રાથોંગ હિમનદી
રાથોંગ હિમનદી (ગ્લેશિયર) ભારત દેશનાસિક્કિમ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલ એક મહત્વપૂર્ણ હિમનદી છે. આ હિમનદી ઉત્તર દિશામાં રાથોંગ ઘાટ થી દક્ષિણ દિશામાં ચૌરીકિયાંગ ખીણના ઉપરના ભાગ સુધી વિસ્તરેલ છે. આ હિમનદી રાથોંગ નદીનો સ્ત્રોત છે.[૧] આ હિમનદી રાથોંગ પર્વત (Mt. Rathong) (6678m) તેમ જ કાબરુ હારમાળાના વિસ્તારમાં થતી બરફવર્ષા દ્વારા બને છે. હિમાલયન પર્વતારોહણ સંસ્થા, દાર્જિલિંગ દ્વારા રાથોંગ હિમનદી પર ચૌરીકિયાંગ ખાતે કાયમી બેઝ કેમ્પ સુયોજિત કરવામાં આવેલ છે. અહીં તેમના પર્વતારોહકોને બરફમાં ચાલવાની વિવિધ પાસાંઓની કવાયત કરવા માટે આ પ્રારંભિક સંસ્થા છે; આથી આ ગ્લેશિયર વિશ્વભરના પર્વતારોહકો માટે જાણીતું છે. હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગને કારણે હિમનદીનો વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે અને તેના કારણે અહીં ઘણાં હિમ-તળાવો રચાયેલ છે. આ ક્ષેત્રનાં મુખ્ય તળાવો જેવા કે દુધ પોખરી અને ભાલે પોખરી માટે આ ઘટના ચેતવણીરૂપ છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- હિમનદીઓની યાદી
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Arundhati Ray, Sujoy Das (૨૦૦૧). Sikkim: A Traveller's Guide. Orient Blackswan. ISBN 81-7824-008-4.