લગ ખીણ
લગ ખીણ (Lug Valley), (लगघाटी) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક એવા કુલ્લૂ જિલ્લામાં આવેલ એક ખીણ પ્રદેશ છે. આ ખીણ વિસ્તાર જિલ્લા મથક કુલ્લૂ પાસે આવેલ શીશામટ્ટીથી શરૂ થાય છે, જેમાં ઘણાં ગામો આવેલ છે, જેમ કે બડાઈ, સુમા, દડકા, રુજગ, કમાન્દ, ભલ્યાણી, જઠાની, ખારકા, પલાલંગ, કાલંગ, શાલંગ દલીઘાટ વગેરે.
છેલ્લા ૧૫૦ વર્ષથી આ ખીણપ્રદેશના લોકો જંગલ ખાતાના કોન્ટ્રાક્ટર તરીકેનું કાર્ય કરે છે, જેમાં વર્તમાન સમયમાં પણ હિમાચલ પ્રદેશના જંગલ પ્રદેશમાં કાર્ય કરતા મુખ્ય કોન્ટ્રાક્ટરો આ ખીણ પ્રદેશના જ છે[૧].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "History of Ropeways in Kullu". મૂળ માંથી 2001-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2006-12-24.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ધ ઈન્ડિયા ટ્રીબ્યુન (The India Tribune)માં હિમાચલ પ્રદેશનો એક લેખ સંગ્રહિત ૨૦૧૫-૦૭-૨૮ ના રોજ વેબેક મશિન
- રોપ વે વિશે એક લેખ (Relevance of Ropeways for Uttaranchal) સંગ્રહિત ૨૦૦૪-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન