રાણી ઝાંસી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
રાષ્ટ્રીય ઉદ્યાન
રાણી ઝાંસી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા રાની ઝાંસી મરીન નેશનલ પાર્ક (અંગ્રેજી: Rani Jhansi Marine National Park) ભારત દેશના આંદામાન અને નિકોબાર ટાપુઓ ખાતે આવેલ છે, જે બંગાળની ખાડીમાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના વર્ષ ૧૯૯૬માં કરવામાં આવી હતી અને તે ૨૫૬.૧૪ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લે છે. આ ઉદ્યાનનું નામ ઝાંસી કી રાનીનું બિરુદ પ્રાપ્ત કરનાર વીરાંગના રાણી લક્ષ્મીબાઈ (૧૮૨૮-૫૮)ની યાદ અપાવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- રાણી ઝાંસી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન; UNEP-WCMC