રાજાશાહી

રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ

રાજાશાહી અથવા મોનાર્કી (અંગ્રેજી: Monarchy) એ રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા મોટેભાગે વંશપરંપરાગત અને આજીવન હોય છે. વીસમી સદી દરમિયાન ઘણા દેશોમાં રાજાશાહીનો અંત આવ્યો હતો. મધ્ય એશિયાના ઘણા દેશોમાં લશ્કરે કરેલા લોહિયાળ બળવાથી રાજાશાહીનો અંત લાવવામાં આવ્યો હતો.[]

રાજાશાહીના લક્ષણો

ફેરફાર કરો

રાજાશાહી મોટેભાગે વંશપરંપરાગત અને આ઼જીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લાંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તેને સજાપાત્ર ગણવામાં આવે છે. રાજા કે રાણી પોતે સદાચારી છે; તટસ્થતાથી શાસન કરે છે; ભેદભાવ વિના નિર્ણય કરે છે; ગુનેગારને ક્ષમા નહિ અને નિર્દોષને સજા નહિ — આ સિદ્ધાંતના વાસ્તવિક અમલ દ્વારા પોતે રાજ્ય ચલાવે છે; પ્રજાનું રક્ષણ કરે છે અને નબળાઓને રાહત આપે છે; પોતે ધન કે સત્તાનો લોભી નહિ પરંતુ કલ્યાણકારી છે — વગેરે માન્યતાઓ ધરાવતા હોય છે, અને આવી ઘણી ધારણાઓ પર તેનું અસ્તિત્વ અવલંબે છે. આ બધી ધારણાઓના મૂળમાં 'રાજા કદી પણ ખોટું કામ કરશે નહિ' ('the king can do no wrong') — આવી શ્રદ્ધા પર તે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ મૂળે, બાળકૃષ્ણ માધવરાવ (એપ્રિલ ૨૦૦૩). "રાજાશાહી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૩૭–૫૩૮.