રૂબિડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Rb છે અને અણુ ક્રમાંક ૩૭ છે. રુબિડીયમ એ એક નરમ સફેદ ચળકતી ધાતુ છે. આ એક આલ્કલી ધાતુ સમુહમાં આવે છે. આનો અણુભાર ૮૫.૪૬૭૮ છે. શુદ્ધ તત્વ સ્વરૂપે રુબિડીયમ એ અત્યંત ક્રિયાશીલ છે. આના ગુણ ધર્મો અન્ય જૂથ -૧ ના તત્વોને મળતા આવે છે, જેમકે વાતાવરણમાં ખૂબ ઝપથી ઓક્સિડેશન પામવું . રુબિડિયમનો માત્ર એક જ સ્થિર સમસ્થાનિક છે, 85Rb. સમથાનિક 87Rb, એ પ્રાકૃતિક રીતે મળી આવતા રુબિડીયમનો ૨૮% જેટલો ભાગ ધરાવે છે, તે કિરણોસ્થારી રીતે સક્રીય હોય છે અને તેનો અર્ધ જીવન કાળ ૪૯૦ કરોડ વર્ષ છે જે અનુમાનિત વિશ્વના જીવન કાળ કરતાં પણ ત્રણ ગણું વધુ છે.

જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બન્સેન અને ગુસ્તાવ કીર્ચોફ એ ૧૮૬૧માં નવી શોધેલે પ્રક્રીયા ફ્લેમ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા રુબિડિયમની શોધ કરી. આના સંયોજનો રાસાયણિક અને ઈલેક્ટ્રોનિક ઉપયોગ ધરાવે છે. રુબિડીયમ ધાતુ સરળતાથેએ બાષ્પીભવન પામે છે અને સગવડતા બહ્રી સ્પેક્ટ્રલ સોષક શ્રેણી ધરાવે છે.

રુબિડીયમ એ સજીવો માટે આવશ્યક તત્વ નથી. તેમ છતં, સેસિય્યમ રુબિડેયમ આયનો ને સજીવો દ્વારા પોટેશિયમ આયનોની માફક જ પ્રક્રિયીત કરાય છે. આને સક્રીય રીતે વનસ્પતિ અને પ્રાણી કોષો દ્વારા ગ્રહણ કરી લેવાય છે.