યેસુબાઈ મરાઠા છત્રપતિ સંભાજીની બીજા પત્ની હતી.

તેણી છત્રપતિ શિવાજીની સેવાઓમાં રહેલા એક મરાઠા સરદાર (મુખિયા) પિલાજીરાવ શિકરેની પુત્રી હતી.

જ્યારે રાયગડના કિલ્લા પર મુઘલો દ્વારા ૧૬૮૯ના વર્ષમાં કબજો કરવામાં આવ્યો હતો, ત્યારે યેસુબાઈને તેના યુવા પુત્ર ઉત્તમ સાથે કેદ કરવામાં આવ્યા હતા. જો કે તેમને દરેક જગ્યાએ ઔરંગઝેબ સાથે લઈ જવામાં આવતા હતા, પણ ઔરંગઝેબે ક્યારેય એનું ધ્યાન ન રાખ્યું હતું. ૧૭૦૭ના વર્ષમાં ઔરંગઝેબના મૃત્યુ પછી, તેમનો પુત્ર આઝમ સમ્રાટ બન્યો અને તેણે મરાઠા શાસનમાં વિભાજનને પ્રોત્સાહિત કરવા માટે, શાહુને આગળ કર્યા હતા. જોકે, મુઘલોએ યેસુબાઈને એક દાયકા માટે કેદમાં રાખ્યા હતા, એ વાતની ખાતરી કરવા માટે કે શાહુ પોતાને કેદમાંથી છોડવા માટે હસ્તાક્ષર કરેલી સંધિની શરતો ધ્યાનમાં રાખે.

છેલ્લે ૧૭૧૮ના વર્ષમાં પેશવા બાલાજી વિશ્વનાથ ભટ્ટે ત્યાંથી તેમને એક વ્યાપક સંધિ સાથે છોડાવી લીધા હતા, જેને મુઘલોની માન્યતા આપવામાં આવી હતી અને તેમાં શાહુને શિવાજીના અસલી અનુગામી માનવામાં આવ્યા હતા.

સંદર્ભફેરફાર કરો