રગડા પેટીસ એ ચાટ શ્રેણીમાં આવતી એક અન્ય વાનગી છે. બાફેલા બટેટાની ટીકીને વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે બને છે. ભારતના મહા નગરોમાં આ વનગી પ્રખ્યાત છે. આમાં વપરાતા પદાર્થોનું ઘનત્વ વધુ હોવાથી આ વાનગી ચાટ હોવાં છતાં એક પેટ ભરનારી બાનગી છે.

રગડા પેટીસ
રગડો- બાફેલા વટાણાનો કોથમીર મઢેલો સૂકો ગોળો
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યમહારાષ્ટ્ર
મુખ્ય સામગ્રીપીળા કે સફેદ વટાણા, બટેટાં, મસાલા, ચટણી
વિવિધ રૂપોસમોસા રગડા
  • Cookbook: રગડા પેટીસ
  •   Media: રગડા પેટીસ સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.

સામગ્રી

ફેરફાર કરો

બાફેલા બટેટા, સફેદ વટાણા (પલાળેલા), કોથમીરની ચટણી, ખજૂર આમલીની ચટણી. વૈકલ્પિક: પૂરીનો ભૂકો, ઝીણાં સમારેલા કાંદા, ઝીણી સમારેલી કોથમીર, સેવ.

  • પલાળેલા વટાણા બાફી લો. (બાફતા પહેલા ચપટી સોડા ઉમેરવી)
  • બટેટા પણ સાથે બાફી લેવા.
  • એક પેણીમાં તેલ લઈ, તેમાં હિંગ જીરાનો વઘાર કરી, તેમાં બાફેલ વટાણા ઉમેરો અને એકરસ થવા દો.
  • બાફેલ બટેટાને ફોલીને છુંદી લો અને તેના ગોળા વાળો.
  • તવા પર તેલ લઈ, તેમાં બટેટાનો ગોળો મૂકી, ચપટો કરી , બનેં બાજુ એ બદામી રંગના થાય ત્યા સુધી શેકો.
  • એક પ્લેટમાં થોડો રગડો લો તેમા પેટીસ મુકો, ફરી રગડો રેડો.
  • તેના પર તીખી મીઠી ચટણી રેડો.
વિવિધતા:
વધુ સજાવટ અને સ્વાદ માટે તેના પર સમારેલા કાંદા, કોથમીર ભભરાવી શકાય. આ ઉપરાંત સેવ પૂરીનો ભૂકો, વિગેરે પણ ભભરાવીને ખાઈ શકાય. વૈવિધ્ય લાવવા માટે ચીઝ પણ છીણીને નાંખી શકાય, આમ કરતાં તે ચીઝ ભેળ બને છે.