રામસેજ કિલ્લો
રામસેજ અથવા રામશેજ કિલ્લો એક નાનો કિલ્લો છે, જે પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના નાસિકની ઉત્તર-પશ્ચિમ દિશામાં ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ)ના અંતરે આવેલ છે. આ કિલ્લો મુઘલ સામ્રાજ્ય સામેના સાડા છ વર્ષના યુદ્ધનો સાક્ષી છે. પ્રથમ કિલ્લેદાર (નેતા) સુર્યાજી જાધવ હતા, પરંતુ સાડા પાંચ વર્ષ પછી તેમને તબદિલ કરવામાં આવ્યા હતા અને એક નવા કિલ્લેદારની નિમણૂંક કરવામાં આવી હતી. મોગલોએ નવા કિલ્લેદારને લાંચ આપીને વિજય મેળવ્યો હતો.
રામસેજ કિલ્લો | |
---|---|
નાસિક, મહારાષ્ટ્ર, ભારત | |
અક્ષાંશ-રેખાંશ | 20°06′44″N 73°46′02″E / 20.112195°N 73.767354°E |
પ્રકાર | કિલ્લો |
ચિત્ર-દર્શન
ફેરફાર કરો-
રામસેજ કિલ્લા ઉપર જતો રસ્તો
-
બહારનો દેખાવ
-
સૂર્યના કિરણો વડે શોભતો કિલ્લો
-
કિલ્લા પર વૃક્ષ
-
પગથિયાં