હિન્દીના કૃષ્ણ ભક્ત તથા રીતિકાલીન રીતિમુક્ત કવિઓ માં રસખાનનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. રસખાનને રસની ખાણ કહે છે. આમના કાવ્યમાં ભક્તિ, શ્રૃગાંર રસ બનેં પ્રધાનતાથી મળે છે. રસખાન કૃષ્ણ ભક્ત છે અને તેમના સગુણ અને નિગુર્ણ નિરાકાર રૂપ બનેં પ્રતિ શ્રધ્દાવંત છે. રસખાનના સગુણ કૃષ્ણ તે બધી લીલાઓ કરે છે, જે કૃષ્ણ લીલામાં પ્રચલિત રહી છે. યથા - બાલલીલા, રાસલીલા, ફાગલીલા, કુંજલીલા આદિ તેમણે પોતાના કાવ્યની સીમિત પરિઘમાં આ અસીમિત લીલાઓને ખૂબ સુંદર રીતે બાંધી છે.

રસખાન

ભારતેન્દુ હરિશ્ચન્દ્રએ જે મુસ્લિમ હરિભક્તોં માટે કહ્યું હતું, "ઇન મુસલમાન હરિજનન પર કોટિન હિંદુ વારિએ" તેમાં રસખાન નું નામ સર્વોપરી છે. વાહિદ અને આલમ પણ આ પરંપરામાં આવે છે. સય્યદ ઇબ્રાહીમ "રસખાન" નો જન્મ અન્તર્જાલ પર ઉપલબ્ધ સ્રોતો અનુસાર સન ૧૫૩૩ થી ૧૫૫૮ ની વચ્ચે ક્યારેક થયો હતો. કેમકે અકબરનો રાજ્યકાળ ૧૫૫૬-૧૬૦૫ છે, તેઓ લગભગ અકબરના સમકાલીન છે. જન્મસ્થાન પિહાની અમુક લોકોના મતાનુસાર દિલ્હીની સમીપ છે. અમુક અન્ય લોકો ના મતાનુસાર તે પિહાની ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં છે. મૃત્યુની કોઈ જાણકારી નથી મળી શકી. એ પણ વાઁચવામાં આવે છે કે રસખાનએ ભાગવતનું અનુવાદ ફારસીમાં કર્યું.

માનુષ હૌં તો વહી રસખાનિ બસૌં ગોકુલ ગાઁવ કે ગ્વાલન|
જો પસુ હૌં તો કહા બસુ મેરો ચરૌં નિત નન્દ કી ધેનુ મંઝારન|
પાહન હૌં તો વહી ગિરિ કો જો ધરયૌ કર છત્ર પુરન્દર ધારન|
જો ખગ હૌં બસેરો કરૌં મિલ કાલિન્દી-કૂલ-કદમ્બ કી ડારન||

રસખાનનો પોતાના આરાધ્ય પ્રતિ એટલો ગમ્ભીર લગાવ છે કે તેઓ પ્રત્યેક સ્થિતિમાં તેમનું સાન્નિધ્ય ચાહે છે. ભલે તે માટે તેમને કોઈ પરિણામ સહેવું પડે. એટલા માટે કહેવાય છે કે આગામી જન્મોંમાં મને ફરી મનુષ્યની ભવ મળે તો હું ગોકુળ ગામ ના ગોવાળોની વચ્ચે રહેવાનું સૌભગ્ય મળે. જો પશુ યોનિ મળે તો મને વ્રજમાં જ રાખજે પ્રભુ જેથી હું નન્દ ની ગાયો ની સાથે વિચરણ કરી શકૂં. જો પત્થર પણ બનૂં તો પણ તે પર્વતનો બનૂઁ જેને હરિએ પોતાની તર્જની પર ઉપાડી વ્રજને ઇન્દ્રના પ્રકોપથી બચાવ્યો હતો. પક્ષી બનું તો યમુના કિનારે કદમ્બની ડાળીઓ થી સારી જગ્યા તો કોઈ હોઈ ન શકે માળો બાંધવા માટે.

આ પ્રકારે રસખાને ને સમસ્ત શારીરિક અવયવો તથા ઇન્દ્રિઓની સાર્થકતા ત્યારે માની છે, જ્યારે તે પ્રભુને પ્રતિ સમર્પિત રહી શકે.

જો રસના રસ ના બિલસૈ તેવિં બેહુ સદા નિજ નામ ઉચારૈ|
મો કર નીકી કરૈં કરની જુ પૈ કુંજ કુટીરન દેહુ બુહારન|
સિધ્દિ સમૃધ્દિ સબૈ રસખાનિ લહૌં બ્રજ-રેનુકા અંગ સવારન|
ખાસ નિવાસ મિલે જુ પૈ તો વહી કાલિન્દી કૂલ કદમ્બ કી ડારન||

રસખાન પોતાના આરાધ્ય ને વિનંતી કરે છે કે મને સદા તમારા નામનું સ્મરણ કરવા દો જેથી મારી જિવ્હા ને રસ મળે. મને તમારી કુંજ કુટીરોમાં ઝાડૂ લગાવવા દો જેથી મારા હાથ સદા સારા કર્મ કરી શકે. વ્રજની ધૂળથી મારું શરીર સંવારી મને આઠોં સિધ્ધીઓનું સુખ લેવા દો. અને જો નિવાસ માટે મને વિશેષ સ્થાન દેવા જ માંગોતા હોવ પ્રભુ તો યમુના કિનારે કદમ્બની ડાળીથી સારી જગ્યા તો કોઈ હોય જ નહીં, જ્યાં આપે અનેક લીલાઓ રચી છે.

રસખાનની કૃષ્ણની બાલલીલામાં તેમના બચપનની અનેક ઝાઁકીઓ છે.

ધૂરિ ભરૈ અતિ સોભિત સ્યામ જુ તૈસી બની સિર સુન્દર ચોટી|
ખેલત ખાત ફિરૈ અઁગના પગ પૈંજની બાજતી પીરી કછૌટી|
વા છવિ કો રસખાન વિલોકત બારત કામ કલા નિજ કોઠી|
કાગ કે ભાગ બડે સજની હરિ હાથ સૌં લે ગયો રોટી||

બાલક શ્યામજૂ નું ધૂળમાં રગદોળેલું શરીર અને માથા પર બની સુન્દર ચોટીની શોભા જોવા લાયક છે. અને તે પીળા વસ્ત્રોંમાં, પગે પાયલ બાંધી માખણ રોટલી ખાતા રમતા ઘૂમી રહ્યાં છે. આ છબી પર રસખાન પોતની લકા શું૵ બધું જ ન્યોછાવર કરી દેવા ચાહે છે. ત્યારે એક કાગડો આવી તેમના હાથેથી માખણ-રોટલી લઈ ભાગી જાય છે તો રસખાન કહી ઉઠે છે કે જુઓ આ નિકૃષ્ટ કાગડાનું ભાગ્યૢ ભગવાનના હાથની રોટલી ખાવા મળી છે.

કૃષ્ણની પ્રતિ રસખાનનો પ્રેમ સ્વયંનો તો છે જે પણ તે ગોપિઓનો પ્રેમ બની કૃષ્ણની બાલ્યાવસ્થાથી યશોદા નન્દ બાબા ના પ્રેમથી આગળ જઈ સમસ્ત વ્રજને પોતાના પ્રેમમાં ડુબાળી દે છે. તેમની મસ્તીઓની તો સીમા નથી તે ગોપીઓને આકર્ષિત કરવા માટે વિવિધ લીલાઓ કરે છે જેમ ક્યારેક વાંસળીના સ્વરોથી કોઈ ગોપીનું નામ કાઢે છે. ક્યારેક રાસ રચે છે, ક્યારેક પ્રેમ ભરી દૃષ્ટિ થી બાંધી દે છે.

અધર લગાઈ રસ પ્યાઈ બાઁસુરી બજાય,
 મેરો નામ ગાઈ હાય જાદૂ કિયૌ મન માં|
નટખટ નવલ સુઘર નન્દનવન માં
 કરિ કૈ અચેત ચેત હરિ કૈ જતમ મૈં|
ઝટપટ ઉલટિ પુલટી પરિધાન,
 જાનિ લાગીં લાલન પે સબૈ બામ બન મૈં|
રસ રાસ સરસ રંગીલી રસખાનિ આનિ,
 જાનિ જોર જુગુતિ બિલાસ કિયૌ જન મૈં|

એક ગોપી પોતાની સખી ને કહે છે કે કૃષ્ણએ પોતાના અધરોથી રસ પીવડાવી જ્યારે વાંસળીમાં મારું નામ ભરી વગાડી તો હું સમ્મોહિત થઈ ગઈ. નટખટ યુવક કૃષ્ણની આ મસ્તીથી અચેત હું હરિના ધ્યાનમાં જ ખોવાઈ ગઈ. અને વાંસળીના સ્વર સાંભળી દરેક ગોપીને લાગ્યું કે તેને કૃષ્ણએ બોલાવી છે તે બધી ઉલટા સીધાં કપડાં જ઼લ્દી જલ્દી પહેરી, સમયનો ખ્યાલ ન રાખી વનમાં પહોંચી ગઈ. ત્યારે રંગીલા કૃષ્ણે ત્યાં આવી રાસલીલા અને નૃત્ય સંગીતથી આનંદનું વાતાવરણ બનાવી દીધું.

રંગ ભરયૌ મુસ્કાત લલા નિકસ્યૌ કલ કુંજ તે સુખદાઈ|
હું તબહીં નિકસી ઘર તે તનિ નૈન બિસાલ કી ચોટ ચલાઈ|
ઘૂમિ ગિરી રસખાનિ તબ હરિની જિમી બાન લગૈં ગિર જાઈ|
ટૂટ ગયૌ ઘર કો સબ બંધન છુટિયો આરજ લાજ બડાઈ||

ગોપી પોતાના હૃદયની દશાનું વર્ણન કરતી કહે છે. જ્યારે હસતો કૃષ્ણ સુખ દાયક કુંજથી બાહર નીકળ્યો તો સંયોગ થી હું પણ પોતાના ઘરથી નીકળી| મને જોતાં જ તેણે મારા પર પોતાના વિશાળ નેત્રોં ના પ્રેમમાં તરબોળ બાણ ચલાવ્યા હું તે સહી ન શકી અને જે પ્રકારે બાણ લાગતા હિરણી ચક્કર ખાઈને ભૂમિ પર પડે છે, તે પ્રકારે હું પણ મારી સુધ-બુધ ખોઈ આખા કુળની લાજ અને વડેરાઈ છોડી ક઼ૃષ્ણને જોતી રહી ગઈ.

રસખાને રાસલીલાની જેમ ફાગલીલામાં પણ કૃષ્ણ અને ગોપીઓ ના પ્રેમની મનોહર ઝાઁકિઓ પ્રસ્તુત કરી છે.

ખેલત ફાગ લખ્યૌ પિય પ્યારી કો તા મુખ કી ઉપમા કિહિં દીજૈ|
દૈખતિ બનિ આવૈ ભલૈ રસખાન કહા હૈ જૌ બાર ન કીજૈ||
જ્યૌં જ્યૌં છબીલી કહૈ પિચકારી લૈ એક લઈ યહ દૂસરી લીજૈ|
ત્યૌં ત્યૌં છબીલો છકૈ છબિ છાક સૌં હેરૈ હઁસે ન ટરૈ ખરૌ ભીજૈ||

એક ગોપી પોતાની સખીને રાધા-કૃષ્ણના ફાગનું વર્ણન કરતાં કહે છે - હે સખી!મેં કૃષ્ણ અને તેમની પ્યારી રાધાને ફાગ ખેલતા જોયી છે, તે સમયની તે શોભાને કોઈ ઉપમા ન દઈ શકાય| અને કોઈ એવી વસ્તુ નથી જે તે સ્નેહ ભરેલ ફાગના દૃશ્ય પર ન્યોછાવર ન કરી શકાય| જેમ જેમ સુન્દરી રાધા આહવાન દઈ દઈ એક પછી એક પિચકારી ચલાવે છે. તેમ તેમ છબીલા કૃષ્ણ તેમના તે રંગ ભરેલ રૂપને પીતા ત્યાં જ ઊભા હસતા હસતા ભીંજાયા કરે છે.

રસખાનના ભક્તિ કાવ્યમાં અલૌકિક નિગુર્ણ કૃષ્ણ પણ વિદ્યમાન છે. તેઓ કહે છે -

સંભુ ધરૈ ધ્યાન જાકૌ જપત જહાન સબ,
 તાતે ન મહાન અને દૂસર અબ દેખ્યૌ મૈં|
કહૈ રસખાન વહી બાલક સરૂપ ધરૈ,
 જાકો કછુ રૂપ રંગ અબલેખ્યૌ મૈં|
કહા કહૂઁ આલી કુછ કહતી બનૈ ન દસા,
 નંદ જી કે અંગના માં કૌતુક એક દેખ્યૌ મૈં|
જગત કો ઠાંટી મહાપુરુષ વિરાટી જો,
 નિરજંન, નિરાટી તાહિ માટી ખાત દેખ્યૌ મૈં|

શિવ સ્વયં જેને અરાધ્ય માની તેમનું ધ્યાન કરે છે, આખો સંસાર જેમની પૂજા કરે છે જેમનાથી મહાન કોઈ બીજો દેવ નથી| તે જ કૃષ્ણ સાકાર રૂપ ધરી અવતરિત થયા છે અને પોતાની અદ્ભુત લીલાઓથી સૌને ચોંકાવી રહ્યા છે. આ વિરાટ દેવ પોતાની લીલાના કૌતુક દેખાડવા નંદ બાબાને આંગણાંમાં માટી ખાતા ફરી રહ્યાં છે.

ગાવૈં ગુનિ ગનિકા ગંધરવ ઔ નારદ સેસ સબૈ ગુન ગાવત|
નામ અનંત ગનંત જ્યૌં બ્રહ્મા ત્રિલોચન પાર ન પાવત|
જોગી જતી તપસી અરુ સિધ્દ નિરન્તર જાહિ સમાધિ લગાવત|
તાહિ અહીર કી છોહરિયાઁ છછિયા ભરિ છાછ પૈ નાચ નચાવત|

જે કૃષ્ણના ગુણોંનું ગુણગાન ગુણીજન, અપ્સરા, ગંર્ધવ અને સ્વયં નારદ અને શેષનાગ સૌ કરે છે. ગણેશ જેમના અનન્ત નામોંનો જાપ કરે છે, બ્રહ્મા અને શિવ પણ જેમના સ્વરૂપની પૂર્ણતા નથી જાણી શકતા, જેને પ્રાપ્ત કરવા માટે યોગી, યતિ, તપસ્વી અને સિદ્ધ નિરતંર સમાધિ લગાવી રહે છે, તે પછી પણ તે પરબ્રહ્મનો ભેદ નથી જાણી શકતાં તેમના જ અવતાર કૃષ્ણને અહીરની છોકરીઓ થોડીક છાશ માટે દસ વાતો સંભળાવે છે અને નાચ નચાવે છે.

એક અન્ય સુન્દર ઉદાહરણ -

વેહી બ્રહ્મ બ્રહ્મા જાહિ સેવત હૈ રૈન દિન,
 સદાસિવ સદા હી ધરત ધ્યાન ગાઢે હૈ.
વેઈ વિષ્ણુ જાકે કાજ માનિ મૂઢ રાજા રંક,
 જોગી જતી વ્હૈકે સીત સહ્યૌ અંગ ડાઢે હૈ.
વેઈ બ્રજચન્દ રસખાનિ પ્રાન પ્રાનન કે,
 જાકે અભિલાખ લાખ લાખ ભાઁતિ બાઢે હૈ.
જસુદા કે આગે વસુધા કે માન મોચન યે,
 તામરસ-લોચન ખરોચન કો ઠાઢે હૈ.

કૃષ્ણની પ્રાપ્તિને માટે પૂર્ણ જગત પ્રયત્નશીલ છે. આ તે જ કૃષ્ણ છે જેમની પૂજા બ્રહ્માજી દિન રાત કરે છે. સદાશિવ જેમનું સદા ધ્યાન ધરે છે. આ જ વિષ્ણુના અવતાર કૃષ્ણ જેમના માટે મૂર્ખ રાજા અને રંક તપસ્યા કરી ઠંડી સહીને પણ તપસ્યા કરે છે. આ જ આનંદના ભંડાર કૃષ્ણ વ્રજના પ્રાણોના પ્રાણ છે. જેમના દર્શનની અભિલાષાઓ લાખ-લાખ વધે છે. જે પૃથ્વી પર રહેવા વાળાનો અહંકાર મીટાવી દેવા વાળા છે. તે કમલ નયન કૃષ્ણ આજે જુઓ યશોદા માઁ ની સામે બચી કુચી મલાઈ લેવા માટે તરસતા ઊભા છે.

વસ્તુત: રસખાનના કૃષ્ણ ચાહે અલૌકિક હોય પણ તે ભક્તોને કો આનંદિત કરવા માટે અને તેમના પ્રેમને સ્વીકાર કરવા ને માટે તથા લોકની રક્ષાને માટે સાકાર રૂપ ગ્રહણ કરેલ છે.

૧| મોરપખા સિર ઊપર રાખિહૌં, ગુંજ કી માલ ગરે પહિરૌંગી|
ઓઢ઼િ પિતમ્બર લૈ લકુટી, બન ગોધન ગ્વારન સંગ ફિરૌંગી||

ભાવતો વોહિ મેરો રસખાન, સો તોરે કહે સબ સ્વાઁગ ભરૌંગી|
યા મુરલી મુરલીધર કી, અધરાન ધરી અધરા ન ધરૌંગી||

(ગોપી કહે છે) માથાની ઊપર મોરપંખ રખીશ, ગુંજોં (ગુંજા કે ઘુમચિલ લાલ અને કાળા રંગનો એક ખૂબ નાનો પત્થર છે જેનું વજ઼ન એક રત્તી મનાય છે)ની માળા ગળામાં પહેરીશ| પીતામ્બર ઓઢી વનમાં ગાયો અને ગોવાળોને સંગ વન માં ભ્રમણ કરીશ| રસખાન કહે છે કેમકે તને (કૃષ્ણને) સારું લગે છે માટે આ બધો તમાશો તારી માટે કરીશ કિન્તુ તારા અધરોં પર રાખેલ આ મોરલી હું મારા અધરોં પર નહી રાખીશ|

૨| યા લકુટી અરુ કામરિયા પૈ, રાજ્ય તિહૂઁ પુર કો તજિ ડારૌં|
આઠહુઁ સિદ્ધિ નવો નિધિ કો સુખ, નંદ કી ગાય ચરાય બિસારૌં||

રસખાન કબહુઁ ઇન આઁખિન સોં બ્રજ કે બન બાગ તડ઼ાગ નિહારૌં|
કોટિન હૂઁ કલધૌત કે ધામ કરીલ કે કુંજન વા પર વારૌં||

(રસખાન કહે છે)આ લકુટી (લાકડી) અને કમ્બલ પર ત્રણે લોકોનું રાજ્ય છોડી શકું છું આઠે સિદ્ધિઓ અને નવે નિધિઓનું સુખ નન્દની ગાયો ચરાવી ભુલી શકું છું. રસખાન કહે છે કે શું હું ક્યારેય આ આઁખોંથી વ્રજ ના વન, બાગ અને તળાવો ને જોઈ શકીશ? સોનાના બનેલ કરોડ઼ો મહેલ વૃન્દાવનના કરીલના કુંજોં પર ન્યોછાવર કરી શકું છું.

૩| ધૂરિ ભરે અતિ શોભિત શ્યામ જૂ, તૈસી બની સિર સુન્દર ચોટી|
ખેલત ખાત ફિરૈં અઁગના, પગ પૈંજનિયા કટિ પીરી કછૌટી||

વા છવિ કો રસખાન વિલોકત, વારત કામ કલાનિધિ કોટી
કાગ કે ભાગ કહા કહિએ હરિ હાથ સોં લે ગયો માખન રોટી||

(બાલ) કૃષ્ણ ધૂળથી ભરેલ અતિ શોભિત થઈ રહ્યં છે, માથા પર સુન્દર ચોટી છે રમતા,ખાતા આઁગણાંમાં ઘૂમી રહ્યાં છે, પગમાં પૈંજની અને કમરમાં પીળી કછૌટી બાંધી છે. રસખાન કહે છે કે તે છબી પર કામદેવ પોતાની કરોડ઼ોં કલાઓં ને ન્યોછાવર કરે છે. અહોભાગ્ય તે કાગડાનું જે કૃષ્ણના હાથેથી માખણ રોટલી છીનવી લઈ ગયો.

૪| માનુષ હૌં તો વહી રસખાન, બસૌં બ્રજ ગોકુલ ગાઁવ કે ગ્વારન|
જો પશુ હૌં તો કહા બસ મેરો, ચરૌં નિત નન્દ કી ધેનુ મઁઝારન||

પાહન હૌં તો વહી ગિરિ કો, જો લિયો કર છત્ર પુરન્દર કારન|
જો ખગ હૌં તો બસેરો કરૌં, મિલિ કાલિન્દિ કૂલ કદમ્બ કી ડારન||

રસખાન કહે છે કે (આગલા જન્મમાં) હું યદિ મનુષ્ય થાઉં તો હું ગોકુળના ગોવાળો અને ગાયોની વચ્ચે બની રહેવા માંગીશ| યદિ હું બેબસ પશુ થાઉં તો હું નન્દની ગાયો ની સાથે ચરવા માંગીશ| જો હું પત્થર થાઉં તો તે પહાડ઼ કે જેને કૃષ્ણએ ઇન્દ્રને કારણે પોતાની આંગળી પર ઉઠાવ્યો હતો. જો હું પક્ષી થાઉં તો હું યમુનાના તટ પર કોઈ કદમ્બ વૃક્ષ પર માળો બનાવું.

૫| ગાવૈં ગુની ગનિકા ગન્ધર્વ ઔ સારદ સેસ સબૈ ગુણ ગાવૈં|
નામ અનન્ત ગનન્ત ગનેસ જો બ્રહ્મા ત્રિલોચન પાર ન પાવૈં||

જોગી જતી તપસી અરુ સિદ્ધ નિરન્તર જાહિં સમાધિ લગાવૈં|
તાહિં અહીર કી છોહરિયાઁ છછિયા ભરિ છાછ પે નાચ નચાવૈં||

જેમના ગુણ અપ્સરાઓ, ગન્ધર્વ, શારદા અને શેષ સૌ ગાય છે, જેમના અગણિત નામોંને ગણેશ પણ નથી ગણી શકતા, બ્રહ્મા અને ત્રિલોચન શિવજી જેમનીમહિમાનો પાર નથી પમતા, યોગી, યતી, તપસ્વી અને સિદ્ધ જેમને પામવા માટે સમાધિ લગાવે છે, તે (કૃષ્ણ)ને આહીરોંની કન્યાઓ વાટકો ભર મટ્ઠાને માટે નાચ નચાવે છે.

૬| સેસ ગનેસ, મહેસ, દિનેસ, સુરેસહુ જાહિં નિરન્તર ગાવૈં|
જાહિં અનાદિ, અનન્ત અખંડ, અછેદ, અભેદ સુબેદ બતાવૈં|

નારદ સે સુક વ્યાસ રટૈં પચિ હારે તઊ પુનિ પાર ન પાવૈં|
તાહિં અહીર કી છોહરિયાઁ છછિયા ભરિ છાછ પે નાચ નચાવૈં||

શેષ, મહેશ, ગણેશ, દિનેશ (સૂર્ય) અને સુરેશ (ઇન્દ્ર) જેમના ગુણ નિરન્તર ગાય છે, જેને વેદ અનાદિ, અનન્ત, અખંડ, અછેદ્ય, અને અભેદ બતાવે છે, નારદ, શુકદેવ અને વ્યાસ જેવા મુનિ જેમનું નામ રટે છે અને પ્રયત્ન કરીને પણ તેમનો પાર નથી પામતા, તેજ (કૃષ્ણ)ને આહીરોંની કન્યાઓ વાટકો ભર મટ્ઠાને માટે નાચ નચાવે છે.

૭| સંકર સે સુર જાહિં જપૈં ચતુરાનન ધ્યાનન ધર્મ બઢ઼ાવૈં|
નેક હિયે માં જો આવત હી જડ઼ મૂઢ઼ મહા રસખાન કહાવૈ||

જા પર દેવ અદેવ ભુઅંગન વારત પ્રાનન પ્રાનન પાવૈં|
તાહિં અહીર કી છોહરિયાઁ છછિયા ભરિ છાછ પે નાચ નચાવૈં||

શંકર જી જેવા દેવ જેને જપે છે અને બ્રહ્માજી ધર્મની વૃદ્ધિને માટે જેમનું ધ્યાન કરે છે, જેમનો બસ થોડોક અંશ જ હૃદય માં આ જવાથી મારા જેવો જડ઼, મૂઢ઼ રસખાન (રસની ખાણ) કહેવડાવાય છે જેના પર દેવતા, રાક્ષસ, નાગ પોતાના પ્રાણોને ન્યોછાવર કરે છે,તે (કૃષ્ણ)ને અહીરોંની કન્યાઓ વાટકો ભર મટ્ઠાને માટે નાચ નચાવે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો