રાજગીર

બૌદ્ધ ધર્મનું પવિત્ર સ્થળ

રાજગીર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના નાલંદા જિલ્લામાં આવેલું એક શહેર છે. રાજગીર ક્ષેત્ર એક સમયે મગધ સામ્રાજ્યની રાજધાની પણ રહ્યું હતું, જેના પછી મૌર્ય સામ્રાજ્યનો ઉદય થયો.

રાજગીર ક્ષેત્રમાં આવેલ ગીધટેકરી (Vulturepeak)

રાજગીર નગર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. વસુમતિપુર, બૃહદ્રથપુર, ગિરિવ્રજ અને કુશાગ્રપુરના નામથી પણ ઓળખાતા ક્ષેત્રને વર્તમાન સમયમાં રાજગીર નામ વડે ઓળખવામાં આવે છે. પૌરાણિક સાહિત્ય અનુસાર રાજગીર બ્રહ્માની પવિત્ર યજ્ઞ ભૂમિ, સંસ્કૃતિ અને વૈભવનું કેન્દ્ર તથા જૈન તીર્થંકર મહાવીર અને ભગવાન બુદ્ધની સાધનાભૂમિ રહ્યું છે. જેનો ઉલ્લેખ ઋગવેદ, અર્થવવેદ, તૈત્તિરીય પુરાણ, વાયુ પુરાણ, મહાભારત, વાલ્મીકિ રામાયણ વગેરેમાં કરવામાં આવેલ છે. જૈન ગ્રંથ વિવિધ તીર્થકલ્પ અનુસાર રાજગીર જરાસંઘ, શ્રેણિક, બિમ્બસાર, કર્ણિક વેગેરે પ્રસિદ્ધ શાસકોનું નિવાસ સ્થાન હતું.