રૂમા દેવી
રૂમા દેવી રાજસ્થાનના બારમેરની ભારતીય પરંપરાગત હસ્તકલા કારીગર છે.[૧] રૂમા દેવીને ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક સન્માન "નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮" આપવામાં આવ્યો હતો.
રૂમા દેવી | |
---|---|
જન્મની વિગત | બાડમેર, રાજસ્થાન, ભારત | November 16, 1989
વ્યવસાય | ફેશન ડિઝાઈનર |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોરૂમા દેવીનો જન્મ ૧૯૮૮ માં થયો હતો અને તેઓ રાજસ્થાનના બાડમેરના રાવતસરમાં ઉછર્યા હતા. જ્યારે તેઓ ૮ મા ધોરણમાં હતા ત્યારે તેમણે શાળા છોડી દીધી હતી. તેમણે બાળપણમાં તેમની દાદી પાસેથી ભરતકામ શીખ્યું હતું. તેમણે ૧૭ વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને તેમના પ્રથમ પુત્રનું જન્મના ૪૮ કલાકમાં અવસાન થયું હતું.[૨]
કારકિર્દી
ફેરફાર કરોતેમણે કમાણી માટે થોડું કામ કરવાનું શરૂ કર્યું. ૨૦૦૬ માં તેમના ગામની ૧૦ જેટલી મહિલાઓને મનાવ્યા બાદ તેમણે એક સ્વ-સહાય જૂથ શરૂ કર્યું. દરેક મહિલા પાસેથી ૧૦૦ રૂપિયાના યોગદાન સાથે, તેઓએ તકિયા અને બેગ બનાવવા માટે સેકન્ડ હેન્ડ સીલાઈ મશીન, કાપડ, દોરા અને પ્લાસ્ટિકના રેપર ખરીદ્યા.[૩]
સફળતાની શોધ તેમને બાડમેરના ગ્રામીણ વિકાસ એવં ચેતના સંસ્થાના દરવાજે લઈ ગઈ અને ૨૦૦૮ માં તેઓ તેમાં સભ્ય તરીકે જોડાયા. ૨૦૧૦ માં આ બિન-સરકારી સંસ્થાના તેઓ પ્રમુખ બન્યા.[૪] તેમણે દિલ્હીના રફી માર્ગમાં તેમનું પ્રથમ પ્રદર્શન ૨૦૧૦ માં અને રાજસ્થાન હેરિટેજ વીક ૨૦૧૬માં તેમનો પહેલો ફેશન શો કર્યો હતો. તેઓ હવે ભારતભરના આદિવાસી કારીગરો અને લઘુમતીઓની હસ્તકલાને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહ્યા છે જેથી તેમની હસ્તકલા અને હસ્તકલા પાછળના કારીગરોને માન્યતા મળે.[૫]
પુરસ્કારો અને સન્માન
ફેરફાર કરો- ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે નારી શક્તિ પુરસ્કાર (૨૦૧૮)
- કોન બનેગા કરોડપતિ (૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯) ટીવી કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને સોનાક્ષી સિન્હા સાથે સહભાગ લીધો.[૬][૭]
- હાર્વર્ડ યુનિવર્સિટી, બોસ્ટન, યુ. એસ. દ્વારા તેમની ૧૭ મી ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ (૧૫-૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦) માં પેનલિસ્ટ તરીકે આમંત્રિત.[૮]
- 'ટી.એફ.આઈ. ડિઝાઈનર ઑફ ધ ઇયર ૨૦૧૯' નો ખિતાબ જીત્યો.[૯] [૧૦]
- ૨૦૧૮ માં 'ધ ન્યૂ ભારત' શીર્ષક સાથે તેની ઇન્ડિયા ટુડે મેગેઝિનની વર્ષગાંઠ આવૃત્તિના કવર પેજ પર પ્રદર્શિત.[૧૧]
- ગુડવિલ એમ્બેસેડર એન્ડ ટ્રાઇબ્સ ઇન્ડિયાના મુખ્ય ડિઝાઇનર.[૧૨]
- શ્રીલંકા સરકાર દ્વારા શિલ્પા અભિમાની પુરસ્કાર: હસ્તકલાને પ્રોત્સાહન
- વિમેન ઓન વિંગ્સ નેધરલેન્ડ્સ, દ્વારા સન્માન (૨૦૧૬)
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Ruma Devi | WEF | Women Economic Forum". WEF (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-15.
- ↑ Roytalukdar, Rakhee. "Ruma Devi and her motifs of change". @businessline (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-15.
- ↑ Khan, Shoeb (February 26, 2019). "Ruma Devi: From school dropout to changing fortunes of 22,000 women". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-15.
- ↑ "Rajasthan: Married off at 17, Ruma Devi is now guardian angel for over 20,000 women". ANI News (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-15.
- ↑ "ruma devi Hindi News and Today's Trending Topics with ruma devi Latest Photos and Videos". Dainik Bhaskar (હિન્દીમાં). મૂળ માંથી 2018-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-15.
- ↑ "Amitabh Bachchan bemused at Sonakshi Sinha over 'KBC' gaffe". The Hindu (અંગ્રેજીમાં). Inter-Asian News Service. 2019-09-21. ISSN 0971-751X. મેળવેલ 2020-07-15.
- ↑ "केबीसी 11: आर्थिक तंगी से हुई थी बच्चे की मौत, बाद में ऐसे बदल दी 22 हजार महिलाओं की किस्मत". Amar Ujala (હિન્દીમાં). મેળવેલ 2020-07-15.
- ↑ "February 13, 2020". Office for Student Affairs (અંગ્રેજીમાં). 2020-02-12. મૂળ માંથી 2021-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-15.
- ↑ Sheikh, Sajid (2019-07-18). "फैशन के सतरंगी रैंप पर बाड़मेर की रूमा का ब्लैक एंड व्हाइट कलेक्शन छाया, जीता डिजाइनर ऑफ दी ईयर अवाॅर्ड". Dainik Bhaskar (હિન્દીમાં). મેળવેલ 2020-07-15.
- ↑ "Sustainable fashion forward". The New Indian Express. મેળવેલ 2020-07-15.
- ↑ Parihar, Rohit (December 23, 2018). "A Stitch in Time | The Social Warriors". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-15.
- ↑ "आदि महोत्सव में छाया बाड़मेर की रूमा देवी का कलेक्शन, ट्राइब्स इंडिया ने बनाया 'गुड विल एंबेसडर'". Zee News Hindi. 2019-11-26. મેળવેલ 2020-07-15.