રાજ અનડકટ (અંગ્રેજી: Raj Anadkat) (જન્મ: ૭ નવેમ્બર ૧૯૯૬)[સંદર્ભ આપો] એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તેણે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ઇક રિશ્તા સાઝેદારી કા ધારાવાહી શ્રેણીમાં નિશાન્ત શેઠિયાનું પાત્ર ભજવ્યું હતું, જેનું પ્રસારણ ૮ ઓગસ્ટ ૨૦૧૬થી શરૂ થયું હતું. વર્ષ ૨૦૧૭ના માર્ચ મહિનાથી સબ ટીવી પર દર્શાવવામાં આવતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં ટિપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ)ના પાત્ર ભજવતા ભવ્ય ગાંધીની જગ્યાએ રાજ અનડકટે અભિનય શરુ કર્યો હતો.[]

રાજ અનડકટ
જન્મ૭ નવેમ્બર ૧૯૯૬ Edit this on Wikidata
વ્યવસાયટેલિવિઝન કલાકાર Edit this on Wikidata

ધારાવાહિક

ફેરફાર કરો
શીર્ષક ભૂમિકા પ્રસારણ ચેનલ વર્ષ
ક્રાઇમ પેટ્રોલ, ૧૭ એપ્રિલ ૨૦૧૭ હપ્તો રોમી તરીકે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ૨૦૧૭
ઇક રિશ્તા સાઝેદારી કા નિશાન્ત શેઠિયા સોની એન્ટરટેઈનમેન્ટ
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટિપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ) [] સબ ટીવી ૨૦૧૭–વર્તમાન

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Raj Anadkat is new Tappu on Tarak Mehta Ka Ooltah Chashmah". indianexpress.com. ૪ માર્ચ ૨૦૧૭. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૭.
  2. "Raj Anadkat as Tappu". india.com. મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]