રાગ વસંત
રાગ વસંત અથવા રાગ બસંત શાસ્ત્રીય સંગીતની હિંદુસ્તાની પદ્ધતિનો એક રાગ છે. રાગ વસંત એટલે વસંત ઋતુ સાથે સંબંધિત રાગ એમ ગણાય છે, તેથી આ રાગ ખાસ કરીને વસંત ઋતુમાં ગાવા-વગાડવામાં આવે છે. તેના આરોહમાં પાંચ અને અવરોહમાં સાત સ્વર હોય છે. તેથી આ રાગ ઔડવ-સંપૂર્ણ જાતિનો રાગ છે. વસંત ઋતુમાં ગાવા-વગાડવાને કારણે આ રાગમાં હોળીગીતો પણ ઘણાં મળે છે. આ રાગ પ્રસન્નતા અને ખુશીનો રાગ છે. એવું માનવામાં આવે છે કે આ રાગનાં ગીતો ગાવા, વગાડવા અને સાંભળવાથી મન પ્રસન્ન થાય છે. આ રાગ ગાવાનો સમય રાત્રિનો છેલ્લો પહોર છે, પરંતુ તે દિવસ અથવા રાત્રે કોઈપણ સમયે પણ ગાઈ શકાય છે. રાગમાલામાં આ રાગને રાગ હિંડોળનો પુત્ર માનવામાં આવેલ છે. આ પૂર્વી થાટનો રાગ છે. શાસ્ત્રમાં આ રાગ સમાન એક રાગ વસંત હિંડોળનો ઉલ્લેખ પણ મળે છે. આ એક અત્યંત પ્રાચીન રાગ છે, જેનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.
સંક્ષિપ્ત પરિચય રાગ વસંત-
"दो मध्यम कोमल ऋषभ चढ़त न पंचम कीन्ह।
स-म वादी संवादी ते, यह बसंत कह दीन्ह॥'
આરોહ- સા ગ, મ॑ ધ॒ રેં સાં, નિ સાં
અવરોહ- રેં॒ નિ ધ॒ પ, મ॑ ગ મ॑ ऽ ગ, મ॑ ધ॒ ગ મ॑ ગ, રે॒ સા
પકડ- મ॑ ધ॒ રેં॒ સાં, નિ ધ॒ પ, મ॑ ગ મ॑ ऽ ગ
વાદી સ્વર : સા
સંવાદી : મ
થાટ- પૂર્વી (પ્રચલિત)
આ રાગ વિશે કેટલાક મતભેદો પણ છે. પહેલા મત મુજબ, આ રાગમાં કેવળ તીવ્ર મધ્યમનો પ્રયોગ હોવો જોઈએ, પરંતુ અન્ય મત મુજબ, બંને મ વાપરવા જોઈએ, જે વર્તમાન સમયમાં પ્રચલિત છે.
વિશેષતા - ઉત્તરાંગ પ્રધાન રાગ હોવાને કારણે આમાં તાર સપ્તકનો સા ઘણો ચમકે છે. શુદ્ધ મ નો ઉપયોગ માત્ર આરોહમાં એક ખાસ રીતથી કરવામાં આવે છે - સા મ, મ ગ, મ॑ ધ॒ સાં
ગાયન સમય - રાત્રિના છેલ્લા પહોરમાં પરંતુ વસંત ઋતુમાં તે દરેક સમયે ગાય શકાય છે.
આ રાગને પરજ રાગ થી બચાવવા માટે આરોહમાં નિ સ્વરનું લંઘન કરવામાં આવે છે-
સા ગ મ॑ ધ॒ સાં
અથવા
સા ગ મ॑ ધ॒ રેં॒ સાં
વિશેષ સ્વર સંગતીઓ-
૧) પ મ॑ ગ, મ॑ ऽ ગ
૨) મ॑ ધ॒ રેં સાં
૩) સા મ ऽ મ ગ, મ॑ ધ॒ રેં॒ સાં
સંદર્ભો
ફેરફાર કરોબસંત; હાથ કી સફાઈ; વાદા કર લે સાજના, બસંત બહાર; છાયા; છમ છમ નાચત આયી બહાર
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- જ્ઞાની દર્શન સિંઘ સોહલ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
- ગુરમત સંગીત પ્રોજેક્ટ સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન
- રાજ એકેડેમી ઓફ એશિયન મ્યુઝીક
- શીખનેટ: શબદ ફોર પ્રિન્ટિંગ
- ફિલ્મ સોંગ ઈન રાગ બસંત સંગ્રહિત ૨૦૨૧-૧૧-૨૭ ના રોજ વેબેક મશિન
- રાગ વસંત વિષયક વધુ માહિતી