રાહલા ધોધ

હિમાચલ પ્રદેશનો એક ધોધ

રાહલા ધોધ (અંગ્રેજી: Rehala Falls) (રેહાલા, રાહલ્લા આથવા રહાલા પણ કહેવાય છે) એક કાસ્કેડ અને પંચબાઉલ પ્રકારનો ધોધ છે, કે જે મનાલી થી રોહતાંગ ઘાટ જતા માર્ગ પર ૧૬ કિ. મી. ના અંતરે આવેલ છે. આ રાહલા ધોધ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં [૧] લેહ–મનાલી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ એક પ્રવાસી આકર્ષણ છે.

રાહલા ધોધ
સ્થાનહિમાચલ પ્રદેશ, ભારત
પ્રકારકાસ્કેડ, પંચબાઉલ
કુલ ઉંચાઇ2,501 meters

જંગલ ફેરફાર કરો

આ ધોધ બધી બાજુએથી ગાઢ જંગલો દ્વારા ઘેરાયેલ છે. આ ગાઢ જંગલમાં ભુર્જ (બિર્ચ) અને દેવદારનાં વૃક્ષો સામાન્યપણે જોવા મળે છે. ધોધનીપૃષ્ઠભૂમિમાં બરફ આચ્છાદિત હિમાલય શિખરો જોઈ શકાય છે.

મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ફેરફાર કરો

આ ધોધની મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે.[૨]

રાહલા ધોધ માર્ગદર્શન ફેરફાર કરો

  • રાહલા ધોધથી સૌથી નજીકનું વિમાનમથક મનાલીથી ૫૦ કિ. મી. જેટલા અંતરે આવેલ ભુંતર ખાતે છે. ભુંતર આવવા માટે દિલ્હી ખાતેથી સીધી વિમાનસેવાઓ ઉપલબ્ધ હોય છે. મનાલી માટેની વર્તમાન વિમાન સેવાઓ એર ઈન્ડિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અન્ય ખાનગી એરલાઇન્સ પણ સેવાઓ પૂરી પાડે છે.[૩]
  • મનાલી રોડ મારફતે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૧ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧ દ્વારા , દિલ્હી સાથે જોડાયેલ છે. કોઈપણ બસ અથવા ટેક્સી દ્વારા અહીં સુધી પહોંચી શકે છે.[૪] ધોધ પર જવા માટે મનાલી ખાતેથી બસ મળે છે અને તેનો પ્રવાસ સમય ૨૦ મિનિટ આસપાસ હોય છે.[૫]

પ્રવૃત્તિઓ ફેરફાર કરો

આ એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ હોવા ઉપરાંત આ સ્થળ પર પદઆરોહણ (ટ્રેકિંગ) અને પર્વતારોહણને લગતી સેવાઓ પણ મળે છે.[૬]

સલામતી ફેરફાર કરો

આજ સુધીમાં આ સ્થળ ખાતે કોઈ અકસ્માતની ઘટનાઓ નોંધાયેલ નથી[૭]

સંદર્ભો ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-07-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-05.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-05.
  3. http://www.discoveredindia.com/himachal-pradesh/attractions/waterfalls/rahla-fall.htm
  4. http://www.discoveredindia.com/himachal-pradesh/attractions/waterfalls/rahla-fall.htm
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-05.
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-05.
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-05.