રોક ગાર્ડન
રોક ગાર્ડન એ ભારતના ચંદીગઢ શહેરમાં આવેલું એક શિલ્પ ઉદ્યાન છે. ૧૯૫૭માં પોતાના ફાજલ સમયમાં ગુપ્ત રીતે બગીચાની શરૂઆત કરનારા સરકારી અધિકારી નેકચંદ સૈનીના નામ પરથી તે નેકચંદ સૈની રોક ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાનમાં તે ૪૦ એકર (૧૬ હેક્ટર)ના વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઉદ્યાન સંપૂર્ણ રીતે ઔદ્યોગિક અને ઘરેલુ આડ પેદાશો તથા ફેંકી દેવાયેલી નકામી વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે.[૧][૨]
રોક ગાર્ડન | |
---|---|
પ્રકાર | શહેરી બગીચો |
સ્થાન | ચંદીગઢ, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30.75380, 76.81047 |
વિસ્તાર | ૧,૬૦,૦૦૦ ચો.મી. |
બનાવેલ | ૧૯૫૭-૧૯૭૬ |
મુલાકાતીઓ | ૧૫ લાખ |
પાર્શ્વ ભૂમિ
ફેરફાર કરોલગભગ ૧૯૫૭માં નેકચંદ નામના એક વ્યક્તિએ ગુપ્ત રીતે આ ઉદ્યાન શરૂ કર્યું. સત્તાધીશોને આ જગ્યા ૧૯૭૫માં મળી આવી ત્યારે આ એક વચ્ચે વચ્ચે જોડાયેલ વાડાઓનો સમૂહ બની ચૂક્યો હતો. દરેકમાં સો એક ચિનાઈ માટીના ટુકડાઓથી મઢેલા સંગીત વાદક નર્તક અને પ્રાણીઓના શિલ્પ હતાં. સત્તાધીશોએ આનો તાબો લીધો અને તેને ઉદ્યાન સ્વરૂપે ૧૯૭૬માં ખુલ્લો મુક્યો. અત્યારે તેનો વહીવટ રોક ગાર્ડન સોસાયટી દ્વારા ચલાવાય છે.
નેકચંદ સૈની એક સ્વ શિક્ષિત કલાકાર હતા, તેઓ રોક ગાર્ડનના શિલ્પના નિર્માણમાટે પ્રખ્યાત છે. તેમનું કુટુંબ ૧૯૪૭માં ભાગલા પછી ચંદીગઢમાં આવ્યું. તે સમયે, તે સમયે સ્વિસ/ફ્રેંચ વાસ્તુવિદ્ લે કોરબ્યુસીયર દ્વારા આ શહેરનું આયોજન થઈ રહ્યું હતું. આ ભારતનું પ્રથમ આયોજિત નગર હતું. ૧૯૫૧માં નેકચંદને અહીં રોડ ઇન્સ્પેક્ટર તરીકે કામ મળ્યું.
ઉદ્યાન
ફેરફાર કરોહજી પણ રોક ગાર્ડનને બિનઉપયોગી વસ્તુઓમાંથી જ બનાવવામાં આવે છે. તે સુખના તળાવ નજીક આવેલું છે. આમાં માનવ રચિત એકબીજાસાથે જોડાયેલા જળ ધોધ છે અને ઘણાં અન્ય શિલ્પો છે જે ભંગાર અને અન્ય બિનઉપયોગી વસ્તુઓ જેમ કે બાટલી, કાંચ, બંગડી, લાદી, સિરામિક ઘડાં, કુંડાં, વિદ્યુત કચરો વગેરે) જેને રસ્તાની દિવાલ પર મઢેલા છે.
આ રચનાને ૧૯૮૩માં ભારતીય ટપાલ ટિકિટ પર પણ સ્થાન મળ્યું છે.
ચિત્રમાળા
ફેરફાર કરો-
પ્રવેશ
-
અર્પણ દિવસ સ્મારક, જુલાઈ ૭, ૧૯૮૮.
-
રોક ગાર્ડન, ચંદીગઢ.
-
નાચતી કન્યાઓ, રોક ગાર્ડન, ચંદીગઢ.
-
રોકગાર્ડનની શણગારેલી દિવાલ.
પૂરક વાચન
ફેરફાર કરો- Nek Chand's outsider art: the rock garden of Chandigarh, by Lucienne Peiry, John Maizels, Philippe Lespinasse, Nek Chand. Published by Flammarion, 2006. ISBN 2080305182.
- The Collection, the Ruin and the Theatre: Architecture, sculpture and landscape in Nek Chand's Rock Garden, by Soumyen Bandyopadhyay and Iain Jackson. Liverpool University Press, 2007. ISBN 1846311209.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Nek Chand Rock Garden Sublime spaces & visionary worlds: built environments of vernacular artists, by Leslie Umberger, Erika Lee Doss, Ruth DeYoung (CON) Kohler, Lisa (CON) Stone, Jane (CON) Bianco. Published by Princeton Architectural Press, 2007. ISBN 1568987285. Page 319-Page 322.
- ↑ "Nek Chand's Rock Garden". મૂળ માંથી 2006-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-17.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Nekchand રોક ગાર્ડન: નેકચંદ ફાઉન્ડેશનની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
- રોક ગાર્ડન વિશેની વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૭-૦૧-૦૫ ના રોજ વેબેક મશિન
- રોક ગાર્ડનનાં નિરિક્ષણો સંગ્રહિત ૨૦૧૧-૦૮-૩૦ ના રોજ વેબેક મશિન