રાની રામપાલ (જન્મ : 4 ડિસેમ્બર, 1994 શાહબાદ હરિયાણા) ભારતીય હૉકી ટીમનાં કૅપ્ટન છે. તેમણે 14 વર્ષની વયે ઇન્ટરનેશનલ હૉકીમાં પદાર્પણ કર્યું હતું અને  ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયાં હતાં. આમ તે સૌથી નાની વયે ઇન્ટરનેશનલ હૉકી રમનારાં ભારતીય ખેલાડી બન્યાં હતાં. માત્ર 15 વર્ષની વયે રાની રામપાલ 2010ના હૉકી વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યાં હતાં.[1](11)

રાની રામપાલ

Rampal (blue) at the 2010 Commonwealth Games
Personal information
Born (1994-12-04) 4 December 1994 (ઉંમર 29)
Shahabad Markanda, Haryana, India
Height1.65 m
Weight60 kg
Playing positionForward
National team
2009–India226(112)

રાની રામપાલ ફિલ્ડ હૉકીમાં સ્ટ્રાઇકર અને મિડફિલ્ડર એમ બે પ્રકારની ભૂમિકા અદા કરે છે. તેમણે ભારત માટે 212 મૅચમાં 134 ઇન્ટરનેશનલ ગોલ ફટકાર્યા છે. [2] 2018માં સિલ્વર અને 2014ની એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતીય હૉકી ટીમમાં રામી રામપાલ રમ્યાં હતાં. [1] 2018માં જાકાર્તા એશિયન ગેમ્સના પૂર્ણાહુતિ સમારંભમાં રાની રામપાલ ભારતીય દળનાં ફ્લૅગ બેરર હતાં.[3]

વર્લ્ડ ગેમ્સ ઍથ્લીટ ઑફ ધ યર 2019નો ઍવૉર્ડ જીતનારાં તેઓ ભારતનાં સૌપ્રથમ હૉકી ખેલાડી બન્યાં હતાં. (4) સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)નાં લેવલ-10 કોચ રાની રામપાલને 2020માં દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. અગાઉ તેમને 2016માં અર્જુન ઍવૉર્ડથી પણ નવાજવામાં આવ્યાં હતાં. ભારત સરકારે 2020માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી તેમને સન્માનિત કર્યાં હતાં. [5][6][7]

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

રાની રામપાલનો જન્મ હરિયાણાના શાહબાદ માર્કંડા શહેરમાં એક ગરીબ પરિવારમાં થયો હતો, તેમના પિતા લારી ચલાવીને ગુજરાન કરતા હતા. રાની રામપાલ સાત વર્ષનાં હતાં ત્યારથી તેમણે હૉકી રમવાનું શરૂ કરી દીધું હતું. તેમણે હૉકી રમવા માટે માતાપિતાને મનાવવા પડ્યાં હતાં. મહિલા હૉકી માટે શાહબાદમાં વિમેન્સ હૉકી કોચિંગ સેન્ટર છે, ત્યાં રાનીને દ્રોણાચાર્ય ઍવૉર્ડ વિજેતા સરદાર બલદેવ સિંઘ કોચના રૂપમાં મળ્યા. [7][8]. 2005માં રાનીની પસંદગી સબ જુનિયર કૅમ્પમાં થઈ જ્યાં તેઓ ઘાયલ થયાં અને તેમને એક વર્ષ સુધી હૉકીથી દૂર થઈ જવું પડ્યું હતું. આકરી ફિઝિયોથેરાપીની મદદથી તેઓ ઝડપથી સાજાં થઈને 2007માં ફરીથી હૉકી રમતાં થઈ ગયાં હતાં. આસામના ગૌહાટી ખાતે નેશનલ્સ દરમિયાન તેઓ પસંદગીકારોને આકર્ષી શકયાં હતાં. ત્યાર પછીના વર્ષે તેઓ ભારતીય ટીમમાં સ્થાન પામ્યાં હતાં. [8] તેમની કારકિર્દી શરૂ થતાં જ બિનનફાકારક સંસ્થા ગો સ્પૉર્ટ્સ ફાઉન્ડેશને તેમને આર્થિક અને બિન-આર્થિક મદદ કરી[9] રમત-ગમત સાથે મજબૂત જોડાણ બનાવવા અને યુવા મહિલાઓને રમતો આગળ વધવા પ્રોત્સાહન આપવાના પગલાંરૂપે 2018માં એડલવાઇઝ ગ્રુપે રાની રામપાલ અને ઑલિમ્પિકસ જિમ્નાસ્ટ દીપા કર્માકરને કરારબદ્ધ કર્યાં હતાં. [10](11)

કારર્કિર્દી:

ફેરફાર કરો

રશિયામાં જૂન 2009ના ચૅમ્પિયન્સ ચૅલેન્જ ટુર્નામેન્ટમાં રાની રામપાલે ફાઇનલમાં ચાર ગોલ કર્યા અને ‘ધ ટૉપ ગોલ સ્કોરર’ અને ‘યંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ ઍવૉર્ડ મેળવ્યો. [7]

જ્યારે રાની રામપાલ 14 વર્ષની વયે ઑલિમ્પિક્સ ક્વૉલિફાયર માટે ભારતીય ટીમમાં સામેલ થયાં ત્યારે ભારત તરફથી રમવા માટેના સૌથી યુવાન હૉકી ખેલાડી બન્યાં હતાં. [1]

2010ના કૉમનવેલ્થ ગેમ્સમાં તેમને એફઆઇએચ (ફેડરેશન ઇન્ટરનેશનલ  હૉકી F.I.H) ‘યંગ વુમન પ્લેયર ઑફ ધ યર’ ઍવૉર્ડ માટે નોમિનેટ કરાયાં હતાં. 2010 ની એશિયન ગેમ્સમાં તેમના પ્રદર્શન માટે રાની રામપાલને એશિયન હૉકી ફેડરેશનની ઑલ સ્ટાર ટીમમાં પસંદ કરવામાં આવ્યાં હતાં.

2010ના વર્લ્ડકપમાં પહેલી વાર રમીને તેમણે ટીમના કુલ સાત ગોલમાંથી પાંચ ગોલ કર્યા હતા અને તેમને યંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો ઍવૉર્ડ મળ્યો હતો. 2013ના જુનિયર વર્લ્ડ કપમાં પણ રાની રામપાલે આ જ ઍવૉર્ડ હાંસલ કર્યો હતો. એ વખતે ભારતીય ટીમે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

2014માં તેમણે ભારતીય ટીમને એશિયન ગેઇમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતવામાં મદદ કરી હતી.

2016નાં રિયો ઑલિમ્પિકમાં ભારત 36 વર્ષ બાદ રમી રહ્યું હતું ત્યારે રામપાલે પાંચેય ગ્રુપ મૅચમાં રમીને જાપાન સામેની પહેલી જ મૅચમાં બે ગોલ ફટકાર્યા હતા. [1]

રિયોથી પરત ફર્યા બાદ તેમને ભારતીય ટીમનાં કૅપ્ટન બનાવવામાં આવ્યાં હતાં. 2018ની એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો પણ ફાઇનલમાં હારવાને કારણે ભારતીય ટીમ 2020ની ટોક્યો ઑલિમ્પ્કિસમાં સીધા જ ક્વૉલિફાય થવામાં નિષ્ફળ રહી હતી. જોકે 2019માં અમેરિકા સામેની મૅચમાં રાની રામપાલે નિર્ણાયક ગોલ નોંધાવતાં ભારતે ઑલિમ્પિક્સમાં સ્થાન હાંસલ કર્યું હતું. રાની રામપાલની આગેવાની હેઠળ ભારતીય હૉકી ટીમ 2018ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી તો એ જ વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં ચોથા ક્રમે રહી હતી. [1][7]

https://www.olympicchannel.com/en/athletes/detail/rani-rampal/  [1]

https://in.news.yahoo.com/rani-rampal-first-hockey-player-win-world-games-athlete-year-award-095921319.html [2]

https://sports.ndtv.com/asian-games-2018/asian-games-2018-rani-rampal-named-indias-flag-bearer-for-closing-ceremony-1909930 [3]

https://in.news.yahoo.com/rani-rampal-first-hockey-player-win-world-games-athlete-year-award-095921319.html [4]

https://www.thestatesman.com/sports/rani-rampal-earns-sai-promotion-world-games-athlete-year-award-1502851730.html [5]

https://sports.ndtv.com/hockey/national-sports-awards-2020-womens-hockey-captain-rani-rampal-attends-virtual-ceremony-in-ppe-kit-2287243 [6]

https://www.thebetterindia.com/174523/rani-rampal-captain-inspiring-women-hockey-india/ [7]

https://thebridge.in/players-speak/rani-rampal-fearlessness-is-what-makes-people-look-up-to-you/ [8]

https://feminisminindia.com/2017/11/08/indian-womens-hockey-team/ [9]

https://www.adgully.com/edelweiss-group-signs-on-dipa-karmakar-rani-rampal-as-sports-champions-77535.html [10]

https://www.bbc.com/gujarati/media-55979715 (11)