક ક્લેશ હતો) સામે ખૂબ ઘમાસાણ યુદ્ધ કર્યું. લાંબા અને રક્તરંજીત યુદ્ધને લીધે સાત્યકિ થાકી ગયો. ભૂરિશ્રવાએ તેના પર પ્રહાર કર્યે રાખ્યા અને તેને યુદ્ધભૂમિમાં ઘસડવા લાગ્યો. આ બાબતે કૃષ્ણએ અર્જુનને સાવધાન કર્યો. ભૂરિશ્રવા સાત્યકિને મારવા તૈયારી કરે છે પણ અર્જુન તેના તીર દ્વારા ભૂરિશ્રવાની ભુજા કાપી સાત્યકીને બચાવે છે.

ભૂરીશ્રવાએ તેને સાવધ કર્યા વગર તેના પર હુમલો કરવાથી રોકકળ કરી અને કહ્યું કે અર્જુન યોદ્ધાના નામ પર કલંક છે. તેના જવાબમાં અર્જુને કહ્યું સંરક્ષણ રહિત સાત્યકિ પર હુમલો કરવો પણ એક હિન કાર્ય છે. તેણે આગળ કહ્યું કે કોઈ પણ ભોગે પોતાના મિત્ર અને સાથી લડવૈયા એવા સાત્યકિને બચાવવો એ તેનું પહેલું કર્તવ્ય છે. સાત્યકિ પોતાની તંદ્રામાંથી બહાર આવી ચપળતાથી શત્રુને પરવશ કરી દે છે.

સાત્યકિ અને કૃતવર્મા બંને યુદ્ધમાંથી ઉગરી ગયાં. રાતના સમયે પાંડવોના પુત્ર અને પાંચાલોની હત્યામાં અશ્વત્થામા અને કૃપાચાર્ય સાથે કૃતવર્મા પણ શામેલ હતો. યુદ્ધના ૩૬ વર્ષ પછી સાત્યકિ અને કૃતવર્મા યાદવો મદિરા પીને આપસમાં ઝઘડવા લાગ્યાં. સૂતેલા સૈનિકો પર પ્રહાર કરવા બદલ સાત્યકિ કૃતવર્માની નિંદા કરવા લાગ્યો અને નિ:શસ્ત્ર ભૂરીશ્રવાનો શિરચ્છેદ કરવા બદલ ભૂરીશ્રવા સાત્યકિને કોસવા લાગ્યો. આ ઝઘડો ખૂબ જ વધી મરામારી થઈ અને ગાંધારીના શાપ અનુસાર યાદવકુળનો નાશ થયો. કૃષ્ણની ઈચ્છા હતી કે તેમનો અવતાર કાળ પૂરો થાય ત્યાં સુધી સમગ્ર યાદવકુળ પૃથ્વી પરથી નામશેષ થઈ જાય આથી પૃથ્વી પરથી પાપી આક્રમક લડવૈયાઓનો લોપ થાય જે કુરુક્ષેત્રના યુદ્ધનો અન્ય બૃહદ ઉદ્દેશ હતો.

બાહ્ય કડીઓ ફેરફાર કરો