રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર (હિન્દી:राष्‍ट्रीय वीरता पुरस्‍कार; અંગ્રેજી:National Bravery Awards) ભારત સરકાર વતી ભારતીય બાળ કલ્યાણ પરિષદ[] દ્વારા દેશનાં બાળકોએ દાખવેલ બહાદુરીભર્યા કાર્ય બદલ સન્માનિત કરી આપવામાં આવતા વિવિધ પુરસ્કારો છે. આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશભરમાંથી પસંદ કરાયેલ ૨૪ બાળકોને આપવામાં આવે છે[]. સૌપ્રથમ વાર ઈ. સ. ૧૯૫૭ના વર્ષમાં ભારતીય બાળકલ્યાણ પરિષદ દ્વારા બાળકોને વીરતા માટેના પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પુરસ્કાર અંતર્ગત એક પદક, પ્રમાણપત્ર તથા રોકડ રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. પ્રજાસત્તાક દિનની પરેડ વેળા આ બાળકોને હાથી પર સવાર થઈ પરેડમાં સામેલ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર
પ્રકારનાગરિક પુરસ્કાર (સિવિલિયન)
કક્ષા૬ થી ૧૮ વર્ષના બાળકો માટે
શરૂ થયાનું વર્ષ૧૯૫૭
પુરસ્કાર એનાયત કર્યાનું છેલ્લું વર્ષ૨૦૧૫ (ઈ. સ. ૨૦૧૪ માટે)
કુલ પુરસ્કાર પ્રાપ્તકર્તા (૨૦૧૩ સુધીમાં)૮૭૨ બાળકો (૬૧૯ કિશોર અને ૨૫૩ કિશોરી)[]
પુરસ્કાર આપનાર
ભારત સરકાર; ભારતીય બાળકલ્યાણ પરિષદ [Indian Council for Child Welfare (ICCW)]
અધિકૃત વેબસાઇટ
www.iccw.in/national_bravery.html

પુરસ્કાર

ફેરફાર કરો

આ વીરતા પુરસ્કારો નીચે મુજબ છે[].

  1. ભારત પુરસ્કાર, (૧૯૮૭ થી)
  2. ગીતા ચોપરા પુરસ્કાર, (૧૯૭૮ થી)
  3. સંજય ચોપરા પુરસ્કાર, (૧૯૭૮ થી)
  4. બાપુ ગૈધાની પુરસ્કાર, (૧૯૮૮ થી)
  5. સામાન્ય રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર, (૧૯૫૭ થી)

સંદર્ભો

ફેરફાર કરો
  1. http://pib.nic.in/newsite/hindirelease.aspx?relid=26274 | title=25 बच्‍चे राष्‍ट्रीय बहादुरी पुरस्‍कार से सम्‍मानित | publisher = पत्र सूचना कार्यालय, भारत सरकार | date= 19 जनवरी 2014 | accessdate = 20 जनवरी 2014
  2. http://iccw.in/ Indian Council for Child Welfare (ICCW)
  3. National Bravery AwardGovt. of India Portal.
  4. http://www.iccw.in/scheme_details.html%7Cpublisher=ICCW official website|accessdate=March 5, 2013

બાહ્ય કડીઓ

ફેરફાર કરો