રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય
રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય (અંગ્રેજી : નેશનલ ગાંધી મ્યુઝિયમ) અથવા ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ એ એક સંગ્રહાલય છે જે ભારતના નવી દિલ્હીમાં આવેલું છે. આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધીના જીવન અને સિદ્ધાંતોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યા કરવામાં આવી તે પછી તરત જ મુંબઈમાં આ સંગ્રહાલય શરૂ થયું. ઈ.સ. ૧૯૬૧ માં તેને નવી દિલ્હીમાં રાજ ઘાટમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સ્થાપના | ૧૯૬૧ |
---|---|
સ્થાન | રાજ ઘાટ, નવી દિલ્હી, ભારત |
નિયામક | એ. અન્નામલાઈ જોઈન્ટ ડયરેક્ટર ઉત્તમ કુમાર સિન્હા |
વેબસાઇટ | Official site |
ઇતિહાસ
ફેરફાર કરો૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમના મૃત્યુ પછી ટૂંક સમયમાં જ, સંગ્રાહકોએ સમગ્ર ભારતમાં ગાંધીજી સંબંધિત મહત્વના કંઈપણ બાબત શોધવાની શરૂઆત કરી હતી. ગાંધીજીને લગતી વ્યક્તિગત વસ્તુઓ, અખબારો અને પુસ્તકો મુંબઇ લઈ જવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૯૫૧ માં, આ વસ્તુઓ નવી દિલ્હીના કોટા હાઉસની નજીકની ઇમારતોમાં ખસેડવામાં આવી. ઈ.સ. ૧૯૫૭માં આ સંગ્રહાલય એક હવેલીમાં સ્થળાંતર થયું હતું.
છેવટે ૧૯૫૯માં, ગાંધી મ્યુઝિયમ, મહાત્મા ગાંધીની સમાધિની બાજુમાં નવી દિલ્હી રાજ ઘાટ ખાતે ખસેડવામાં આવ્યું. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઔપચારિક રીતે તે નવા સ્થાનનું ઉદ્ઘાટન કર્યું ત્યારે મહાત્મા ગાંધીની હત્યાની ૧૩ મી વર્ષગાંઠ હતી, ૧૯૬૧માં આ સંગ્રહાલય સત્તાવાર રીતે ખુલ્લુ મુકાયું. [૧]
પુસ્તકાલય
ફેરફાર કરોગાંધી સંગ્રહાલયનું પુસ્તકાલય એ ગાંધીજીના કાર્ય માટેનું પ્રદર્શન અને સામાન્ય અભ્યાસ પુસ્તકાલય બન્ને છે. પુસ્તકોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, પ્રથમ વિભાગમાં ગાંધીજી દ્વારા અથવા તેમના વિશે લખાયેલ પુસ્તકો છે અને બીજા વિભાગમાં અન્ય વિષયોની બાબતો પર પુસ્તકો છે.[૨] સંગ્રહાલયની લાઇબ્રેરીમાં હાલમાં ૩૫,૦૦૦ થી વધુ પુસ્તકો અથવા દસ્તાવેજો છે. આ પુસ્તકાલયમાં અંગ્રેજી અને હિન્દી બંનેમાં ગાંધીજીના જીવનકાળના ૨૦૦૦ સામયિકનો સંગ્રહ પણ છે. [૩]
ગેલેરી
ફેરફાર કરોરાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાં ગેલેરીમાં મહાત્મા ગાંધીની પેઇન્ટિંગ્સ અને વ્યક્તિગત વસ્તુઓનો મોટી સંખ્યામાં સંગ્રહવામાં આવી છે. આ સંગ્રહમાં સૌથી નોંધપાત્ર વસ્તુઓ છે: સત્યાગ્રહ વિલેમિયા મુલર દ્વારા લાકડામાં કોતરેલી સત્યગ્રહ નામની કૃતિ, ગાંધીજીના ચાલવા માટે વાપરતા તે લાકડીઓ, જ્યારે તેમની હત્યા કરવામાં આવી તે સમયે ગાંધીજી દ્વારા પહેરવામાં આવેલી ધોતી અને શાલ, તેમને મારવામાં આવેલ ગોળી.[૪] આ સંગ્રહાલયમાં ગાંધીજીના કેટલાક દાંત અને તેમની હાથીદાંતની દાંત ખોતરણી (ટૂથપીક) પણ છે.[૫] મ્યુઝિયમની ગેલેરીઓ : શહીદ ગેલેરી, સ્મારક ગેલેરી, આર્ટ ગેલેરી વિગેરે જેમાં ગાંધી પર બનાવેલી કલા કૃતિઓ જોવા મળે છે. સંગ્રહાલયમાં એક સામાન્ય ફોટો ગેલેરી પણ છે.
વિશેષ પ્રદર્શનો
ફેરફાર કરોઅહીંના ગાંધી આધારિત કાયમી સંગ્રહ પ્રદર્શન ઉપરાંત, ભારતના ઇતિહાસ સાથે સંકળાયેલા અન્ય પ્રદર્શનો પણ દર્શાવવામાં આવ્યા છે. મોટાભાગના પ્રદર્શનો ભારતીય રાજકીય નેતાઓ અને શાંતિ ચળવળ પર આધારિત છે, તે સિવાય વિશ્વની મુખ્ય ઘટનાઓ પણ શામિલ છે.[૬]
આ પણ જુઓ
ફેરફાર કરો- ઈટર્નલ ગાંધી મલ્ટીમીડિયા મ્યુઝીયમ
- ગાંધી સ્મૃતિ (બિરલા હાઉસ)
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "History". Gandhi Museum. મૂળ માંથી 17 June 2009 પર સંગ્રહિત. મેળવેલ 15 September 2009.
- ↑ "Classification". Gandhi Museum. મૂળ માંથી 12 December 2009 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
- ↑ "Periodicals". Gandhi Museum. મૂળ માંથી 15 December 2009 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
- ↑ "Gallery". Gandhi Museum. મૂળ માંથી 15 December 2009 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2009.
- ↑ Gentleman, Amelia (20 September 2006). "Does urbanized India have room for Gandhi?". New York Times. મેળવેલ 19 May 2010.
- ↑ "Special Exhibitions". Gandhi Museum. મૂળ માંથી 19 May 2009 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોCoordinates: 29°04′28″N 77°24′58″E / 29.07444°N 77.41611°E