રોલેટ એક્ટ કે કાળો કાયદો એ બ્રિટિશ સરકારે ૧૯૧૯માં ભારતની જનતાના માથે થોપેલો એક કાયદો હતો. રોલેટ એક્ટનું અધિકૃત નામ હતું ૧૯૧૯નો અરાજક અને ક્રાંતિકારી અપરાધ અધિનિયમ (અંગ્રેજી: The Anarchical and Revolutionary Crime Act of 1919 - ધી એનાર્કિયલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઇમ એક્ટ ઓફ ૧૯૧૯). એ કાયદા હેઠળ કોઈની કોઈની પણ અટક કરી ને તેના પર ખટલો ચલાવ્યા વગર જ તેને કેદ કરવાની સત્તા હતી. આવી અમાનવીય નીતિને જ કારણે તેને કાળો કાયદો નામ આપવામાં આવ્યું હતું અને આ નીતિ સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો હતો. સતત ચાલેલા આંદોલનો અને વિરોધના પગલે ૧૯૨૨માં અંગ્રેજ સરકારે આ કાયદો પાછો ખેંચી લીધો હતો. આ કાયદો સિડની રોલેટની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણોના આધારે બનાવવામાં આવ્યો હતો.[][][] [][]


સંદર્ભો

ફેરફાર કરો
  1. Popplewell, Richard (1995). Intelligence and Imperial Defence: British Intelligence and the Defence of the Indian Empire 1904–1924 (1st આવૃત્તિ). Routledge. પૃષ્ઠ 175. doi:10.4324/9781315037417. ISBN 978-0-7146-4580-3.
  2. Lovett, Verney (1920). A history of the Indian nationalist movement. London: John Murray. પૃષ્ઠ 94, 187–191. મેળવેલ 12 March 2022.
  3. Sarkar, Benoy Kumar (March 1921). "A History of the Indian Nationalist Movement. (Review by Verney Lovett)". Political Science Quarterly. 36 (1): 136–138. doi:10.2307/2142669. hdl:2027/coo1.ark:/13960/t3nw01g05.
  4. Tinker, Hugh (October 1968). "India in the First World War and after". Journal of Contemporary History. 3 (4): 92. doi:10.1177/002200946800300407.
  5. Fisher, Margaret W. (Spring 1972). "Essays on Gandhian Politics: the Rowlatt Satyagraha of 1919. (in Book Reviews)". Pacific Affairs. 45 (1): 129. doi:10.2307/2755297. મેળવેલ 12 March 2022.