લક્ષ્મી વિલાસ મહેલ
વડોદરાનો મહેલ
લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.
લક્ષ્મી વિલાસ મહેલ | |
---|---|
લક્ષ્મી વિલાસ મહેલ, વડોદરા | |
સામાન્ય માહિતી | |
સ્થાપત્ય શૈલી | ભારતીય-સારાસેનિક, મરાઠા |
નગર અથવા શહેર | વડોદરા |
દેશ | ભારત |
પૂર્ણ | ૧૮૯૦ |
ખર્ચ | ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ |
અસીલ | મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | રોબર્ટ ચિશ્લોમ |
વેબસાઇટ | |
www |
ડિસેમ્બર ૨૦૧૭માં શહેરી વિકાસ મંત્રી શ્રીચંદ ક્રિપલાનીએ મહેલનું લિલામ હોટેલ ઉદ્યોગને કરવાની મંજુરી આપી હતી,[૧] જેનો લોકો દ્વારા વિરોધ થયો હતો[૨] અને તેના વિરોધમાં દેખાવોનું આયોજન થયું હતું.[૩]
છબીઓ
ફેરફાર કરો-
લક્ષ્મી વિલાસ મહેલ, ૧૮૯૦નું ચિત્ર.
-
લક્ષ્મી વિલાસ પેલેસનો મુખ્ય દરવાજો
-
દરબાર હોલ, લક્ષ્મી વિલાસ મહેલ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Lakshmi Vilas Palace will be auctioned to hoteliers - Times of India". The Times of India. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
- ↑ "Civil society opposes proposed auction of Lakshmi Vilas Palace - Times of India". The Times of India. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
- ↑ "Protest against auction of Lakshmi Vilas intensifies - Times of India". The Times of India. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
વિકિમીડિયા કોમન્સ પર લક્ષ્મી વિલાસ મહેલ સંબંધિત માધ્યમો છે.